મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓખાના અગાધ સાગરની શોભા વધારતા પરદેશી પંખી
News Jamnagar December 19, 2021
ઓખાના અગાધ સાગરની શોભા વધારતા પરદેશી પંખી
*યાત્રાધામ બેટ- દ્રારકા જતી બોટ ઉપર મંડરાતા શીગલ પક્ષીઓ બન્યા પ્રવાસીઓનું આકષૅણનું કેન્દ્ર.*
જામનગર ( ભરત ભોગાયતા)
અનેક વિવિધતાસભર જીવો ની જેમ પક્ષીઓની દુનિયા પણ ગજબની છે કુદરતની આ રચનાઓને પ્રકૃતિને ખોળે રમતા જોવા એ એક લ્હાવો છે ત્યારે જામનગર સહિત રાજ્ય અને દેશમા જુદી જુદી ઋતુઓમા ગગન વિહાર કરી આવતા પરદેશી પંખી ઓખના અગાધ સાગરની શોભા વધારી નયનરમ્ય દ્રશ્ય સર્જી રહ્યા છે
બેટ-દ્રારકા અને ઓખાનાં સમૂદ્રીય વિસ્તારમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં ભૂરા અને સફેદ રંગના સીગલ પક્ષી એટલે કે ધોમડાઓ યાત્રિકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.
આ સીગલ પક્ષીઓ પ્રવાસી પક્ષીઓ છે. લગભગ બે’ક હજાર કિ.મી. જેટલું અંતર ખેડીને વિદેશથી આવતા આ પક્ષીઓ આપણા સમુદ્ર કિનારે શિયાળાની સિઝનમાં પ્રજનન તેમજ ઈંડા આપવા અને બચ્ચા ઉછેરવા આવે છે. ઓખા બેટ-દ્રાદકા અને તેની આસપાસનાં દરિયાકિનારે દર વર્ષે આવતા આ સીગલ્સ પક્ષીઓ ભગવાનના ધામમાં રહીને જાણે શાકાહારી બની ગયા છે અને મોટાભાગે યાત્રિકો દ્વારા આપવામાં આવતો ખોરાક જ ખાય છે. ઓખા જેટી થી બેટ-દ્રારકા આવજાવ કરતી દરેક યાત્રિક બોટમાં આ seagulls પક્ષીઓ ગીચોગીચ રીતે મંડરાતા જોવા મળે છે. આ પક્ષીઓની યાદ શક્તિ પણ તીવ્ર હોય છે. યાત્રિકો દ્વારા આપવામાં આવતો ખોરાક પોતાની ચાંચ વડે હાથમાંથી લઇ જાય છે જેથી લોકોને અદ્ભુત રોમાંચનો અનુભવ થાય છે. ઓખા જેટી યાત્રિકો ભરેલી તમામ બોટ સીગલ્સ પક્ષીઓથી ઘેરાયેલી જોવા મળે છે. ફોટોગ્રાફીના શોખીન તેમજ પર્યાવરણ પ્રેમીઓ પણ આ પક્ષીઓને ફોટા પાડવામાં મશગુલ બની જાય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ જેટલી જ શ્રદ્ધાથી અહીં યાત્રિકો આ પક્ષીઓને ખાવાનું ખવડાવીને પોતાની ધાર્મિક શ્રદ્ધાને સંતોષે છે. આમ તો આ પક્ષીઓનો ખોરાક માછલીઓ તેમજ કરચલા હોય છે પરંતુ આ પક્ષી શાકાહારી ખોરાક પણ ખાય છે. ક્યારેક આ પક્ષીઓ બ્રેડ કે રોટલીના ટુકડા દ્વારા માછલીઓને આકર્ષીને શિકાર કરતા જોવા મળે છે. જેટી પર આવતા તમામ યાત્રિકો સમૂદ્ર પાર કરતી વખતે લેવાના સામાનમાં આ પક્ષીઓ માટે નો ખોરાક પણ અવશ્ય ખરીદે છે.
આમ, આ seagulls પક્ષીઓ યાત્રાળુઓમાં રોમાંચ અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
*તસ્વીર….પુરક વિગતો….બુધાભા ભાટી*
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024