મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
છેવાડાનો જિલ્લો દ્વારકા ગુડગવર્નન્સ માટે ઓલરેડી સજ્જ-પ્લાનીંગમાં મોખરે
News Jamnagar December 23, 2021
દ્વારકા જિલ્લામા સુશાસન સપ્તાહ -પ્રજાભિમુખ કાર્યોના વિશેષ આયોજન
file photo
છેવાડાનો જિલ્લો દ્વારકા ગુડગવર્નન્સ માટે ઓલરેડી સજ્જ-પ્લાનીંગમાં મોખરે
સુશાસન સપ્તાહ ઉજવણીના સરકારના આયોજન સાથે મિલાવ્યા કદમ— બ્રેવો ટીમ દ્વારકા
કલેક્ટર-ડીડીઓ-એડી.કલેક્ટર સહિત દરેક કર્મયોગીઓ દ્વારા સક્સેસ વિક ની તૈયારીઓ નો ધમધમાટ
જામનગર ( ભરત ભોગાયતા)
વહીવટી પ્રક્રીયા નાગરીકોના જીવન ને સ્પર્શતી બાબત છે ત્યારે છેવાડાનો જિલ્લો દ્વારકા ગુડગવર્નન્સ માટે ઓલરેડી સજ્જ-પ્લાનીંગમાં મોખરે રહ્યો છે જે નોંધપાત્ર બાબત બની રહી છે તેમજ સુશાસન સપ્તાહ ઉજવણીના સરકારના આયોજન સાથે કદમ મીલાવ્યા હોય — બ્રેવો ટીમ દ્વારકા– તેમ સહેજે સમીક્ષકો કહે તે સ્વાભાવિક છે આ માટે રોજ બ રોજ ની કાર્યશૈલી વિશેષ અભિયાન અને સરકારના આયોજન મા દર વકજતે સફળતા પુર્વક લોકાભિમુખ અને અસરકારક કાર્યશૈલી અપનાવી રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર-ડીડીઓ-એડી.કલેક્ટર ના વિવિધ માર્ગદર્શન અને સંકલન મુજબ જુદા જુદા વિભાગો સહિત દરેક કર્મયોગીઓ દ્વારા સક્સેસ વિક ની તૈયારીઓ નો ધમધમાટ શરૂ થય ગયો છે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં “ગુડ ગવર્નન્સ વિક”ની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ૨૫ ડીસેમ્બર થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૫-૧૨-૨૦૨૧ના રોજ વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ વિભાગ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા તથા તા.૨૬-૧૨-૨૦૨૧ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત તા.૨૭-૧૨-૨૦૨૧ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, તા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ કૃષિ, પશુપાલન પ્રભાગ તથા ગ્રામ વિકાસ વિભાગ, તા.૨૯-૧૨-૨૦૨૧ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતી વિકાસ વિભાગ અને તા.૩૦-૧૨-૨૦૨૧ના રોજ શ્રમ અને રોજગાર વિભાગ તથા તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના વિવિધ કાર્યક્રમો રાજ્ય અને જિલ્લા તથા તાલુકાકક્ષાએ યોજાનાર છે.
ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન વિવિધ વિભાગના વિકાસના કામોનું ખાતમૂર્હત તથા લોકાર્પણ પણ કરવામાં આવશે.
જે અન્વયે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ વિભાગ દ્વારા સ્વર્ણિમ સંકુલ – ૧ નર્મદા ખંડ – ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ, બેસ્ટ પ્રેક્ટિસીસ કમ્પેડીમનું વિમોચન અને પસંદગી પામેલ બેસ્ટ પ્રેક્ટિસીસનું મૂવી પ્રેઝન્ટેશન તથા વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા eSarkar (IWDMS 2.0)નો શુભારંભ તેમજ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા કાયદા દ્વારા બાધિત ન હોય તેવી બાબતોમાં સોગંદનામું કરવામાંથી મુક્તિ અંગેની નવી નીતિની જાહેરાત અને નવા SWAGAT કક્ષનો પ્રારંભ કરવામાં આવશે તેમ પણ જિલ્લા માહિતી કચેરી નાએચ.એ.ગોજીયા અને સંજયસિંહ ચાવડા એ જણાવ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024