મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિ.પં. કર્મચારી સંઘના હોદ્દેદારો અને તમામ શાખાધિકારીશ્રીઓની સંયુક્ત બેઠક મળી
News Jamnagar March 17, 2022
જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિ.પં. કર્મચારી સંઘના હોદ્દેદારો અને તમામ શાખાધિકારીશ્રીઓની સંયુક્ત બેઠક મળી
જામનગર ( ભરત ભોગાયતા)
કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે DDOશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવતી કર્મચારી સંઘના હોદ્દેદારો અને તમામ DyDDO કિર્તન રાઠોડ અને તમામ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક મળવા માટે કર્મચારી સંઘ દ્વારા રજૂઆત કરેલ. જે ધ્યાને લઈ DDO દ્વારા તા.૧૭/૦૩/૨૦૨૨ના રોજ આ બેઠક યોજવામાં આવી.
જીલ્લા પંચાયતના સભાગૃહમાં DDOશ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને તમામ શાખાધિકારીઓ અને કર્મચારી સંઘના હોદ્દેદારો સાથે આ બેથક રાખવામાં આવી હતી. આ બેઠક કર્મચારી સંઘની હોઈ, ગત બેઠકની માફક DDOશ્રીએ સંઘ દ્વારા જ બેઠકનું સંચાલન કરવાનું જણાવતા, કર્મચારી સંઘના સચિવ સેજપાલ શ્રીરામ દ્વારા બેઠકની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.
કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા DDOશ્રી અને ઉપસ્થિત તમામ વરિષ્ઠ અધિકારીઓને આવકારાયા.
બેઠકના એજન્ડામાં વિવિધ કેડરના ૦૯ પ્રશ્નો / રજૂઆતો મુકવામાં આવેલ. જેના માટે DDOશ્રીએ નિયમોનુસાર અને સમયસર નિરાકરણ લાવવા જે તે વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સુચના આપી. મુખ્ય પ્રશ્નો આ પ્રમાણે હતા.
1. બૃહદ જામનગર જિલ્લાનું વિભાજન થતા દેવભૂમિદ્વારકા જિલ્લાના શિક્ષકોના જી.પી.એફ. ખાતા નવા ખોલીને આ જિલ્લામાંથી ટ્રાન્સફર કરવાની કાર્યવાહી બાબતે DDOશ્રીએ દેવભૂમિ દ્વારકાના DDOશ્રી સાથે પરામર્શ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
2. અતિવૃષ્ટી-૨૦૨૧માં જામનગરની કેટલીક શાળાઓ પૂરગ્રસ્ત થવાથી શાળાના મકાનમાં પાણી-કાંપ ભરાઈ ગયેલ. જેની સાફસફાઈ જે તે શાળાના આચાર્યશ્રી/શિક્ષકશ્રીઓ દ્વારા પદરના ખર્ચે કરાવેલ. આ માટે ડીઝાસ્ટરની ગ્રાંટમાંથી શાળાદીઠ રૂ.૧૦,૦૦૦/-ની ગ્રાંટ આપવા માટે દરખાસ્ત તૈયાર કરવા જણાવ્યું.
3. કર્મચારી સંઘની ઓફીસ અતિવૃષ્ટી-૨૦૨૧માં જર્જરીત થઈ ગયેલ હોઈ, અને હાલ નવી જિલ્લા પંચાયત બનવાને ૨-૩ વર્ષ થવાની સંભાવના હોઈ, કામચલાઉ મરામત કરાવવા માટે ખર્ચના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા બાંધકામ વિભાગને જણાવ્યું.
4. જિલ્લા તથા તાલુકા મથકે સ્ટાફ ક્વાર્ટર અને રેસ્ટ હાઉસ જર્જરીત થયેલ હોઈ, નવા બનાવવા અગર આવશ્યક મરામત કરાવવા વિગતો મેળવવા બાંધકામ વિભાગને સુચના અપાઈ.
5. નજીકના સમયમાં સિ.કા. (હિસાબી), નાયબ હિસાબનીશ, FHW, MPHW કેડરના કર્મચારીઓને બઢતીઓ મળવાપાત્ર થતી હોઈ, બઢતી કમિટીની બેઠક સત્વરે બોલાવવા માટે મહેકમ શાખાને જણાવ્યું.
6. ગ્રામ સેવકોનું મહેકમ વધારવાની દરખાસ્ત તાત્કાલીક ધોરણે સરકારશ્રીમાં મોકલી આપવા ખેતી વિભાગને જણાવ્યું.
7. નાયબ ચિટનીસ/મ.તા.વિ.અ. સંવર્ગના પાત્રતા ધરાવતા કર્મચારીને બઢતી આપીને O.S. (ICDS)ની જગ્યા ભરવા બાબતે નિયમોનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
8. તલાટી મંત્રીઓને માંગણી મુજબના સ્થળે બદલી કરી આપવા માટે રજૂઆતને ધ્યાને લેવામાં આવી.
9. આરોગ્ય વિભાગના FHWને અંદાજે ૪ વર્ષ પહેલા આપેલા ટેકો મોબાઈલ હાલ જર્જરીત થયેલ હોઈ, નવા મોબાઈલ અપાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવા જણાવ્યું.
આ બેઠકમાં કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ઉપપ્રમુખ વી.પી.જાડેજા અને એન.એમ.ઓઝા, સચિવ/મંત્રી એસ.પી.સેજપાલ, ખજાનચી હરેશ હડીયા અને વિવિધ કેડર (જેવી કે શિક્ષક, તલાટી, આરોગ્ય, ટેકનીકલ મંડળ, મુખ્ય સેવિકા, CDPO, વહીવટી મંડળ, હિસાબી મંડળ, ગ્રામ સએવક, વિસ્તરણ અધિકારી વેગેરે)નું પ્રતિનિધિત્વ કરતા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમ સચિવ/મહામંત્રી પ્રમુખ એ જણાવ્યુ છે
bgb8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024