મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જોડીયાપંથક પ્રગતિમા..સ્નેહ મિલન અને.મગફળી વેંચાણ
News Jamnagar November 14, 2021
જોડીયાપંથક પ્રગતિમા..સ્નેહ મિલન અને.મગફળી વેંચાણ
જામનગર ( ભરત ભોગાયતા)
શ્રી ઉમિયા માતાજી મંદિર sidsar આયોજિત જામનગર જિલ્લા સંગઠન સમિતિના જામનગર શહેર અને તાલુકાની સંગઠન સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ આજરોજ જાંબુડા કુમાર વિદ્યાલય ખાતે વિક્રમ સવંત 2078 ના નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ શ્રી જેરામભાઈ વાસજાળીયા માનનીય પ્રમુખશ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં શ્રી ચીમનભાઈ શાપરિયા ઉપપ્રમુખ માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર અને ભૂતપૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ના મંત્રી શ્રી અને નાયબ કલેકટર શ્રી જયેશભાઈ પટેલ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં શ્રી કૌશિકભાઈ રાબડીયા શ્રી પરેશભાઈ હાંસલીયા બાબુભાઈ ગોપાણી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહેલ સદર કાર્યક્રમ શ્રી ઉમિયા માતાજી મંદિર sidsar આયોજિત જામનગર જિલ્લા સંગઠન સમિતિના જામનગર શહેર તાલુકાની સંગઠન સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો દીપ પ્રગટાવી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જેરામભાઈ વાંસજાળીયા એ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં મા ભગવતી ઉમિયાજીની આરતી થી કાર્યક્રમનો શુભારંભ થયો મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેલા શ્રી જયેશભાઈ પટેલ એ તેમના સંબોધનમાં સમાજ સંગઠન અને મા ઉમિયા પ્રત્યેની ભક્તિ અને કર્મનિષ્ઠા માટેની ખૂબ જ ઊંડાણપૂર્વક ની ચર્ચાઓ કરેલ તેમજ આ કાર્યક્રમમાં પરેશભાઈ હાંસલિયા અને કૌશિકભાઇ રાબડિયા એ પોતાના પ્રવચનમાં સમાજનું સંગઠન અને મા ઉમિયા માતાજી ની આસ્થા પ્રત્યે અને કુળદેવી પ્રત્યે જે ભાવનાઓ છે એ ઉત્કૃષ્ટ ઉમદા બને તે હેતુ માટે તેમજ સમાજ ઉત્થાન માટેની ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવેલી જાણીતા ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ રાણીપા અને શ્રી ભગવાનજીભાઈ કાનાણી શિક્ષણવિદ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ શ્રી રવિ ભાઈ ગડારા અને શ્રી દિવ્યેશભાઈ કાનાણી નું કાર્યક્રમના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા માતાજીની ચૂંદડી ઓઢાડી કોરોના કામગીરીમાં સરસ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવેલ તેમજ વેકેશન દરમિયાન કુમાર છાત્રાલયના વિદ્યાર્થી વેકેશન દરમ્યાન કેમ્પસમાં કલર કામ કરવાનું કામ કરેલ જેથી ટ્રસ્ટ ના આગેવાનો દ્વારા દલસાણીયા દીપ દ્વારા સંપન્ન થતાં તેમને પણ કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા માતાજીની ચૂંદડી ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય શ્રી જેરામભાઈ વાસજાળીયાએ ૧૯૮૫ થી અત્યાર સુધીની સમાજના સંગઠનની તાકાત સમાજ સંગઠન અને મા ઉમિયા માતાજીની પ્રેરણાથી જે-જે કામો થયા છે તેનો સવિસ્તાર ચિતાર રજુ કરવામાં આવેલ કાર્યક્રમનું આભાર દર્શન શ્રી ભરતભાઈ દ્વારા કરવામાં આવેલ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગિરધરભાઈ પનારા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ દાતાશ્રી દ્વારા બપોરના ભોજન પ્રસાદની વા વ્યવસ્થા પણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયંતીભાઈ સોરઠીયા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડીયા દ્વારા કરવામાં આવેલ..
_________________
_________________
જોડિયા APMC માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમ ના દિવસે સરકાર દ્વારા ટકા ના ભાવે મગફળી ખરીદવા ના સમયે ગુજરાત રાજ્યના કુર્ષિ મંત્રી પશુપાલન અને ગો.સંવર્ધન શ્રી રાઘવજીભાઈ પટેલ ના વરદ હસ્તે ખરીદી નૉ શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં DY DDO પાર્થ કોટડીયા.. મામલતદાર જોડિયા. જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ધરમસિભાઈ ચનીયારા. જોડિયા તાલુકા ભાજપના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાનિયા.. યાર્ડના ડાયરેક્ટર શ્રીઓ. રસિકભાઈ ભંડેરી.અને અન્ય મહાનુભાવો ની હાજરીમાં ટેકા ના ભાવે ખરીદી શરૂઆત કરવામાં આવી છે..જોડિયા તાલુકા ભાજપ
મીડિયા સેલ કન્વીનર શરદભાઇએ જણાવ્યુ છે
તસવીરો અને પુરક વિગતો
શરદ એમ.રાવલ.. હડિયાણા…
bgb 8758659878•
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024