મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિશ્વાસ-ભક્તિ-આનંદના સમન્વય સમાન સંત નિરંકારી સંમેલન યોજાશે
News Jamnagar November 16, 2021
વિશ્વાસ-ભક્તિ-આનંદના સમન્વય સમાન સંત નિરંકારી સંમેલન યોજાશે
જન જન ની ચેતના જાગૃતિનો અનેરો અવસર
સનાતનતા અને શાશ્ર્વતતા ના સંપુર્ણત: સુઝ સાથેના દર્શન નો અનોખો લ્હાવો
જામનગર ( ભરત ભોગાયતા)
: નિરંકારી સંત સંમેલન વિશ્વભર ના પ્રભુ પ્રેમીઓ ના માટે ખુશીનો અવસર હોય છે જ્યાં માનવતા ના અનુપમ સંગમ જોવા જોવા મળે છે. નિરંકારી મિશન આઘ્યાત્મિક જાગૃકતા દ્વારા સંપૂર્ણ વિશ્વ મા સત્ય, પ્રેમ અને એકત્વ ના સંદેશ ને પ્રસારિત કરી રહ્યો છે. જેમાં બધા પોતાની જાતિ, ધર્મ, વર્ણ, રંગ, ભાષા, વેશભૂષા અને ખાન પાન જેવી ભિન્નતા ને ભુલાવી, આંતરિક પ્રેમ અને મિલવર્તન ની ભાવના ને ધારણ કરે છે.
જામનગરનાં સંયોજક મનહરલાલ રાજપાલ જી એ જણાવ્યું કે 74મા વાર્ષિક નિરંકારી સંત સંમેલન ની તૈયારીઓ આ વર્ષે વર્ચ્યુઅલ રૂપ મા પૂર્ણ સમર્પણ અને સજગતા ની સાથે કરવામા આવી રહી છે. જેમાં સંસ્કૃતિ અને સંપ્રભૂતા ની બહુરંગી છટા આ વર્ષે પણ વર્ચ્યુઅલ રૂપ મા દર્શાવવામાં આવશે. આ બધી તૈયારીઓ સરકાર દ્વારા રજૂ કરેલા કોવિંડ – 19 ના નિર્દેશો ને ધ્યાન માં રાખીને કરવામાં આવી રહી છે. આ વર્ષેના સમાગમ ની તારીખો 27, 28 અને 29 નવેમ્બર, 2021 એ નિર્ધારિત કરવામાં આવી છે. આ વર્ષે નિરંકારી સંત સમાગમ નો મુખ્ય વિષય – ‘વિશ્વાસ ભક્તિ, આનંદ’ પર આધારિત છે જેમાં વિશ્વભર થી વક્તા, ગીતકાર તેમજ કવિજન પોતાની પ્રેરક અને ભક્તિમય પ્રસ્તુતિ વ્યક્ત કરશે. વિશ્વાસ, ભક્તિ આનંદ આઘ્યાત્મિક જાગૃતિ નો એક એવો અનુપમ સૂત્ર છે જે પર ચાલીને આપણે આ પરમાત્માના ન ફક્ત સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકીએ છે પણ એના થી એકમેક પણ થઈ શકીએ છીએ. આ સુચના થી સમસ્ત સાધ સંગત મા જ્યાં હર્ષલ્લાસ નું વાતાવરણ છે ત્યાં બધા ભક્તો ને નિરંકાર ની ઈચ્છામાં રહીને આ સહજ રૂપ થી સ્વીકાર પણ કર્યું છે.
સંપુર્ણ સંત સંમેલન નું સીધું પ્રસારણ (live telecast) મિશન ની વેબસાઇટ તેમજ સાધના ટી.વી. ચેનલ ના માધ્યમ દ્વારા કરવામાં આવશે. મિશન ના ઈતિહાસ મા આ પ્રથમ વાર થવા જઈ રહ્યું છે કે જ્યાં વર્ચ્યુઅલ સમાગમ નું સીધુ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેના ત્રણ દિવસ સદગુરુ માતા સુદિક્ષા જી મહારાજ પોતાના પાવન પ્રવચનો દ્વારા માનવમાત્ર ને આશીર્વાદ પ્રદાન કરશે.
આ વર્ષે અા આયોજન પૂર્ણતઃ વર્ચ્યુઅલ રૂપમાં આયોજીત કરવામાં આવી રહ્યો છે,તો પણ આ જીવંત રૂપ આપવા માટે મિશન દ્વારા દિવસ – રાત અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી જ્યારે પ્રસારણ કરવામા આવે ત્યારે એની અનુભૂતિ પ્રત્યક્ષ સમાગમ જેવી જ રહે અને બધા આનંદ પ્રાપ્ત કરી શકે. આ બધું સદગુરુ માતા સુદિક્ષા જી મહારાજ ના દિવ્ય માર્ગદર્શન દ્વારા સંભવ થઈ શક્યું છે.
જેવી રીતે બધા જાણકાર જ છે કે ઈસ. 1948 મા મિશન નો પ્રથમ નિરંકારી સંત સમાગમ બાબા અવતાર સિંહ જી ની દિવ્ય ઉપસ્થિતિ માં થયો. જોકે સંત નિરંકારી મિશન નો આરંભ બાબા બૂટા સિંહ જી ના નિર્દેશક મા થયો આ ગુરૂમત નું રૂપ આપી બાબા અવતાર સિંહ જી ને આગળ વધાર્યું. નિરંકારી સંત સમાગમ ને વ્યવસ્થિત અને પ્રફુલ્લીત કરવાનો શ્રેય યુગ્ પ્રવતક ગુરબચન સિંહ જી ને જાય છે. તદુપરાંત યુગદ્વષ્ટા બાબા હરદેવ સિંહ જી એ ના ફક્ત સમાગમ ને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ પ્રદાન કર્યું, પણ ‘ એકત્વ’ ના આધાર પર ‘વસુદેવ કુટુમ્બકમ’ અને ‘દીવાર રહિત સંસાર’ ની સોચ ની સાથે ‘ યુનિવર્સલ બ્રધરહૂડ’ ની પહેચાન આપી સંસાર ને જાતિ, ધર્મ, વર્ગ, વર્ણ, ભાષા અને દેશ ની વિભિન્નતાઓ થી ઉપર ઉઠાવી ને ‘અનેક્તા માં એક્તા’ ના દર્શન કરાવ્યા છે
વાત્સલ્ય અને માતૃત્વ ની સાક્ષાત મૂર્તિ માતા સવિંદર હરદેવ જી એ એક નવા યુગ નું સૃજન કર્યું અને યુગ નિર્માતા ના રૂપ મા પ્રકટ થઈ પોતાના કર્તવ્યો ને પૂર્ણ રૂપ થી કર્યું.
વર્તમાન સમય માં સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ નવી સોચ, એકાગ્રતા અને સામુદાયિક ની ભાવના ની સાથે આગળ થી આગળ વધાવી રહ્યા છે.
આ પ્રકાર ‘ નિરંકારી સંત સંમેલનપ’ અનેક્તા મા એકતા નું એક અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
તેમ જામનગર ના સંત નિરંકારી મંડળ – ના પ્રચાર પ્રસાર ના ભેખધારી અને સમર્પિત એવા અરવિંદ માધવાણીએ વિસ્તૃત અને માહિતીપ્રદ રોચક વિગતો અનેરી આસ્થા પુર્વ સર્વે હોદેદારો આગેવાનો ના માર્ગદર્શન અને સંતો ના આશીર્વાદ સાથેના ધર્મોત્સવ ની સફળતાના અને ભાવિકો લાભ લઇ જીવન ધન્ય કરે તેવા ઉમદા હેતુ સાથે આપી છે
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024