મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગાંધીજીના જીવનમંત્ર ને ફોલો કરનાર ડો.આચાર્યની વધુ એક સેવા
News Jamnagar January 27, 2022
ગાંધીજીના જીવનમંત્ર ને ફોલો કરનાર ડો.આચાર્યની વધુ એક સેવા
મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી નિમીતે ડો. કે. એમ. આચાર્યના ક્લિનીક પર રકત્તપિતના દર્દીઓ માટે સાધન-સહાય તથા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો વિનામૂલ્યે વિતરણ નો કાર્યક્રમ.
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરના ચામડીના રોગોના નિષ્ણાંત ડો. કે. એમ. આચાર્ય વર્ષોથી રકત્તપિતન દર્દીઓની માનવતા સભર સેવા કરી રહયા છે. મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટી દ્વારા મહાત્મા ગાંધીના નિર્વાણદિન ૩૦ જાન્યુઆરીને ‘રકત્તપિત નિર્મૂલન દિન’ તરીકે ઉજવવામાં આવે છે. તા.૩૦/૧/૨૦રર રવિવારના રોજ સવારે ૧૧ કલાકે ડો. કે. એમ. આચાર્યના કિલનીક શ્રીજી સ્કવેર, ચોથા માળે, વાલકેશ્વરી નગરી, જામનગરમાં આવેલ ક્લિનીક પર રકત્તપિતના દર્દીઓ માટે પન્યાસ વજ્રસેન મહારાજ સાહેબની પુણ્ય સ્મૃતિમાં તથા આચાર્ય હેમપ્રભસુરી મહારાજ સાહેબની નિશ્રામાં સાધન-સહાય તથા પૌષ્ટિક આહાર માટેની રાશનકીટના વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
૧૯૭૭ માં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ૪૫૦૦૦ રકત્તપિતના દર્દીઓ હતા જે પૈકી હવે માત્ર ૯૦ દર્દીઓ જ બાકી રહયા છે. તેઓ પણ રકત્તપિતની સારવાર હેઠળ છે. ડો. આચાર્યએ કત્તપિતના દર્દીને શોધવા ૧૩૦૦ થી વધુ નિદાન કેમ્પોમાં માનવ સેવા આપી છે. જે દર્દીઓમાં ચેહરા-હાથ તથા પગની વિકૃતિઓ આવી હતી, તેવા ૧૧૦૦ થી વધુ દર્દી ની વિનામૂલ્યે પ્લાસ્ટિક સર્જરી દ્વારા આ વિકૃતિઓ દૂર કરવામાં આવી છે.
મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટીની અસાધારણ સિધ્ધિ રકત્તપિતના રોગમુકત દર્દીઓનું સમાજમાં આર્થિક-સામાજીક સફળ પુનઃસ્થાપન નું છે રકત્તપિતનો દર્દી પોતાના પરિવાર સાથે ઘરમાં જ રહેવો જોઇએ. ૧૧૦૦ થી વધુ રોગમુકત દર્દીઓને તેમની ક્ષમતા-જરૂરિયાત મુજબ રેંકડી, સિલાઇ મશીન, અંબર ચરખા, ડ્રીલ મશીન, ખેતીકામ, લુહારીકામ, મોચીકામ, કડિયાકામ, વિગેરેના ઓજારો-કિટ વિનામૂલ્યે અપાવી પોતાની રોજગારી અર્થે આત્મનિર્ભર થયા છે. નાત-જાત-ધર્મના ભેદભાવ રાખ્યા સિવાય માત્ર માનવતાને લક્ષ્યમાં
રાખી આ કાર્યક્રમો યોજવામાં આવે છે. તમામ દર્દીઓ પોતાના પરિવાર સાથે રહી સ્વમાનભેર કામ ધંધો કરી સાર્થક જીવન જીવી રહયા છે.
૧૯૭૭ માં એક સમય એવો હતો કે ખવાઇ ગયેલા હાથ-પગ અને તેમાં પડી ગયેલા જીવડા ઉપર પાટા બાંધી ઠેલણ ગાડીમાં જાહેર સ્થળો જેવાકે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મંદિરો જેવા જાહેર સ્થળોએ આવા સ્કત્તપિતના દર્દીઓ ભીખ માંગતા હોય. છેલ્લા ૪૫ વર્ષથી ‘મિશન લેપ્રસી’ ના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં આવા તમામ દર્દીઓ સાજા થઇ પોતાની રોજી રોટી કમાતા થઇ ગયા છે. હવે હાથ પગે પાટા બાંધી ઠેલણ ગાડીમાં ભીક્ષા માગતા રકત્તપિતના દર્દીઓ જોવા મળતા નથી. આમ રકતપિતના દર્દીના સેવાકીય પ્રવૃતિ પરિણામદાયી બની રહી છે.
- bgb 8758659878•
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025