મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મહિલા સહકારી બેંક ની વધુ એક સિદ્ધિ.
News Jamnagar October 04, 2021
જિલ્લા માં સહકારી બેંકિંગ ક્ષેત્રે બેંક ના જનરલ મેનેજર તરીકે સૌપ્રથમ વખત મહિલા અધિકારી ની નિયુક્તિ .
નોંધ પાત્ર નફો નોંધાવવા ની પ્રગતિ સાથે ૨૦૨૧-૨૨ નો અર્ધ વાર્ષિક નફો રૂ. ૧૫ લાખ.
જામનગર તા. ૪
જામનગર મહિલા સહકારી બેંક સહકારી ક્ષેત્ર માં મહિલાઓના યોગદાન સંદર્ભમાં પ્રેરણાદાયી ઉદાહરણ બની રહે છે. સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત આ બેંક છેલ્લા બે વર્ષ થી નફો કરી અવિરત પ્રગતિ કરી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૧ ના અર્ધ વાર્ષિક પરિણામો માં બેન્કે રૂ.૧૫ લાખ નો નફો કર્યો છે. સાથે સાથે નેટ NPA zero કરેલ છે . ‘ એ ‘ વર્ગ ના આ બેંક દ્વારા જામનગર શહેર માં સહકારી યોજનાઓ નો મહત્તમ લાભ વધુ ને વધુ મહિલાઓ ને મળે તે દિશામાં સતત કાર્યરત છે.
સમગ્ર દેશ માં જ્યારે મહિલાઓને સ્વાવલંબી બનાવી સમ્માન ભેર જીવન નિર્વાહ માટે પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે મહિલા સશક્તિકરણ ના આ અભિયાન માં જામનગર શહેર માં મહિલા સહકારી બેંક હમેશા અગ્રેસર રહી છે.
મહિલા બેંક ના કર્મચારીઓ , અધિકારીઓના ખાતેદારો પ્રત્યે ના વિનમ્ર માર્ગદર્શન અને હકારાત્મક વલણ બેંક ના ચેરમેન ,મેનેજિંગ ડાયરેકટર સહિત સમગ્ર બોર્ડના સભ્યો ની દીર્ઘદૃષ્ટિ સાથેનો સુચારુ અભિગમ અને બેંકની પ્રગતિ માટેની કાળજી ન કારણે બેંકના ખાતેદારો માં એક અલગ વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા પર્યાપ્ત થયા છે.
બેંક ના ચેરમેન શેતલબેન શેઠે આગામી સમય માં બેંક વધુને વધુ પ્રગતિ કરી નવી સીમા ચરો પ્રાપ્ત કરશે તેવો પ્રયાસ વ્યક્ત કર્યો છે.
અનોખી સિદ્ધિ
જામનગર જિલ્લા માં કદાચ જામનગર મહિલા સહકારી બેંક જ એવી બેન્ક છે જેના જનરલ મેનેજર પદે એક મહિલા નિયુક્ત થયા હોય. જામનગર મહિલા સહકારી બેંક ના જનરલ મેનેજર તરીકે બેંકિંગ વ્યવહાર ના અનુભવી અને નિષ્ણાંત એવા વિશાખા બેન વસાવડા ની નિમણુંક કરવામાં આવી છે. આ અનોખી સિદ્ધિ પણ બેંક ના સ્ટાફગણ તથા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025