મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકાધીશજીના દર્શન સાથે પ્રવાસનિદર્શન લ્હાવો
News Jamnagar February 06, 2022
દ્વારકાધીશજીના દર્શન સાથે પ્રવાસનિદર્શન લ્હાવો
યાત્રાધામ દ્વારકાનગરીમા યાત્રીકો માટે વધુ એક સુવિધા
પ્રવાસન વિભાગની ડબલડેકર બસ નું આગમન
ટૂંક સમયમાં યાત્રિકો માટે થશે
પ્રારંભ
હાલારના બંને જિલ્લાઓની વેપાર ઉદ્યોગ વિકાસ સાથે પ્રવાસન યાત્રામા પણ વિશ્ર્વફલક ઉપર પ્રગતિ
જામનગર/દ્વારકા.( ભરત ભોગાયતા)
યાત્રાધામ દ્વારકાનગરીમા યાત્રીકો માટે વધુ એક સુવિધા મળી છેજેમાં પ્રવાસન વિભાગની ડબલડેકર બસ નું આગમન થયુ છે અને ટૂંક સમયમાં યાત્રિકો માટે આ સેવા શરૂ થશે તેમ જાણવા મળ્યુ છે
હાલારના બંને જિલ્લાઓની વેપાર ઉદ્યોગ વિકાસ સાથે પ્રવાસન યાત્રામા પણ વિશ્ર્વફલક ઉપર પ્રગતિ થઇ રહી છે એક તરફ સુરક્ષા ની પાંખોના થાણા સેન્ટ્રલ ગર્વન્મેન્ટ ની મહત્વની કચેરીઓ તેમજ સૈનિક સ્કુલ સુપ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિર સહિતના ધાર્મિક સ્થળો સાથે પ્રવાસન અનેવયાત્રા ના સમન્વય સમાન કોયલા ડુંગર બરડા ડુંગર ગોપ ડુંગર ઉમીયાધામ સીદસર બેટદ્વારકા યાત્રાધામ દ્વારકા શીવરાજપુર ઇન્ટરનેશનલ બીચ તો વળી જામનફર શહેર એક તરફ છોટી કાશી સાથે વેપાર ધંધા જેમકે બ્રાસ ઉદ્યોગ બાંધણી ઉદ્યોગ એ આગવી ઓળખ છે તો ખીજડીયા પક્ષી અભયારણ્ય તેમજ મરીનપાર્ક અને મરીન સેંક્ચ્યુરી ઉપરાંત વિશાળ દરિયા કિનારો ખનીજ મીઠા સહિતના ઉદ્યોગો રીફાઇનરીઝ સોડાએશ પ્લાન્ટ પાવર પ્લાન્ટસ હાઇવેઝ માળખાકીય સુવિધાઓ અને દરેક ક્ષેત્રમા હજુય વિકસતી ક્ષીતિજો સાથે સાથે વધતી સુવિધાઓથી વિસ્તારો પ્રગતિમા છે
ત્યારે દ્વારકા શિવરાજપુર અને આસપાસના પ્રાચીન તીર્થ ક્ષેત્રના પ્રવાસ માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દ્વારકા ફાઉન્ડેશન અને પિંક ટ્રાવેલ્સના સહયોગથી ટૂંક સમયમાં જ પ્રવાસી યાત્રિકો તથા દ્વારકાના સ્થાનિકો, પ્રવાસનોની મુલાકાત લઈ શકે તેવા હેતુથી ડબલડેકર આરામદાયક, અલાયદી બસ સેવા શરૂ થનાર છે. આજે સવારે જગતમંદિર પાસે આવેલા નવા ગોમતીઘાટ પાસેના કીર્તિ સ્તંભ પાસે ડબલડેકર બસ સેવાનું વિધિવત શાસ્ત્રોક વિધી સાથે ગૂગળી બ્રાહ્મણોને પૂજન કર્યું હતું.
હોટેલ એસોસિયેશનના સેક્રેટરી રવિ બારાઇ તથા પ્રવાસન વિભાગના અશોકભાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. દ્વારકા પર્યટક સ્થળોને જોડતી આ સર્કિટ બસ સેવા દ્વારકા મંદિર પરિસરથી ગોમતી ઘાટ, ગાયત્રી બીચ, ભડકેશ્વર બીચ, શિવરાજપુર બીચ, મોમાઈ ધામ, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ વગેરે સ્થળોના પ્રવાસીક યાત્રિકોને દર્શન કરાવશે. તાજેતરમાં ગુજરાત પ્રવાસન વિભાગના નવા નિમાયેલા એમડી આલોક પાંડે દ્વારકાની મુલાકાતે આવેલ, ત્યારે દ્વારકાના વિકાસ માટેની તથા પ્રવાસીઓ યાત્રિકોની સુવિધાઓની વધુ ગતિ આપવા જણાવ્યું હતું.
પુરક વિગતો અને તસવીરો::: સુભાષસિંઘ લોહાનીવાલ-દ્વારકા
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024