મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જામનગર જિલ્લામાં ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન સેવાને સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ”
News Jamnagar March 07, 2022
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જામનગર જિલ્લામાં ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન સેવાને સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ”
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- સુચન- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી. તેમ જણાવી સૌ. કચ્છ કો ઓર્ડીનેટર તુષાર બાવરવાએ વિસ્તૃત વિગત આપી હતી
“૭ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા જામનગર જિલ્લામાં કુલ ૨૫૩૬૪ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવ, પુરું પાડવામાં આવ્યું છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને ૬૧૦૭ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે”. છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ મુખ્ય કેસોમાં ઘરેલું હિંસાના ૫૯૨, લગ્ન જીવનના વિખવાદના ૩૬,આડોશી–પાડોશી સાથેના જગડાના ૭૧, બાળકની કસ્ટડી ના ૩૪, ફોન પર કે શારીરિક પજવણીના ૫, ઘરેથી નીકળી ગયેલા–ભૂલા પડેલા–બિન વારસ માનસિક અસ્વસ્થ ના ૭૦, આત્મ હત્યાના પ્રયાસ કે વિચાર કરતા ૩, તેમજ અન્ય પ્રકારના ૪૧ થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવેલ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.
૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા કરેલ કામગીરી (Jan to Dec-2021) | જામનગર જિલ્લા |
|
4532 |
|
3592 |
|
940 |
|
630 |
|
262 |
|
48 |
લોકેશન:- જામનગર
કાઉન્સિલર:- પૂર્વી પોપટ |
Success Story:-1
Success Story:-2
|
- ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
- મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
- ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
- પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
- મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
- મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
- ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા
- જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
- કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
- મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
- શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
- લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
- જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
- કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
- માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
- આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025