મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
INS વાલસુરા ખાતે નેવી ડે ની ઉજવણી કરાઇ
News Jamnagar December 06, 2021
જામનગર
રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી બેન્ડની મધુર સુરાવલી અને દિલધડક કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
જામનગર તા. ૦૫ ડિસેમ્બર, INS વાલસુરા ખાતે ૪ ડિસેમ્બરના રોજ નેવી ડે ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બીટીંગ રીટ્રીટ તેમજ સનસેટ સેરેમની સહિતના વિવિધ ધ્યાન આકર્ષક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
નેવી ડે ની ઉજવણીમાં નેવીના જવાનો દ્વારા યોજાયેલ બેન્ડની સુરાવલીઓ તેમજ દિલધડક કરતબોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉજવણી અંતર્ગત નેવીના જવાનો દ્વારા બેન્ડ પરફોર્મન્સ, એન.સી.સી. કેડેટ્સ દ્વારા ડ્રિલ, કન્ટિન્યુટી ડ્રિલ, વોલ્ટ ડિસ્પ્લે, માનવ પિરામીડ, બીટિંગ રિટ્રીટ, મસાલ ડિસ્પ્લે, સનસેટ સેરેમની, સેન્ડ આર્ટ શો, ફાયર ક્રેકર ડિસ્પ્લે તેમજ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી બેન્ડ સુરાવલીઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત સૌ કોઇએ મનભરીને માણ્યા હતા તેમજ પ્રશંસા કરી હતી.
કમાન્ડિંગ ઓફિસર ગૌતમ મારવાહાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024