મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાના અધ્યક્ષ સ્થાને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
News Jamnagar December 31, 2021
જામનગર
કાર્યક્રમ અંતર્ગત ૧૨૧૯ લાખના ખર્ચે ૭૮૯ કામો તથા ૬૬ આવાસોનું લોકાર્પણ- ખાતમુહુર્ત કરાયું તેમજ સમરસ ગ્રામ પંચાયતના સંરપંચશ્રીઓને ૧.૮૭ કરોડથી વધુની ગ્રાંટ ફાળવાઈ
સુશાસનના માધ્યમથી સરકાર આપણા દ્વારે આવી છે, સરકારી કામ માટે ધક્કા ખાવા અને સમય બગાડવો એ બાબત હવે ભૂતકાળ બની છે-શ્રી સજ્જાદ હીરા
જામનગર તા.૩૧ ડિસેમ્બર, રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન શ્રી અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેનશ્રી સજ્જાદ હીરાના અધ્યક્ષ સ્થાને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ૧૨૧૯ લાખના ખર્ચે ૭૮૯ કામો તથા ૬૬ આવાસોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું તેમજ સમરસ ગ્રામ પંચાયતના સંરપંચશ્રીઓને ૧ કરોડ ૮૭ લાખ ૭૫ હજારની ગ્રાંટ ફાળવાઈ હતી.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેનશ્રી સજ્જાદ હીરાએ જણાવ્યું હતું કે ભારતની આઝાદીના દાયકાઓ પછી વર્ષ ૧૯૯૫ બાદ ગુજરાતમા સુશાસનની ઝલક દેખાઈ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસના પંથે ગતિશીલ બનાવ્યું અને તબક્કાવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓએ ગુજરાતની વિકાસની ગતિને વેગ આપ્યો.સુશાસનના માધ્યમથી સરકાર આપણા દ્વારે આવી છે. સરકારી કામ માટે ધક્કા ખાવા, સમય બગાડવો એ બાબત હવે ભૂતકાળ બની છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી આગળ વધી રહેલી સરકાર ભારત માતાને વૈભવના પરમ શિખર પર લઈ જવાની કામના સાથે આગળ વધી રહી છે.
કાર્યક્રમ અંતર્ગત ૯૬૨.૨૨ લાખના ૬૭૨ કામોનું ખાત મુહુર્ત તેમજ ૨૫૦.૫૫ લાખના કુલ ૧૧૬ કામોનું ૧૫મા નાણાપંચ હેઠળ લોકાર્પણ કરવામા આવ્યું હતું તેમજ સી.ડી.પી.- ૫ હેઠળ રૂ. ૧૩.૮૬ લાખના ખર્ચે જાલીયા દેવાણી ગામના નવીન પંચાયત ધર, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના ૩૭ લાભાર્થીઓના આવાસોનું ખાતમુહુર્ત તેમજ ૨૯ લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમા સમરસ ગ્રામ પંચાયતના ૩૪ મહિલા તથા પુરૂષ સરપંચશ્રીઓને રૂ.૧ કરોડ ૮૭ લાખ ૭૫ હજારની ગ્રાંટ ફાળવાઈ હતી. તેમજ રૂ.૭ લાખના ખર્ચે લાલપુર તાલુકા ગામે આગણવાડી કેન્દ્રનું ખાત મુહુર્ત કરાયું હતું.
આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તેમજ કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયાએ કરી હતી.તેમજ કાર્યક્રમનું સંચાલન હરીદેવ ગઢવીએ કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગીયા જામનગર તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકંદ સભાયા તેમજ સરપંચશ્રીઓ તથા બહોળી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025