મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મતદાર એ લોકશાહી શાસન પ્રણાલીનો પ્રાણ છે તો રીલેટેડ તમામ પ્રક્રિયા એ,આખરી તબક્કો એટલે ચુંટણી નો ધબકાર છે--દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા
News Jamnagar February 14, 2022
મતદાર એ લોકશાહી શાસન પ્રણાલીનો પ્રાણ છે તો રીલેટેડ તમામ પ્રક્રિયા એ,આખરી તબક્કો એટલે ચુંટણી નો ધબકાર છે–દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા
જનજાગૃતિ એ જ સમગ્ર રાષ્ટ્રને ધબકતુ રાખે છે–સરકારી વિભાગો તે માટે સજ્જ છે—ડીડીઓ દ્વારકા જિલ્લો ધર્મેન્દ્રસિંહ જાડેજા
જિલ્લામા મતદારયાદી સુધારણા ની સફળ કાર્યવાહી બાદ હવે “મતદાર મહત્વ ” ઝુંબેશ ને દરેક સુધી પહોંચાડવા ભારતના ચુંટણીપંચના નિર્દેશ અનુસાર મહત્વના કાર્યક્રમોની હારમાળાઓ યોજાશે–નાયબ જિલ્લા ચુંટણી અધીકારી ગોવિંદસિંહ રાઠોડ
……….દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર એ કરી અપીલ કે…. પ્રથમ રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઇનામો
જામનગર ( ભરત ભોગાયતા)
ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત મતદાર જાગૃતિ સ્પર્ધા – “મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે જે માટે 15 માર્ચ, 2022 સુધી પ્રવેશો સ્વીકારવામાં આવશે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર એ કરી અપીલ કે…. પ્રથમ રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઇનામો એ દિશામા સઘન અને માર્ગદર્શક સાથે પરીણામલક્ષી આયોજન થયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા ( IAS)ના સઘન માર્ગદર્શન હેઠળ ડે.કલે.ચુંટણી ગોવિંદસિંહ રાઠોડ અને ટીમની સંક્ષીપ્ત મતદાર યાદી સુધારણા ની સરાહનીય જહેમત ઉઠાવાઇ હતી તેમજટીમ દ્વારકામા ડીડીઓ ડી.જે.જાડેજા( IAS) તેમજ એડીશનલ કલેક્ટર કે.એમ.જાની પ્રાત અધીકારીઓ dso તેમહ deo સ્ટાફ જહેમત મા તો information dept. પ્રચાર પ્રસારમા એમ સૌ નો સાથ એ મતદાર યાદી જેવી ખુબ અગત્યની કામગીરી નીખરી આવી હતી
તેવખતેસમયબદ્ધતા-ચોક્સાઇ-સમર્પિતતા સાથે dycol.(નાયબ જિલ્લા ચુંટણી ધીકારી)ના મોટીવેશનથી તમામ સ્ટાફની સરાહનીય કામગીરી રહી હતી કેમકે
લોકશાહીનુ પર્વ સમયાનુસાર આવે તે પહેલાની સજ્જતા એટલે મતદારો ની નોંધણી…..હવે તેવીજ રીતે ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ 2022ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા- ‘મારો મત મારું ભવિષ્ય- એક મતની તાકાત’ શરુ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા SVEEP (સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસીપેશન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબુત બનાવવા માટે છે. તમામ વય જૂથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદેશ્ય ક્રાઉડસોર્સિંગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનો છે.
જેમાં 1. થીમ (વિષય) : “મારો મત એ મારું ભવિષ્ય છે. એક મતની તાકાત”
2. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે જેમાં ક્વિઝ રપર્ધા, સ્લોગન સ્પર્ધા, વિડીયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડીઝાઈન સ્પર્ધાનો સમાવેશ થાય છે. A – ક્વિઝ સ્પર્ધા : ક્વિઝ સ્પર્ધા દેશમાં ચૂંટણી પ્રક્રિયા અંગે સહભાગીઓની જાગરૂકતા
અને જિજ્ઞાસાને જગાડવા માટે છે. સ્પર્ધાના 3 તરો (સરળ, મધ્યમ અને મુશ્કેલ)હશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ ભાગ લેનારાઓને ઈ-પ્રમાણપત્રમળશે.
B – સુત્ર સ્પર્ધા : સ્પર્ધામાં ભાગ લો અને અન્ય લોકોને પ્રેરણા આપવા ઉપરોક્ત થીમ (વિષય) પર તમારા શબ્દોને આકર્ષક સ્લોગનમાં વણી લો.
c – ગીત સ્પર્ધા : ગીત સ્પર્ધાનો ઉદેશ્ય પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે જે ક્લાસિકલ, કન્ટેમ્પરી, ૨૫ વગેરે સહીત કોઇપણ ગીતના સ્વરૂપ દ્વારા કલાત્મક અને સર્જનાત્મક રીતે રજુ કરવાનો રહેશે. સહભાગીઓ ઉપરોક્ત થીમ (વિષય) પર સ્વ
રચિત રચનાઓ બનાવી અને શેર કરી શકે છે. કલાકારો અને ગાયકો તેમની પસંદીના કોઇપણ સંગીતના સાધનનો ઉપયોગ કરી શકે છે. ગીતનો સમયગાળો 3 મિનિટથી વધુ ન હોવો જોઈએ.
D – વિડીયો મેકિંગ સ્પર્ધા : વિડીયો મેકિંગ કોન્ટેસ્ટ તમામ કેમેરા પ્રેમીઓને ભારતીય ચૂંટણીઓની વિવિધતા અને ઉત્સવની ઉજવણી કરતા વિડીયો બનાવવાની તક પૂરી પાડે છે. સ્પર્ધાની મુખ્ય થીમ (વિષય) સિવાય, નીચેની થીમ્સ પણ સહભાગીઓ અજમાવી શકે જેમ કે માહિતી સભર અને નૈતિક મતદાનનું મહત્વ (પ્રલોભન મુક્ત મતદાન) અને મતની શક્તિ મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરીકો, યુવાન અને પ્રથમ વખતના મતદારો માટે મતદાનનું મહત્વ દર્શાવતા વિડીયો નો સમાવેશ થાય છે
જે માટે ભાગ લેનારરચિત રચનાઓ બનાવી અને શેર કરી શકે છે. કલાકારો અને ગાયકો તેમની પસંદગીના કોઇપણ સંગીતના સાધનનો ઉપયોગ કરી શકે છે. ગીતનો સમયગાળો 3 મિનિટથી વધુ ન હોવો જોઈએ.
D – વિડીયો મેકિંગ સ્પર્ધા : વિડીયો મેકિંગ કોન્ટેસ્ટ તમામ કેમેરા પ્રેમીઓને ભારતીય ચૂંટણીઓની વિવિધતા અને ઉત્સવની ઉજવણી કરતા વિડીયો બનાવવાની તક પૂરી પાડે છે. સ્પર્ધાની મુખ્ય થીમ (વિષય) સિવાય, નીચેની થીમ્સ પણ સહભાગીઓ અજમાવી શકે જેમ કે માહિતી સભર અને નૈતિક મતદાનનું મહત્વ (પ્રલોભન મુક્ત મતદાન) અને મતની શક્તિઃ મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરીકો, યુવાન અને પ્રથમ વખતના મતદારો માટે મતદાનનું મહત્વ દર્શાવતા વિડીયો સહભાગીઓએ ઉપરોક્ત થીમ્સમાંથી કોઇપણ એક પર વિડીયો બનાવવાનો રહેશે જે વિડીયો માત્ર એક-મિનીટનો રહેશે.
વિડીયો, ગીત અને સ્લોગન સ્પર્ધા માટેની એન્ટ્રી ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં દર્શાવેલ કોઇપણ અધિકૃત ભાષામાં રજૂ કરવાનો રહેશે.
E પોસ્ટર ડીઝાઈન સ્પર્ધા : આ સ્પર્ધા કલા અને ડીઝાઈનના ઉત્સાહીઓ માટે છે જેઓ સ્પર્ધાની થીમ (વિષય) પર વિચાર-પ્રેરક પોસ્ટરો બનાવશે. સદ્ભાગીઓ થીમ પર ડીજીટલ પોસ્ટર, સ્કેચ અથવા જાતે દોરેલા પોસ્ટર રજૂ કરી શકે છે.
3. સ્પર્ધા શ્રેણીઓ
* સંસ્થાકીય કેટેગરીનો અર્થ છે શૈક્ષણિક સંસ્થાઓ/સંસ્થાઓ જેમ કે શાળાઓ, કોલેજો, યુનીવર્સીટીઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓ
• વ્યાવસાયિક કેટેગરીનો અર્થ એવી વ્યક્તિ છે કે જેની આજીવિકાનો મુખ્ય સ્રોત વિડીયો મેકિંગ/પોસ્ટર ડીઝાઈનિંગ ગાયન અથવા એવા કોઇપણ સ્વરૂપમાં કામ કરે છે જ્યાં આવકનો મુખ્ય સ્ત્રોત વિડીયો મેકિંગ/પોસ્ટર મેકિંગ ગાયન દ્વારા હોય તેને વ્યવસાયિક’ ગણવામાં આવશે. જો કૃતિ પસંદ કરવામાં આવે, તો સહભાગીએ “વ્યવસાયિક” શ્રેણી હોવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવું પડશે.
• એમેચ્યોર (કલાપ્રેમી કેટેગરીનો અર્થ એવો થાય છે કે શોખથી કે સર્જનાત્મક સ્વભાવથી વિડીયો/પોસ્ટર ડીઝાઈનિંગ/ ગાયન કરતા હોય પરંતુ તેણી તેના મુખ્ય આવકનો સ્ત્રોત અન્ય કોઈ માધ્યમથી હોવો જોઈએ.
આમ ખુબ રસપ્રદ ઉત્સાહવર્ધક આયોજનો થયાનુ નાયબ જીલ્લા ચુંટણી અધીકારી રાઠોડ એ જણાવ્યુ છે
bgb 8758659878
તસવીરો– ફાઇલ તસવીર તેમજ સીમ્બોલીક..
પુરક વિગતો–રામકૃષ્ણ રાજ્યગુરૂ•
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024