મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્મૃતિ-કૃતિ-કૃતજ્ઞતાનો સુભગ સમન્વય
News Jamnagar March 03, 2022
સ્મૃતિ-કૃતિ-કૃતજ્ઞતાનો સુભગ સમન્વય
કોઇ વિશેષણની જરૂર જ નથી કેમકે દિલની સરવાણી શબ્દોમા કંડારતા કવિનુ ખરૂ સન્માન કરતુ માદરે વતન
અધીકારી તરીકે ફરજ અને સાહિત્યકૃતિ સર્જન ના “અધિકારી” સુભગ સમન્વય…..
જામનગર ની વિશ્ર્વ પ્રસિદ્ધ આયુર્વેદ યુનિ. ના આસી.રજીસ્ટ્રાર ને જુસ્સો પુરો પાડતો ગામનો ઉમળકો
મનડાસર ગામની વિશેષ પ્રતિભા તરીકે કવિશ્રી ‘બેદિલ’નું સન્માન
અને ગામમાં કવિશ્રી ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ માર્ગ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર ની વિશ્ર્વ પ્રસિદ્ધ આયુર્વેદ યુનિ. ના આસી.રજીસ્ટ્રાર ને જુસ્સો પુરો પડે તેવી રીતે તેમના માદરે વતન ગામનો ઉમળકો સાંપડ્યો છે જે ગ્રામજનોની સુઝ અને દુરંદેશી સાથે રચનાકારનુ અહોભાગ્ય દર્શાવે છે કેમકે અધીકારી તો છે આ માન સન્માન ના પણ અધિકારી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મનડાસર ગામે સ્વ. પીતાંબરભાઈ ગણેશભાઈ ચાવડાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તા. 28 ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી મનડાસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ સવુબહેન બચુભાઈ ડાભી, તાલુકા પક્ષ-પ્રમુખ બચુભાઈ ડાભી, તાલુકા પંચાયતના સભ્ય માવજીભાઈ ડાભી, ગ્રામપંચાયતમાં ન્યાય સમિતિના ચેરમન રાઘવજી ચાવડા, તલાટી કમ મંત્રી ખોડાભાઈ રોજસરા, ગામ-આગેવાનો, આચાર્ય નિલેશભાઈ અને સાથી શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત મનડાસર ગામમાં વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એમ મંચસ્થ મહાનુભાવોએ પીતાંબરભાઈ ચાવડાના પુત્ર કવિશ્રી ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’નું અને કવિના માતા હંસાબહેનનું સન્માન કર્યું હતું. કવિ-સન્માન નિમિત્તે શાળાના આચાર્ય નિલેષભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ‘આટલી ઊંચી પોસ્ટે પહોંચ્યા પછી પણ એમણે એમના ગામને એમનાં હૃદયમાં રાખ્યું અને જ્યારે પણ તક મળી ત્યારે ઝડપી લીધી અને ગામને યાદ કર્યું અને આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયા. હું તમને એક પ્રેરણામૂર્તિની સામે આજે મૂકું છું. આપણા એક આદર્શ વ્યક્તિ છે, પ્રેરણામૂર્તિ છે. એ જ્યાં છે એનાથી પણ તમે આગળ વધો, પણ એમની જેમ ગામને સાથે જ રાખજો.’
ગ્રામપંચાયતના સભ્યો વતી સરપંચએ કહ્યું હતું કે ‘કવિડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ આપણા ગામનું ગૌરવ છે. મનડાસર ગામની અંદર જે સીસી રોડ અમે બનાવીશું તેનું નામ અમે કવિશ્રી ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ રાખીશું, જેથી ગામની અંદર આપણને અવારનવાર ખબર પડે કે મનડાસર ગામમાં કવિ છે. બહારથી મહેમાનો આવતા હોય, અધિકારીઓ આવતા હોય, કોઈ પણ મનડાસરની મુલાકાત લે તો એમને પણ થાય કે આ ગામમાં કવિ છે. આમ આપણા ગામના કવિનો એક રોડ, એક તકતી હોય, જેથી બાળકોને પણ લાગે કે હયાતીમાં હોય અને તકતી લાગે એટલે આમ મહેનત કરે.’
આમ, મનડાસર ગામવાસીઓએ કવિ ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ માર્ગની ઘોષણા કરીને ગામ સાથે કવિનો નાતો આજીવન જોડાઈ રહે તેવું વિશેષ સન્માન આપ્યું. કવિના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મનડાસર ગામની આ જાહેરાત કવિ-પરિવાર માટેનો ગામવાસીઓનો અદ્વિતીય પ્રેમ સૂચવે છે. પિતાની પુણ્યતિથિએ ગામ સાથેનો અતૂટ નાતો પુત્રના નામ સાથે આમ જોડાય એથી મોટી શ્રદ્ધાંજલિ બીજી શી હોઈ શકે!
ઉલ્લેખનીય છે કે કવિના સ્વ. પિતા પીતાંબરભાઈ મનડાસર ગામમાં 5 ધોરણ સુધી ભણ્યા હતા અને નાની ઉંમરે જ અમદાવાદ આવ્યા. પિતાનો 5 ધોરણનો અભ્યાસ અને પુત્રની કવિતા 10મા ધોરણમાં. આ પ્રસંગે ભાવવિભોર થતા કવિ બેદિલે પિતા ગઝલ રજૂ કરીને પિતાશ્રીને અંજલિ આપી હતી તેમજ ગામ અને શાળાનું સગપણ સદાય યાદ રહે એવા ઉમદા હેતુથી શાળામાંથી ધોરણ-6થી ધોરણ-10 સુધી જે કોઈ વિદ્યાર્થી શાળામાં પ્રથમ આવે તેના માટે અને વિશેષ ધોરણ-10માંથી જે દીકરી શાળામાં સર્વોચ્ચ ગુણ મેળવે તેના માટે વિવિધ રકમના પ્રોત્સાહક પારિતોષિકોની ઘોષણા કરી હતી, જે અંતર્ગત પ્રતિ વર્ષ ફેબ્રુઆરી માસમાં શાળામાં પારિતોષિક સમારોહ યોજવામાં આવશે. તદુપરાંત આગામી દિવસોમાં ગામમાં શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક વાતાવરણ વિકસે તેવા આશય સાથે મનડાસર કલ્સટરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને કલામહોત્સવનું આયોજન પ્રતિ વર્ષ ઑકટોબર માસમાં યોજવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કળાઓનો વિકાસ થાય.
કાર્યક્રમનાં અંતે ગામની શાળાના 437 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ અને ભોજન અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી ઇમરાનભાઈ બાદી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ તલાટી કમ મંત્રીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં સેતુરૂપ ભૂમિકા ચોટીલાના શિક્ષકશ્રી જયસુખ વાઘેલાએ ભજવી હતી.
______________________
—–સાહિત્ય કૃતિઓના સન્માન -એવોર્ડ
અત્રે નોંધનીય છે કે ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ ગુજરાતી સાહિત્યમાં કવિતા, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન ક્ષેત્રે કાર્યરત છે. એમણે સાયન્સ, આર્ટ્સ, કૉમર્સ, લૉ, કૉમ્યુનિકેશન, ગાંધી વિચાર અને સામાજિક વિજ્ઞાન એમ અનેક ક્ષેત્રે અભ્યાસ કરીને સમાજોપયોગી સાહિત્યિક સંશોધનો પણ કર્યા છે. આ યુવા સાહિત્યકારને નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન માટે સાહિત્ય અકાદમી, ભારત સરકારનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર-2013, ગુજરાત સરકારનો યુવા ગૌરવ પુરસ્કાર-2012, ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક-2012, દાસી જીવણ એવોર્ડ-2013-14, રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ-2016 ઉપરાંત શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ગુજરાત ટુરિઝમ ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ-2019-20 એનાયત થયેલા છે.
ડૉ. અશોક ચાવડા હાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પોતાની સાહિત્યિક કારકિર્દી અંતર્ગત માર્ચ-2017માં તેઓ આદરણીય રાષ્ટ્રપતિ સાથે ‘રાઇટર્સ ઇન રેસિડન્સ’ અંતગર્ત 15 દિવસ રાષ્ટ્રપતિભવનના મહેમાન બન્યા હતા. અનેક સાહિત્યિક સંસ્થાઓ એમનું જોડાણ રહ્યું છે. જેમ કે ગુજરાતી લેખક મંડળમાં ખજાનચી તરીકે તો સાહિત્ય અકાદમી, દિલ્હીની સલાહકાર સમિતિમાં પણ એમણે સેવાઓ આપી છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં પણ તેઓ રહ્યા છે. એમની ગઝલ ‘દીકરી’ ધોરણ-10ના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં વક્તા તરીકે તેમજ ફિલ્મ ક્ષેત્રે સ્ક્રીપ્ટ રાઇટર, ગીતકાર તરીકે પણ કાર્યરત અશોક ચાવડાની સાહિત્યિક સફર વખતોવખત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોંખાતી રહી છે.
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024