મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
*મોક્ષ નગરી દ્વારિકામાં કોરોના મૃતકોના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ*
News Jamnagar January 10, 2022
*મોક્ષ નગરી દ્વારિકામાં કોરોના મૃતકોના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ*
*251 પરિવારો દ્વારા પોથી નોંધાવી આ ભાગવત સપ્તાહના યજમાન બન્યા*
*અલગ અલગ સમાજના 251 પરિવારોએ માત્ર 101 રૂપિયામાં પોતાના પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ કરવાનો લ્હાવો લીધો*
સમર્પિત આયોજકો સહયોગીઓ ભાવિકો સંતો મહંતો મહેમાનો દ્વારકાનગરજનો ભાઇઓ બહેનો વડીલો બાળકો સૌના સાથથી દીપી ઉઠેલા ધર્મોત્સવ નોભાવસભર અહેવાલ બનાવતા રામકૃષ્ણ ( R.R.)
જામનગર ( ભરત ભોગાયતા)
કોરોનાકાળમાં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થે મોક્ષ નગરી દ્વારકા યોજાયેલ સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ રંગેચંગે પૂર્ણ કરવામાં આવી આ ભાગવત સપ્તાહની વિશેષતા એ રહી કે કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોએ માત્ર 101 રૂપિયા અર્પણ કરી પોથી નોંધાવી પોતાના સ્વજન પાછળ ભાગવત સપ્તાહ કરવાનું ભગીરથ કાર્ય કર્યાનો આહલાદક લ્હાવો લીધો, આ ભાગવત સપ્તાહમાં એક પૉથી ખાસ ધ્યાન દોરનાર રહી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં 714 જેટલા ખેડૂતો શહીદ થયા એ ખેડૂતોના આત્માને મોક્ષ મળે તે બાબતે ખાસ પોથી મોકવામાં આવી હતી પોથી નોંધાવનાર દરેક પરિવાર અને તેમના સગા વ્હાલાઓ જેટલા લોકો દ્વારકા આવે તેમને રહેવા જમવાની તમામ વ્યવસ્થા પાલભાઈ આંબલિયા, વિજયભાઈ રાજ્યગુરુ અને આખી આયોજક સમિતિએ કરી હતી
સમર્પિત આયોજકો સહયોગીઓ ભાવિકો સંતો મહંતો મહેમાનો દ્વારકાનગરજનો ભાઇઓ બહેનો વડીલો બાળકો સૌના સાથથી દીપી ઉઠેલા ધર્મોત્સવ નોભાવસભર અહેવાલ બનાવતા રામકૃષ્ણજી એટલેકે જામખંભાળીયાના પાંચદાયકાથી જાગતાપ્રહરી એવા રાજુભાઇ રાજ્યગુરૂ એ ( R.R.) એ આ દિવ્ય આયોજન માટે સમર્પિત પાલભાઇ આંબલીયા તેમજ વિજયભાઇ રાજ્યગુરૂ ( R.R. ના ભાઇ) સાથે સુસંકલન કરી આ આસ્થાસભર અહેવાલ બનાવ્યો છે
આ ભાગવત સપ્તાહમાં 251 પરિવારોએ સાથે મળી 251 સભ્યોનો એક પરિવાર હોય તેમ તમામ કામો સમૂહ ભાવનાથી કરતા હતા એમાંય સાફ સફાઈમાં આબાલવૃદ્ધ સર્વે સવારે અને સાંજે બે સમય જાતે સફાઈ કરતા જોવા મળ્યા હતા ભાગવત સપ્તાહમાં આ 251 પરિવારો, પાલભાઈ આંબલિયા, વિજયભાઈ રાજ્યગુરુ સહિતના આયોજકો, ભાગવતાચાર્ય મગનભાઈ રાજ્યગુરુ ખુદ બપોરે અને સાંજે મહેમાનોને પીરસતા નજરે પડ્યા હતા, કોરોનાની પરિસ્થિતિ થોડી ગંભીર થતા આયોજકો દ્વારા સેનિટાઇઝર, માસ્ક, અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે સંપૂર્ણપણે સભાનતા રાખવામાં આવી હતી દરેક વૈષ્ણવ જાતે જ કોરોના ગાઈડ લાઇનનું પાલન કરતા જોવા મળ્યા હતા,
ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાગવતાચાર્ય પૂજ્ય મગનભાઈ રાજ્યગુરુ “બાપજી” ના મુખેથી અષ્ખલિત પ્રવાહ સ્વરૂપે પીરસવામાં આવતા ભાગવત જ્ઞાનમાં ભાવિકો તરબોળ થઈ ભાવવિભોર થતા જોવા મળ્યા હતા ભાગવતાચાર્ય એ આ સર્વ જ્ઞાતિ ભાગવત સપ્તાહ બાબતે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે *મારી જિંદગીની આ 239 મી ભાગવત સપ્તાહ હતી મેં માનસરોવર પર 2 ભાગવત સપ્તાહ કરી છે, દેશમાં અલગ અલગ રાજ્યોમાં ભાગવત સપ્તાહ કરી છે એ બધામાંથી આ સર્વ શ્રેષ્ઠ ભાગવત સપ્તાહ છે હૂઁ આ ભાગવત સપ્તાહને સર્વ શ્રેષ્ઠ એટલા માટે કહું છું કે આ ભાગવત સપ્તાહ નિઃસ્વાર્થભાવે કરવામાં આવી, 7 દિવસમાં દુખિયા 251 પરિવારોનો એક પરિવાર બની ગયો 251 પરિવારો આવ્યા ત્યારે દુઃખી હતા પણ વિદાય લીધી ત્યારે હરખના આંશુ સાથે વિદાય લેતા અને આખી આયોજક ટીમને અઢળક આશીર્વાદ આપતા મેં આ ભાગવત સપ્તાહમાં જોયા છે સામાન્ય રીતે લોકો પોતાના સ્વજન પાછળ ભાગવત સપ્તાહ બેસાડે, પોતાના કુટુંબીઓઓના કલ્યાણાર્થે ભાગવત સપ્તાહ બેસાડે, પોતાની જ્ઞાતિ-જાતિની સુખ શાંતિ માટે ભાગવત સપ્તાહ બેસાડે પણ આ મેં એવી પેલી ભાગવત સપ્તાહ જોઈ કે ગરીબ માટે, વંચિત માટે, દુઃખી પરિવારો માટે જાણે માનવજાતિના કલ્યાણાર્થે ભાગવત સપ્તાહ થઈ હોય એવું મને મહેસુસ થયું છેલ્લા દિવસે વિદાય લેતા પરિવારોને મળતી વખતે હૂઁ પોતે પણ ભાવ વિભોર બની ગયો હોઉં એવી આ પહેલી ભાગવત સપ્તાહ છે*
વ્યાસપીઠ પરથી ભાગવત સપ્તાહમાં જ્ઞાન પીરસતા પૂજ્ય મગનભાઈ રાજ્યગુરુ કહેલી એક બે નોંધનીય બાબત જેમ કે “ભાગવત સપ્તાહ એ ક્યારે આરંભ કે પૂર્ણ થતી નથી ભાગવત સપ્તાહ ગંગાની જેમ સતત વહેતો અવિરત પ્રવાહ છે જેનો ક્યારેય અંત કે આરંભ ન હોઈ શકે એટલે જ લોકો કહેછે કે ભાગવત સપ્તાહ અમે બેસાડીએ છીએ”
સુદામા ચરિત્ર વાંચતી વખતે દ્વારિકા, કૃષ્ણ- સુદામાની દોસ્તીનું વર્ણન કરતા પોતે ભાવ વિભોર બની ગયા હતા અને કહ્યું હતું કે “એક બ્રાહ્મણ તરીકે દ્વારિકામાં સુદામા ચરિત્ર વાંચવા મળ્યું એ મારા અહોભાગ્ય છે”
આ ભાગવત સપ્તાહમાં કોરોના કાળમાં જેણે પોતાના સ્વજન ગુમાવ્યા એવા અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમાજના અલગ અલગ અલગ અલગ ગામ, તાલુકા જિલ્લા જ નહીં પણ અલગ અલગ રાજ્યોના લોકો અને છેક અમેરિકા ફ્લોરિડા થી એમ મળી કુલ 251 પરિવારોએ આ ભાગવત સપ્તાહમાં પોથી નોંધાવી સર્વ જ્ઞાતિ સમૂહ ભાગવત સપ્તાહના યજમાન બન્યા છે જેમાં ખાસ નોંધનીય બાબત એ છે કે કોરોનાકાળમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોની મુખ્ય પૉથી સાથે સાથે કોરોનાકાળમાં જ દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલન થયું જેમાં 714 થી વધારે ખેડૂતો શહીદ થયા તેના મોક્ષાર્થે પણ મુખ્ય પૉથી મુકવામાં આવી છે આ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો રંગેચંગે પ્રારંભ તારીખ 3 જાન્યુઆરી 2022 ના રોજ જગત મંદિર શારદાપીઠ ખાતેથી પૉથીયાત્રા સ્વરૂપે થઈ હતી
ભાગવત સપ્તાહના બીજા દિવસે સોરઠીયા આહીર સમાજના મુખ્ય ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી જીવણનાથ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે અખિલ ભારતીય સાધુ સમાજ અખાડાના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની વિશેષ ઉપસ્થિતિ સાથે આશીર્વચનનો લાભ તમામ વૈષ્ણવોને મળ્યો હતો પાંચમા દિવસે આંતરરાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય હરિહરાનંદ બાપુ, ભારતી આશ્રમ જૂનાગઢની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને આશીર્વચન વૈષ્ણવોને મળ્યા હતા પાંચમા દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પૂજ્ય ગોવિંદ સ્વામીની વિશેષ ઉપસ્થિતિ અને આશીર્વચનનો લહાવો તમામ વૈષ્ણવોને મળ્યો હતો સાથે સાથે અલગ અલગ સમાજના ભુવાઆતાની સવિષેશ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી
આ ભાગવત સપ્તાહ નાત જાત ધર્મ કે પક્ષથી ઉપર હોય તમામ પક્ષોના આગેવાનશ્રીઓ સાથે સાથે સામાજિક, સેવાભાવી આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી જેમ કે અર્જૂન મોઢવાડીયા, ભીખુભાઈ વારોતરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી ડો. રંમલભાઈ વારોતરિયા, લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, વિક્રમ માડમ, હર્ષદ રિબડીયા, ભગવાનભાઈ બારડ, ઈશુદાનભાઈ ગઢવી, ડો. મનીષ દોશી, જયરાજસિંહ પરમાર, હેમાંગ રાવલ, મયુરભાઈ ગઢવી, યાસીનભાઈ ગજણ, મુળુંભાઈ કંડોરિયા, લખુભાઈ નકુમ, અરજણભાઈ કણઝારિયા, એભાભાઈ કરમુર, નિર્મલભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, દિનેશભાઇ પાબારી, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઝાંખરીયા, ગોકાણી સાહેબ, અરજનભાઈ રાજગુરુ, પૂર્વ ધારાસભ્ય શ્રી મેરામનભાઇ ગોરીયાની સતત ત્રણ દિવસ ઉપસ્થિત રહ્યા હતા, કચ્છ થી ખાસ પધારેલ આહીર અગ્રણી વી.કે. હૂંબલ સાહેબ, મેરગભાઈ ચાવડા, રાજાભાઈ પોસ્ટરીયા, લખમણભાઈ આંબલિયા, કે.વી. ચાવડા, જયંતીભાઈ કનજારીયા, દેવરામભાઈ સોનગરા, માલદેભાઈ ભરવાડ સહિત મોરબીથી જોગ આશ્રમના 70 થી વધારે ગુરુભાઈઓ પધાર્યા હતા આ સાથે ગુજરાતભરના ખેડૂત આગેવાનો સહિત દ્વારકા શહેરના દરેક સમાજના આગેવાનો, સામાજિક આગેવાનોનું સન્માન અને તેમના દ્વારા આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું
આયોજકોના આમંત્રણને માન આપી મુંબઈથી ખાસ પધારેલ મહાપોર પ્રભાબેન ઠાકુરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
આ સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહની ખાસ વિશેષતા એ રહી છે કે દ્વારકાના પત્રકાર મિત્રો જ જાણે આયોજક હોય, સ્વયંસેવક હોય એમ ખાસ વિશેષ ઉપસ્થિત જ નહીં પણ બધા જ કામમાં ખંભે થી ખંભો મિલાવી આખી ભાગવત સપ્તાહને દીપાવી રહ્યા હતા
આ ભાગવત સપ્તાહમાં રોજે રોજ અલગ અલગ મહોત્સવો પણ ઉજવવામાં આવતા હતા જેમ કે કપિલ પ્રાગટ્ય, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરિક્ષિત મોક્ષ, સુદામા મિલાપ જેવા મહોત્સવ ઉજવવામાં આવ્યા હતા, સાત દિવસમાં રાત્રે જામ જોધપુરની બાળાઓ દ્વારા “માઁ બાપને ભૂલશો નહિ સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું, એક દિવસ મુંબઈના “ઓ કાન્હા ગ્રૂપ દ્વારા દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ વૈષ્ણવોએ ગરબા સાથે જુમ્યા હતા તો છઠ્ઠા દિવસે રાત્રે રાજભા ગઢવી સાથે દ્વારકા જિલ્લાના ઉભરતા કલાકારો જેમ કે નેહલબેન કંડોરિયા, મશરીભાઈ અને સેજલબેન ગઢવીએ સંતવાણી-ડાયરાની જમાવટ કરી હતી
સપ્તાહના પાંચમા દિવસે વહેલી સવારે 11 કુંડી ગાયત્રી મંત્રો સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
કોરોનાકાળમાં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થે યોજાયેલ આ ભાગવત સપ્તાહમાં કોરોનાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે જેણે કામ કર્યું એવા 108 એમ્બ્યુલન્સના પાઇલોટ અને સાથે રહેનાર ડોક્ટરનું, પોલીસ, આશા વર્કર સહિતના કોરોના વોરિયર્સનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
7 દિવસના આ ભાગવત સપ્તાહના સમાપન સમયે પાલભાઈ આંબલિયા, વિજયભાઈ રાજ્યગુરુ, દેવુભાઈ ગઢવી, મનોજભાઈ ગઢવી, અરજનભાઈ કનજારીયા, લખુભાઈ નકુમ, ઈશ્વરભાઈ ઝાંખરીયા, ગોકણી સાહેબ, દેવરામભાઈ સોનગરા, કરશનભાઇ રબારી, રાકેશ નકુમ, હેમંતભાઈ આંબલિયા, માલદેભાઈ ભરવાડ, જેનિશાબેન દીક્ષિત, રામભાઈ કનજારીયા, કાળુભાઇ વારોતરિયા, જેન્તીભાઈ કનજારીયા, ભાવનાબેન પંડ્યા, સહિતના તમામ આયોજક ટિમ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો ખાસ કરીને દ્વારકાવાસીઓનો, દ્વારકાના અલગ અલગ 28 સમાજોના પ્રમુખો, આગેવાનો, હોટેલ એસોસિએશન, વેપારી એસોસિએશન, મહિલા સત્સંગ મંડળોનો એમ આ ભાગવત સપ્તાહમાં સાથ સહકાર આપનાર તમામનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024