મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરની જાબાઝ પોલીસએ UP થી છોડાવ્યા બે મિત્રોને
News Jamnagar December 01, 2021
જામનગરની જાબાઝ પોલીસએ UP થી છોડાવ્યા બે મિત્રોને
હાલારથી લખનૌ પહોંચેલા ને ત્યા ગોંધી રખાતા એસપી ભદ્રન ના નેજા હેઠળ પી.આઇ.ઓ સ્ટાફ સૌ એ ટેકનોલોજી ના ઉપયોગથી ભોગ બનનાર ને શોધ્યા…. આરોપી પણ ઝડપાયો
જામનગર ( અકબર બક્ષી)
ગત તારીખ તા.28 નવેમ્બરના રોજ પોલીસ ઇન્સ્પેકટર કે.એલ.ગાધે સીટી બી ડીવીઝન પોલીસ મથકના ચાર્જમાં હતા તે દરમ્યાન એક ફરીયાદી બહેન પોલીસ સ્ટેશન આવેલ અને જણાવેલ કે તેમના પતિ અને તેમના મીત્ર ઉત્તર પ્રદેશ ફરવા માટે ગયેલ ત્યારે ત્યાંના કોઇ ઇસમે તેમનુ અપરણ કરી ગોંધી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને વારંવાર તેઓની પાસે રૂપીયાની ખંડણીની માંગણી કરે છે જે હકીકત આધારે તાત્કાલીક ફરીયાદ નોંધી લઇ ઉપરી અધિકારીની સુચના તથા માર્ગદર્શન મુજબ સમગ્ર હકીકત ગુપ્ત રાખી ગુપ્ત રાહે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને યુપી ખાતે મોકલી આપેલ ત્યાં લોકલ પોલીસની મદદ મેળવી તથા જામનગર સાઇબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફનો ટેકનીકલ સપોર્ટ મેળવી ૨૪ કલાકમાં અપહરણકારોને ખબર ન પડે તે રીતે ગુપ્ત ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી અને આરોપીને પકડી પાડી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ છે.
જામનગરના ત્રણ ઇસમોને ધંધા માટે વધુ પૈસા આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ યુ.પી.ના લખનઉ મુકામે બોલાવી પોતાના કબ્જામા આવતા ગેરકાયદેસર રીતે ગોંધી રાખી છોડવા માટે રૂપિયા વીસ લાખની માંગણી કરનાર ઇસમને પકડી પાડી ભોગ બનનારને આરોપીના કબ્જામાંથી છોડાવી બચાવી લાવતી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપન ભદ્રન સાહેબનાઓએ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબના માર્ગદર્શન અને સુચના આપેલ હોય
ગઇ તા:-૨૮/૧૧/૨૦૨૧ના રોજ કે.એલ.ગાધે પોલીસ ઇન્સપેકટરનાઓ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચાર્જમા હોય આ દરમ્યાન એક ફરીયાદી બેન પોલીસ સ્ટેશન આવેલ અને જણાવેલ કે તેમના પતી અને તેમના મિત્રો ઉતરપ્રદેશ ખાતે કરવા માટે ગયેલ હતા ત્યારે ત્યાના કોઇ ઇસમએ તેમનુ અપહરણ કરીને ગોંધી રાખેલ હોય અને જાનથી મારી નાંખવાની ધમકી આપી વારંવાર તેઓની પાસે રૂપિયા ખંડણીની માંગણી કરે છે જે હકિકત પરથી સીટી બી ડીવી, પોલીસ સ્ટેશનમા ગુ.ર.ન.-૧૮૪૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૬૪(એ),૩૮૬,૫૦૬(૨) મુજબનો ગુનો નોંધવામા આવેલ હતો અનેફરીયાદી જયારે ફરીયાદ કરવા આવેલ હતા ત્યારે તેઓ ખુબ જ ગભરાઇ ગયેલ હતા અને જો ભગવાન ચાચાને પૈસા આપવામા નહી આવે તો તેઓ ભોગ બનનારને મારી નાખશે તેવો તેમને પૂરતો ભય હોય જે પરિસ્થિતીને સમજી અને કેસની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.એલ.ગાધે સાહેબએ આ માહીતી મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબને જાણ કરી તેમની સુચનાથી માહીતી ગુપ્ત રાખી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા પોલીસ હેડ કોન્સ મુકેશસિંહ રાણા તથા પોલીસ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજાને ગુપ્ત કામગીરી માટે તાત્કાલીક કાનપૂર મુકામે જવા રવાના કરેલ હતા અને પોલીસ સ્ટેશન ખાતેથી તેમજ સ્થાનિક પોલીસ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના સ્ટાફની ટેકનીકલી મદદ મેળવી ગોંધી રાખેલ જગ્યાનુ લોકેશન મેળવી તે જગ્યાની ખરાઇ કરાવી આરોપી તથા ભોગ બનનાર છે કે કેમ તે અંગેની ચકાસણી કરી કેટલા માણસો છે અને ભોગ બનનારને ઓછામા ઓછી હાની પહોંચે તે રીતે કેમ બચાવવા તે અંગેનુ પૂરતુ પ્લાનીંગ કરી જગ્યાનો અભ્યાસ કરી તમામ પરીબળો તપાસી બનાવ જાહેર થયાના ૨૪ કલાક જેટલા સમયમા ગુપ્ત ઓપરેશન પાર પાડી ભોગ બનનારોને હેમખેમ નુકસાની વગર આરોપીના ચુંગલમાંથી છોડાવી આરોપીને પકડવામાં આવેલ છે અને આ ગુન્હાની વિગત ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન અને સુચના મુજબ ખાનગી રાખી ગુપ્તરાહે સીટી બી ડીવી, પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. વાય.બી.રાણા તથા પોલીસ હેડ કોન્સ મુકેશસિંહ રાણા તથા પોલીસ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજાને તાત્કાલીક ઉતરપ્રદેશના કાનપૂર મુકામે જવા રવાના કરેલ હતા અને તેઓને પોર્લીસ સ્ટેશન ખાતેથી તેમજ સ્થાનિક પોલીસ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના સ્ટાફની ટેકનીકલી મદદથી અપહરણકારોને ખબર ન પડે તે રીતે ગુપ્ત ઓપરેશન પાર પાડી બનાવ જાહેર થયાના ૨૪ કલાક જેટલા સમયમા ભોગ બનનારોને આરોપીના ચુંગલમાથી છોડાવી આરોપીને પકડવામા આવેલ છે.
આરોપીનુ નામ:
ભગવાનસિંગ ઉર્ફે ચાચુ અર્જુનસિંગ ચૌહાણ જાતે-ઠાકુર ઉ.વ.-૪૦ રહે,રાજપૂર તા,સિકદારા જી.કાનપૂર યુ.પી. તથાઅન્ય સંડોવાયેલા ઇસમો
ભોગ બનનારના નામો:
(૧) કેયુર ઉર્ફે કિશન હરીશભાઇ હાડા જાતે-ખવાસ ઉ.વ.-૩૫ ધંધો-વેપાર રહે,પટેલ કોલોની શેરી નં-૫ રોડ નં-૪ જામનગર તથા (૨) વિરલ ઉર્ફે ભોપલો નરેશભાઇ હાડા જાતે ખવાસ ઉં.વ.-૩૨ ધંધો-પ્રા.નોકરી રહે,રાજપાર્ક શેરી નં-૩ કલ્યાણ રેસીડન્સી બ્લોક ૫૦૧ જામનગર તથા (૩) જતીન રમેશભાઇ પઢીયાર જાતે-ખવાસ ઉ.વ.-૨૯ ધંધો-નોકરી રહે,સ્વામી નારાયણ નગર ગરબી ચોક શેરી નં-૪ જામનગર
આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ. શ્રી કે.જે.ભોયે તથા સાયબર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ. શ્રી વાય.બી.રાણા તથા પોલીસ હેડ કોન્સ. મુકેશસિંહ રાણા તથા પોલીસ કોન્સ, શિવભદ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024