મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બ્રેવો Indian કોસ્ટગાર્ડ::મધદરિયેથી બચાવ્યા ૪૩ શીપમેન્સ
News Jamnagar November 27, 2021
બ્રેવો Indian કોસ્ટગાર્ડ::મધદરિયેથી બચાવ્યા ૪૩ શીપમેન્સ
શીપ ટકરાતા કોઈ કેમીકલ દરીયા અંદર ઠોળાયું કે કેમ તેની તપાસ હાથ ધરાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
અરબી સમુદ્ર ના ઓખા અને દ્વારકા તટ વચ્ચેની રેન્જ મા ઓઇલ ભરેલા બે વિદેશી-દેશી જહાજ જેમા દેશી-વિદેશી મળી ૪૩ શીપમેન્સ એટલેકે જનરલી ક્રુમેમ્બર્સ હતા તે બંને હેવી શીપ ટકરાતા સર્જાયેલ ગંભીર આકસ્માત વખતે એમ કહેવુ જ પડે કે બ્રેવો Indian કોસ્ટગાર્ડ… કેમકે મધદરિયેથી આ અકસ્માત મા ફસાયેલા ૪૩ શીપમેન્સ ને બચાવાયા છે આ શીપ ટકરાતા કોઈ કેમીકલ દરીયા અંદર ઠોળાયું કે કેમ તેની તપાસ હવે હાથ ધરાઇ છૈ
આ અંગે વિગત એવી છે કે દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં એક વિદેશી અને એક ભારતીય જહાજ વચ્ચે ટક્કર થતા કોસ્ટગાર્ડની મદદની જરૂર પડી હતી. જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટિમ સમયસર પહોંચી જઈ બંને જહાજના 43 ક્રુ મેમ્બરને ઉગારી લીધા છે. બંને જહાજ વચ્ચે ટક્કર થતા જહાજમાં રહેલ ઓઇલને કારણે જળ પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે ટક્કર થઈ હતી. ગત રાત્રે 21.30 કલાકે ઘટેલી આ ઘટના ક્યા કારણોસર થઈ છે તે જાણી શકાયું નથી. જોરદાર ટકકરના કારણે બંને શિપમાં નુકશાની પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટનાના પગલે બંને શિપ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માંગવામાં આવી હતી. જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની બે શીપ C 411તથા C 403 તથા કોસ્ટગાર્ડ હેલીકોપ્ટર ઘટના સ્થળે પહોંચી બંને શિપમાના 43 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા. એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં 21 ભારતીય crew મેમ્બર હતા જ્યારે ફિલિપાઈન્સના માય એવીએટર જહાજમાં 22 ફિલિપાઈન્સ ક્રુ મેમ્બર સવાર હતા. બીજી તરફ બંને શિપમાંથી કેમીકલ દરીયામાં ન ભળે અને જળ પ્રદુષણ ન થાય તેના મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યા હોવાની વિગતો ઓખા કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવી છે.
તસવીર+ પુરક વિગત….સુભાષસિંઘ લોહાનીવાલ 8000041000
bgb8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024