મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
healthy MEDIA session જામનગર દરેક આયામ થી કેવુ હોય? bjp પરિસંવાદ
News Jamnagar February 18, 2022
જામનગર દરેક આયામથી કેવુ હોવુ જોઇએ…હજુ શુ હોવુ જોઇએ ??શહેર-જિલ્લાના સૌ પરીપક્વ કલમકસબીઓએ રેસીપ્રોકેટ કરતા..બન્યુ BEST સેશન–
bjpસીટી-જિલ્લાથી માંડી પ્રદેશ સુધીના જવાબદારો ની ઉપસ્થિતિમાં………માધ્યમો સેતુ છે-શાસન,પ્રશાસન અને પ્રજા વચ્ચે–ની થઇ પ્રતિતિ
સોશ્યલ મીડીયાના આક્રમણ વચ્ચે પણ હજુ એ જ ક્રેઝ છે કે….”છાપા મા આવી ગયુ…?? ….હે…..શુ ક્યોછ તમે આટલી વારમાં ટીવીમા લાઇવ ( ઘણા “લાય” બોલે છે ) આવી ગયુ?? …..આ બધાની ઇફેક્ટ હોય છે
સૌ સાથે સંવાદ જાળવી ને….. હા……વેબ ન્યુઝ– લાઇવ સોશ્યલ મીડીયા અને દરેક પ્લેટફોર્મ પુરક ચોક્કસ બને છે …………દરેક માધ્યમોનુ મહત્વ છે ……તેને સમર્થન આપવા પ્રદેશ ભાજપ નો આ પ્રયાસ જામનગરમા સફળતાથી ઉભરી આવ્યો–પત્રકારની કલમ ને કસબીઓને આદર એ લોકશાહીના સ્તંભ નુ સન્માન ગણાય……સન્માન માત્ર પુષ્પ ગુચ્છ કે સ્મૃતિ ચિહન કે એવોર્ડ થી જ નહી….સારો વ્યવહાર-વાતચીત-સત્કાર પુર્વક હેલ્ધી ઇન્ફર્મેશન ની આપલે મા પણ સન્માન તરી જ આવે…..ભાઇ ઋત્વીજ BRAVO….
……સ્થાનીક સંગઠન નુ ગંભીરતા પુર્વકનુ પ્રદાન તો પ્રદેશ ભાજપ તજજ્ઞો ની પરીપક્વતા નીખરી આવી
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર જિલ્લા (ગ્રામ્ય) દ્વારા મીડિયા સંવાદ બેઠક યોજાઈ
જામનગર ( ભરત ભોગાયતા)
એમ કહેવાય છે કે અન્ન તેવુ મન …તેવી જ રીતે ચિંતકો કહે છે કે ” વિચાર તેવુ વ્યક્તિત્વ” આ બાબતની પ્રતિતિ જામનગર મીડીયા એ દર્શાવતા ભાજપ નો સેમીનાર સંવાદ પરીસંવાદ જે કહો તે ટુંકમા ગેટ ટુ ગેધર તે પણ સ્થાનીક થી માંડી પ્રદેશ ભાજપ ના જવાબદારોની ઉપસ્થિતિમા યોજાયુ તેમા થઇ
કલમ કસબી અનેક લોકો સાથે પ્રત્યક્ષ પરોક્ષ સંકળાયેલા હોય છે સમાજમા દોર ની જેમ પરોવાયેલા હોય છે સમાચારો જ જાણે ખોરાક હોય છે માહિતીઓના આયામો તેમા પુષ્ટી કરે છે અને તે દરેક પાછળ પોતાના માધ્યમ દ્વારા જનતા માટે સીસ્ટમ માટે વિવિધ પ્રવૃતિઓના ઉત્કર્ષ માટે વ્યક્તિ નિખાર માટે અને ઘણુ બધુ….કર્યાનો સંતોષ હોય છે માટે પક્ષો સંગઠનો સંસ્થાઓ કેડર બેઝ આગેવાનો વ્યક્તિવિશેષો બીઝબેસમેન કે ગૃપ કે સેવા અને શિક્ષણ કે તાલીમ સંસ્થા કે વહીવટી તંત્ર જો સમયાંતરે પ્રેસમિલન રાખે તે જરૂરી તો છે જ ખુબ મહત્વનુ છે કેમકે દરેક બાબતો દર વખતે માધ્યમોમા સમાવી ન શકાય ત્યારે લોક વતી જે સવાલ જે સુચન અને જે માહિતી વગેરે…..પ્રસ્તુત કરી એક અવાજ પહોંચાડવાનો દરેક જાગૃત કલમકસબીઓનો પ્રયાસ તે દ્વારા થાય છે અને હાલાર સમગ્ર બે ય જિલ્લાનુ સદભાગ્ય છે કે દરેક પ્રકારના મીડીયા અને તેમના પ્રતિનિધીઓ સહાયકો અને સાથીઓ તેમજ ઓપ આપનાર સૌ એક અલગ છાપ ઉપસાવી સન્માનજનક સ્થાન મેળવ્યુ છે…..વગેરે સહિતના મુદા રાજકીય અને માધ્યમ સમીક્ષકો પાસેથી જાણવા મળી રહ્યા છે
આ અને આવી અનેક બાબતો નુ સંપુર્ણપણે મહત્વ સમજી ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરમા યોજાયેલ મીડીયા સાથેનુ ઇન્ટરએક્શન સફળ રહ્યુ છે તેમ સમીક્ષકો કહે છે
જામનગર દરેક આયામથી કેવુ હોવુ જોઇએ…હજુ શુ હોવુ જોઇએ ??શહેર-જિલ્લાના સૌ પરીપક્વ કલમકસબીઓએ રેસીપ્રોકેટ કરતા.. BEST સેશન બની રહ્યાનુ પણ જાણવા મળે છે
જેમા bjpસીટી-જિલ્લાથી માંડી પ્રદેશ સુધીના જવાબદારો ની ઉપસ્થિતિમાં………માધ્યમો સેતુ છે-શાસન,પ્રશાસન અને પ્રજા વચ્ચેનો તે બાબત ની પ્રતિતિ થયાનુ તારણ છે
સૌ જાણે છે કે સોશ્યલ મીડીયાના આક્રમણ વચ્ચે પણ હજુ એ જ ક્રેઝ છે કે….”છાપા મા આવી ગયુ…?? ….હે…..શુ ક્યો છ તમે ?? આટલી વારમાં ટીવીમા લાઇવ ( ઘણા “લાય” બોલે છે ) આવી ગયુ?? …..આ બધાની ઇફેક્ટ હોય છે
સૌ સાથે સંવાદ જાળવી ને….. હા……વેબ ન્યુઝ– લાઇવ સોશ્યલ મીડીયા અને દરેક પ્લેટફોર્મ પુરક ચોક્કસ બને છે …………દરેક માધ્યમોનુ મહત્વ છે ……તેને સમર્થન આપવા પ્રદેશ ભાજપ નો આ પ્રયાસ જામનગરમા સફળતાથી ઉભરી આવ્યો–પત્રકારની કલમ ને કસબીઓને આદર એ લોકશાહીના સ્તંભ નુ સન્માન ગણાય……સન્માન માત્ર પુષ્પ ગુચ્છ કે સ્મૃતિ ચિહન કે એવોર્ડ થી જ નહી….સારો વ્યવહાર-વાતચીત-સત્કાર પુર્વક હેલ્ધી ઇન્ફર્મેશન ની આપલે મા પણ સન્માન તરી જ આવે માટે યુવા તેમજ નીવડેલા નેતાઓ ની જહેમત તો હતી જ સાથે જ એક વ્યક્તિત્વ જેને અસર છોડી તે ……ભાઇ ઋત્વીજ BRAVO….!!! એમ પણ અમુક નુ મંતવ્ય છે
આ કાર્યક્રમ વખતે સ્થાનીક સંગઠન નુ ગંભીરતા પુર્વકનુ પ્રદાન તો પ્રદેશ ભાજપ તજજ્ઞો ની પરીપક્વતા નીખરી આવીવતેની પણ નોંધ લેવી ઘટે
આમ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અને જામનગર જિલ્લા (ગ્રામ્ય) દ્વારા મીડિયા સંવાદ બેઠક યોજાઈ હતી તે અંગે જાહેર થયા મુજબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ ની સૂચનાથી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગના કન્વિનર યજ્ઞેશભાઇ દવે અને યમલભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના પ્રમુખ વિમલભાઈ કગથરા તથા જામનગર જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરાની આગેવાનીમાં પ્રેસ / મીડિયા વિભાગ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તા, સૌરાષ્ટ્ર.ઝોન કન્વીનર, પ્રભારી સહીત શહેર જિલ્લા અધ્યક્ષ સાથે પત્રકારો, પ્રેસ પ્રતિનિધિઓએ ખુલ્લા મનથી ચર્ચા કરી હતિ જેમાં
પ્રદેશ મીડિયા પ્રવક્તા ડો. ઋત્વિજભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા વિભાગ કન્વીનર સુરેશભાઈ માંગુકિયા, જામનગર – દેવભૂમિ દ્વારકા મીડિયા કન્વીનર સુરેશ પરમાર, જામનગર જિલ્લા (ગ્રામ્ય) મીડિયા વિભાગ કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, જામનગર મહાનગર કન્વીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા વિભાગના સહકન્વીનર બાવનજીભાઇ સંઘાણી, શહેર મીડિયા વિભાગના દીપાબેન સોની, વિજયસિંહ જાડેજા દ્વારા જામનગરના પ્રેસ અને મિડીયા પ્રતિનિધિઓની ઓફીસોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તથા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પરિસંવાદ બેઠકમાં આશરે ૬૦ થી વધુ પ્રેસ મીડિયા પ્રતિનિધિઓએ જામનગર શહેર જિલ્લાની વિવિધ સમસ્યાઓ અંગે પ્રદેશ મીડિયા વિભાગ સહીત સ્થાનિક સંગઠનના હોદેદારો સાથે મુક્ત ચર્ચા કરી હતી
આ કાર્યક્રમમાં જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તા ડો. ઋત્વિજભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર સુરેશભાઈ માંગુકિયા, જામનગર શહેર જિલ્લા પ્રભારી સુરેશભાઈ પરમાર, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોશરાણી, પ્રદેશ કિશાન મોરચાના સુરેશભાઈ વસરા, જામનગર શહેર મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા વિભાગ કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, જામનગર શહેર સોસીયલ મીડિયા ઇન્ચાર્જ અશ્વિનભાઈ કોઠારી, જિલ્લા સહકન્વીનર બાવનજીભાઇ સાંગાણી, શહેર મીડિયા વિભાગના દીપાબેન સોની, વિજયસિંહ જાડેજા, અશોકભાઈ જાની, હેમતભાઈ ગોહિલ, સંજયભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદ કાર્યક્રમનું સફળ સંચાલન ભાર્ગવ ઠાકર દ્વારા કરવામાં આવ્યુ હતુ જામનગર શહેર મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.
એકંદર જોઇએ તો શાસક પક્ષ ભાજપનો આ પ્રયાસ સારો છે અને સુચન સ્વરૂપની દરેક પ્રસ્તુતી જે જામનગરના જાગતા પ્રહરીઓએ પરીપક્વતાથી ગંભીરતાથી અને વ્યાપક જનહિતમા હતી તેને સન્માનપુર્વક વિકાસ વ્યવસ્થામા આવરી લેવાય તો આ પ્રયાસ વધુ સરાહનીય ગણી શકાય કેમકે વિકાસ એટલે જનસુવિધા અને એ સુવિધા જે જનસુખાકારી માટે આવશ્યક છે માટે પ્રાથમીક સુવિધાઓ મા સલામતી સ્વચ્છતા પાણી ટ્રાફીક રસ્તા લાઇટ આરોગ્ય શિક્ષણ વહીવટી ગતિશીલતા વગેરેના જન સુવિધાઓના કામો અને વ્યવસ્થાઓ સંપુર્ણ પણે હોય તે બાદ મા રીક્રીએશનના વ્યક્તિત્વ વિકાસના રમતગમત અને કલાસંસ્કૃતિ ના નિખાર માટેના બધુ જ વધુ ઇઝી હોય વેપાર ઉદ્યોગ સંશોધન ની સાનુકુળતા હોય…..વગેરે વગેરે….જન જન સુધી પહોંચે અને જીવન નિર્વાહ લોકો તણાવ વગર વ્યવસાય નોકરી ધંધો શ્રમ કરી શકે ત્યારે આવી અનેક બાબતો મળીને વિકાસ થયો કેવાય માટે પ્રાથમીક સુવિધાઓ જનસુખાકારી વ્યક્તિત્વ વિકાસ અને પ્રગતિ જાહેર જીવન ની સુગમતા વગેરે સ્થાપીત કરવા હજુ શુ ખુટે છે ?? તે જાણવા આ પ્રકારના આયોજનો પત્રકારો સાથે મહત્વપુર્ણ બેઠક કરી જામનગરમા થયો તે મીડીયા જગત માટે મહત્વનુ તો છે જ સાથે શાસન પ્રણાલી માટે આ અનિવાર્ય અને આવશ્યક છે…..આવી અનેક બાબતો સમીક્ષાઓમા ઉભરી આવી છે
પુરક માહિતી પ્રેરણા….અકબર બક્ષી
bgb 87586598
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024