મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બંધારણીય હક અને ફરજોનુ પાલન કરવા ભાણવડ મામલતદાર નુ આહવાન
News Jamnagar January 27, 2022
બંધારણીય હક અને ફરજોનુ પાલન કરવા ભાણવડ મામલતદાર નુ આહવાન
૭૩ મા પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ગરીમામય ઉજવણી કાટકોલામાં
દેશભક્તિનો બન્યો માહોલ…..બહેનો બાળકો આગેવાનો સૌ હોંશે હોંશે જોડાયા
જામનગર ( ભરત ભોગાયતા)
દેશભરની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામા ભાણવડ તાલૂકામા અનોખી રીતે પ્રજાસતાક પર્વની ઉજવણી થઇ હતી ગત તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આ પર્વ ની ગરીમામય ઉજવણી થઇ હતી જેમા મનનીય સંબોધન કરતા બંધારણીય હક અને ફરજોનુ પાલન કરવા ભાણવડ મામલતદાર દક્ષાબેનએ આહવાન કર્યુ હતુ
અહી ૭૩ મા પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કાટકોલામાં યોજાયેલી હતી ત્યારે ધ્વજવંદન સંબોધન સન્માન વૃક્ષારોપણ રસીકરણ માર્ગદર્શન એકતા સ્વચ્છતા અભિયાન વગેરે બહુ આયામી ઉજવણી એક રાષ્ટ્રભાવ સાથે સામાજીક અને નાગરીક તરીકે વ્યક્તિગત એમ બંને રીતે કર્તવ્ય બોધ જેવુ આયોજન મામલતદાર રીંડાણીમેડમ ના માર્ગદર્શન હેઠળ યોજાયુ હતુ તેમજ સમગ્રપણે દેશભક્તિનો માહોલ બન્યો હતો ખાસ કરીને આ પર્વની તાલુકા કક્ષાની આ ઉજવણી માં બહેનો બાળકો આગેવાનો સૌ હોંશે હોંશે જોડાયા હતા•
મામલતદાર કુ. દક્ષાબેને જણાવ્યુ હતુ કે પ્રજાસતાક પર્વ એ લોકતાંત્રીક વ્યવસ્થા અમલીકરણ નુ પર્વ છે આ રાષ્ટ્રીય પર્વ એટલે છે કે સંપુર્ણ ભારતમા શ્રેષ્ઠ બંધારણ ને અમલમા મુકાયાનો આ દિવસ છે જેમા લોકશાહીના મુલ્યો તેમજ વ્યક્તિ વ્યવસ્થા અને વહીવટ ને એક દિશા નિર્દેશ સમાન છે જે આપણો રાષ્ટ્રધર્મ હોઇ તેનુ પાલન કરવુ એ આપણુ ગૌરવ છે અને દેશની વ્યવસ્થાની ગરીમા છે આ તકે મામલતદારે સરપંચ સહિતના આગેવાનો સાથે જરૂરી બાબતોની અમલવારી કરવા સુચન કર્યુ હતુ તેમજ શ્રેષ્ઠ આયોજન ને માટે જહેમત ઉઠાવનાર સૌ ને બિરદાવ્યા હતા ખાસ કરી ને સાચુ ભારત ગામડામા વસે છે……તે પ્રતિબિંબ ને વધુ ઉજાગર કરવા તાલુકા કક્ષાની ઉજવણી કાટકોલામા કરવામા આવી હતી
આ તકે વિદ્યાર્થીઓ સરપંચ શીલ્પાબેન કરમુર જી.પં. સભ્ય કે.ડી.કરમુર આ ભાણવડ પંથકના જાગતા પ્રહરી મારખીભાઇ વરૂ તલાટી રાયમલભાઇ તા.પં. પ્રમુખ માલદેભાઇ રાવલીયા ઉપ પ્રમુખ રસીકભાઇ અગ્રણીઓ હરદાસભાઇ – ભરતભાઇ વાઘેલા ગ્રામજનો વગેરે પ્રજાસતાકપર્વની ઉજવણીમા દેશભક્તિના થનગનાટ સાથે જોડાયા હતા
તસવીર મીત ( અમીત) મારખીભાઇ વરૂ •
bgb 8758659878
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025