મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સત્વ અને તત્વ નો વ્યાપ વધારવાનો.મુખ્યહેતુ----ખાસ જણાવતા સૌરાષ્ટ્ર કચ્છ VHP અધ્યક્ષ
News Jamnagar January 13, 2022
સત્વ અને તત્વ નો વ્યાપ વધારવાનો.મુખ્યહેતુ—-ખાસ જણાવતા સૌરાષ્ટ્ર કચ્છ VHP અધ્યક્ષ
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની ઉચ્ચકક્ષાએથી જવાબદારી જામનગરના ભરતભાઈ મોદીને સોંપાતા સમગ્ર હાલારના બંને જિલ્લાના દેશદાઝ ધરાવતા સૌ નો વધ્યો ઉત્સાહ— હોદેદારોએ સન્માન કર્યું
જામનગર ( ભરત ભોગાયતા)
સત્વ અને તત્વ નો વ્યાપ વધારવાનો.મુખ્યહેતુ છે તેમ અઢી દાયકાથી એકધારી VHP ની જવાબદારી નિભાવતા સામાજીક ધાર્મીક જાહેરજીવન ના સુઝ બુઝ પ્રસારની સાથેના માર્ગદર્શક રહ્યા છે તેવા વિશ્ર્વહિંદુ પરીષદના નવનિયુક્ત અને અગ્રણી મોદીજી એ જામનગરમાં બ્યુરો ચીફ ભરત ભોગાયતા ( b.sc.,ll.b.,dny(aayu.uni. )ને જણાવ્યુ તેઓની સૌરાષ્ટ્ર કચ્છ VHP અધ્યક્ષ તરીકે વરણી થયા ના પ્રતિભાવ બેઠક વખતે આ સંવાદ યોજાયો હતો
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની ઉચ્ચકક્ષાએથી જવાબદારી જામનગરના ભરતભાઈ મોદીને સોંપાતા સમગ્ર હાલારના બંને જિલ્લાના દેશદાઝ ધરાવતા સૌ નો ઉત્સાહ વધ્યો છે અને સૌ હોદેદારોએ સન્માન કર્યું હતુ
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ સૌપ્રથમ હાલારના આંગણે આવતા ભરતભાઈ મોદીનું વિશ્વ હિન્દુ પરિષદ જામનગરના હોદ્દેદાર અગ્રણીઓએ ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા. ભરતભાઈ મોદી અગાઉ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ ઉપરાંત હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્થાન માટે લાંબા સમયથી સેવા આપી રહ્યા હતા. જૂનાગઢ ખાતે મળેલી રાષ્ટ્રિય કાર્યકારણી ની બેઠકમાં ગુજરાતના સૌથી વધુ 18 જિલ્લાઓના સયુંકત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સ્થાને ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહેલા અગ્રણી વેપારી અગ્રણી અને લોહાણા સમાજના ભામાશા એવા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા ભરતભાઇ મોદી ની નિમણૂક કરવામાં આવી છે. જામનગર આવી પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ ભરતભાઈ મોદીનું સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપાધ્યક્ષ રમેશભાઇ તારપરા, કોષાધ્યક્ષ અને શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલ્લે, ધર્મેશભાઈ ગોંડલીયા, જિલ્લા સહમંત્રી રવીન્દ્રભાઈ કુંભારાણા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, બજરંગદળ જામનગર જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા, બજરંગદળ જિલ્લા સહસંયોજક વિશાલભાઈ હરવરા સહિતના અગ્રણી હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
પ્રાંત અથ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર કચ્છના ૧૮ જિલ્લાઓમા વિશ્ર્વ હિંદુ પરીષદ નો વ્યાપ પ્રચાર પ્રસાર અને જન જન ની રાષ્ટ્રભાવના ફરજ ભાવના બીઇંગ ને સ્ટ્રેન્થ મળે ચિંતન મનન થી સૌ હંમેશા જાગૃત મક્કમ દેશ પ્રત્યે વફાદારી અને સનાતન ધરી વધુ મજબૂત બને તે માટે શ્રીમોદી કટીબદ્ધ છે
મૌન રહી ને ઠોસ કામ થઇ શકે છે પાયો મજબૂત બને છે સમાજમા વ્યક્તિ વિકાસ કરવાનુ ધ્યેય સાકાર થઇ શકે છે…..વગેરે બાબતો ભરતભાઇ મોદીએ પોતાની કાર્યશૈલી મા એવી રીતે વણી લીધા છે કે સિદ્ધાંત સાથે સફળતા ના તેઓ પર્યાય બની રહ્યાનુ તેમના જાહેર જીવન નુ આકલન કરતા સહેજે જાણવા મળે છે તેમ ચિંતકો ના અભિપ્રાય છે
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025