મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ACB-P.I.ને સોંપાયુ ખાસ ટાસ્ક--ભાવનગર "વાસ્મો"માં ત્રાટક્યા
News Jamnagar March 05, 2022
જામનગર ACB-P.I.ને સોંપાયુ ખાસ ટાસ્ક–ભાવનગર “વાસ્મો”માં ત્રાટક્યા
ટેકનીકલ મેનેજર અને પટ્ટાવાળા “રોકડી” કરતા ઝડપાયા
“ખવાય” છે ઘણી જગ્યાએ પરંતુ છટકા ગોઠવવા એટલે ને ઘા ફેલ ન જાય તે માટે HOMEWORK બહુ કરવુ પડે છે માટે તો “સફળ ટ્રેપ” નોંધ લેવી પડે
ખાસ તો વાવડામા ઉડનારા જ્યારે લાંચમા ઝડપાય ત્યારે બકરી થય જાય તે જોવા જેવુ હોય છે તેવો નજરે જોનારાઓનો અભિપ્રાય
જામનગરમા પણ ફોરેસ્ટ તાબાના સ્વતંત્ર પ્રોજેક્ટસ…..પંચાયત ના આંશીક તાબાની યોજનાકીય કચેરીઓમા પણ કોઇ કોઇ “કાતરી”રહ્યાની ચર્ચા અને વોટર-સેનીટેશન-ઇરીગેશન-ગોડાઉન-લેબર-ખનીજ-સીટી સર્વે-શિક્ષણ-ટેક્સ લગત કચેરીઓ-ગ્રામ્ય લગત અનેક કચેરીઓમા અરજદારો કે એજન્સીઓને “ધક્કા”થાય તે પરોક્ષ “અપેક્ષા” જ છે…..હો ભાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર ACB-P.I.ને ખાસ ટાસ્ક સોંપાયુ હતુ અને તેઓ ભાવનગર “વાસ્મો”માં ત્રાટક્યા હતા અને ત્યાથીટેકનીકલ મેનેજર અને પટ્ટાવાળા “રોકડી” કરતા ઝડપી લીધા હતા
“ખવાય” છે ઘણી જગ્યાએ પરંતુ છટકા ગોઠવવા એટલે ને ઘા ફેલ ન જાય તે માટે ACB કચેરી એ ઠોસ વિગત સ્થળ નક્કી કરવા પોઇન્ટ આઉટ કરવુ અગાઉથી સરકારી પંચ નિયત કરવા ગોપનીયતા રાખવી ટ્રેપ ટ્રીક માટે ફરિયાદી ને ટ્રેઇન્ડ કરવા અને સક્સેસ્ બાદ મુદામાલ રીકવરી કેસનોંધણી કેસ ની વિગત અટકાયત પુછપરછ ઘણુ ઘણુ કરવા પહેલા નુ HOMEWORK પણ બહુ કરવુ પડે છે માટે તો “સફળ ટ્રેપ” નોંધ લેવી પડે છે આ ટ્રેપ પણ એવીજ હતી
_________________________
ટેમ્પરરી કર્મચારીઓ પણ લડી લે છે ને કઇ……!!
@@@@@@@@@@@@@
વળી જોવાની ખુબી એ છે કે કરાર આધારીત અને આઉટ સોર્સથી નોકરી કરનારા પણ ” લડી” જ લે છે તેનો દાખલો આ દરોડાથી સાબિત થયુ છે કેમકે અત્યાર સુધી ચર્ચાઓ હતી કે આવા અમુક ખુબ ઝરૂરીયાત વાળા યુવક યુવતિ હોય છે અને મર્યાદા મા રહી કામ કરે જ છે પરંતુ અમુક તો એવા દુષણ છે કે તેની તરતના ઉપરી માટે કમિશન એજન્ટ કે બ્રોકર બની રહ્યા છે અને સડસડાટ ખોટા રસ્તે ખોવાય છે પણ કઇક કઇક લાભ લે છે અને લગત કચેરી જ્યા આવુ થાય છે ત્યાના કાયમી કર્મચારી કે અધીકારીઓ આ લાલચુ થ્રુ બધુ કરાવીપોતે ટાઢે કોઠે લાભ મેળવતા હોય તેવુ નહી બનતુ હોય?? આ તો બધુ જોતા સવાલ થાય જ ને??
એક અવલોકન વરસોથી જોવા મળે છે કે ખાસ તો વાવડામા ઉડનારા જ્યારે લાંચમા ઝડપાય ત્યારે બકરી થય જાય તે જોવા જેવુ હોય છે તેવો નજરે જોનારાઓનો અભિપ્રાય છે
______________________
ઘણી કચેરીઓમા ભ્રષ્ટાચાર પરંતુ…..પકડવા અઘરા…..
@@@@@@@@@@@@
જામનગરમા પણ ફોરેસ્ટ તાબાના અને પા.પૂ. બોર્ડ–સંસ્થાસહાય–શ્રમકાર્યો ના અનેક અર્ધ કે સંપુર્ણ સ્વતંત્ર પ્રોજેક્ટસ.કચેરીઓના ….પંચાયત ના આંશીક તાબાની યોજનાકીય કચેરીઓમા પણ કોઇ કોઇ “કાતરી”રહ્યાની ચર્ચા અને વોટર-સેનીટેશન-ઇરીગેશન-ગોડાઉન-લેબર-ખનીજ-સીટી સર્વે-શિક્ષણ-ટેક્સ લગત કચેરીઓ-ગ્રામ્ય લગત અનેક કચેરીઓમા અરજદારો કે એજન્સીઓને “ધક્કા”થાય તે પરોક્ષ “અપેક્ષા” જ છે…..હો ભાઇ
_____________________
જામનગર પીઆઇ પરમારની છે…..ક ભાવનગરમાં સફળ ટ્રેપ
*એસીબી સફળ ટ્રેપ*
____________________
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : (૧) વિપુલ મધુસુદનભાઈ પટેલ, નોકરી- મેનેજર ટેક. તથા વધારાનો હવાલો ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર, વાસ્મો, ભાવનગર, (કરાર આધારિત)
(૨)પ્રકાશ પરષોત્તમભાઈ રાઠોડ, નોકરી -પટ્ટાવાળા (આઉટસોર્સ), વાસ્મો, ભાવનગર.
ગુનો બન્યા તા. ૦૪.૦૩.૨૦૨૨
લાંચની માંગણીની રકમ : રૂ.૩૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૩૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૩૫,૦૦૦/-
ગુનાનું સ્થળ : વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો), પહેલો માળ, સરદાર પટેલ મ્યુનિસિપાલિટી શોપીંગ સેન્ટર, સરદારનગર સર્કલ, ભાવનગર.
ટૂંક વિગત :
આ કામના ફરીયાદી એ વાસ્મો નું “હર ઘર જલ” ની યોજના નું કામ પેટા કોન્ટ્રાકટ માં રાખેલ હોય અને કામના આ ફરિયાદીના ૩ બીલ મંજુર કરેલ તેના બદલામાં ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.૩૫,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરેલ.આવી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરી, પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચના છટકા દરમિયાન આરોપી નં.(૧) નાએ માંગેલ લાંચની રકમ આરોપી નં. (૨)ને આપી દેવાની હેતુલક્ષી વાતચીત કરેલ અને આરોપી નં. (૨) એ આરોપી નં. (૧) વતી લાંચની રકમ સ્વીકારી, બંને આરોપીઓએ પકડાઈ જઈ ગુનો કર્યા બાબત
નોંધ : ઉપરોકત બંને આરોપીઓનાં કોવીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ટ્રેપિંગ અધિકારી :
શ્રી એ. ડી. પરમાર,
પોલીસ ઇન્સ્પેકટર,જામનગર તથા
જામનગર અને દેવભૂમિ દ્વારકા એસીબી પો.સ્ટે.નો સ્ટાફ
સુપરવિઝન અધિકારી :
શ્રી એ.પી.જાડેજા ,
મદદનીશ નિયામક,
એસીબી રાજકોટ એકમ, રાજકોટ
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025