મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કાર્યકર્તાએ જ પક્ષની મોટી તાકાત છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ સાહેબ
News Jamnagar April 06, 2022
જામનગર
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સક્રિય સભ્ય સંમેલન યોજાયું
ભારતીય જનતા પાર્ટીએ વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી બની છે, જે કાર્યકર્તાઓ ને આભારી છે. કાર્યકર્તાઓ જ પક્ષ ની સાચી તાકાત હોય છે. અને ભારતીય જનતા પાર્ટીએ પેઇજ સમિતિ દ્વારા ઘરે ઘરે કાર્યકર્તા સ્થાપિત કરેલ છે. અને આ જ બાબત પક્ષ ની તાકાત બની છે. વિશેષથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે સંકળાયેલ રહી પક્ષની કામગીરીને જનજન સુધી પહોંચાડવાનું તથા પક્ષને વધુ ને વધુ મજબૂત બનાવવાનું કામ સક્રિય સભ્યો કરી રહ્યા છે. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના તમામ સક્રિય સભ્યો સાથે વર્ચુઅલ સંવાદ કરી વિશ્વમાં સહુથી મોટી બેઠક, સંમેલન નું આયોજન કરવામાં આવેલ.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજિત સક્રિય સભ્ય સંમેલનમાં જામનગર મહાનગરના પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થતિ રહેલ. તેઓએ પોતાના ઉદબોધનમાં કાર્યકતાઓની તાકાત અને સમર્પણની બાબત વર્ણવેલ.
આ તબક્કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ સાહેબએ વર્ચુઅલ ઉદબોધનમાં જણાવેલ કે, એટલું મોટું સંમેલન કદાચ વિશ્વમાં પ્રથમ વખત યોજાયુ જેમાં ૧૨૯૦૯૦ સક્રિય સભ્યો એક સાથે જોડાયા છે. માનનીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર.પાટીલ સાહેબ એ સૌ સક્રિય સભ્યોને અભિનંદન પાઠવેલ. તેઓ એ ઉદબોધનમાં જણાવેલ કે પ્રત્યેક સક્રિય સભ્યએ ઓછામાં ઓછા ૨૫ સભ્યોને જોડેલ છે, અર્થાત ૩૨,૨૭,૨૫૦ જેટલા સભ્યો સક્રિય સભ્યો થકી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, અને કાર્યકર્તાઓજે પક્ષની સાચી તાકાત છે. તેઓએ વિશેષ થી જણાવેલ કે નિસ્વાર્થ ભાવે પક્ષ સાથે જોડાયેલ કાર્યકર્તાઓ કોઈ જનહિતનું કાયદેશરનું કામ લઇ ગાંધીનગર આવે તો પ્રત્યેક ધારાસભ્ય, મંત્રી શ્રીઓ તેને પ્રાથમિકતા આપી રહ્યા છે. અને કાર્યકર્તાને સંતોષ થાય એ સ્તરે તેઓનું કામ પરિપૂર્ણ કરવા માનનીય ભુપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર તથા મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ કટિબદ્ધતા દાખવી રહ્યા છે. સક્રિય કાર્યકર્તાઓ, પેઈજ સમિતિ સભ્યો પક્ષની તાકાત છે કે ભારતીય જનતા પાર્ટી આગામી ગુજરાત વિધાનશાભાની ચૂંટણીમાં ૧૦૦% પરિણામો લાવશે. ચૂંટણી ક્યારે કરવી એ ચૂંટણી પંચ નક્કી કરશે. સંમેલનની પૂર્ણાહૂતિએ ભારતીય જનતા પાર્ટી સક્રિય સભ્યોને કાર્ડ એનાયત કરવામાં આવેલ.
જામનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ સંમેલનમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, સંગઠન પ્રભારી શ્રી અભયભાઈ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બાંમ્ભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, ડે મેયર તપન પરમાર, દંડક કેતન ગોશરાણી સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટર શ્રીઓ, યુવા મોરચા, મહિલા મોરચા, કિશાન મોરચા, એનું. મોરચા, સહીત વિવિધ મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, ભાજપ અગ્રણીઓ વોર્ડ પ્રમુખો – વોર્ડ સમિતિના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સહીત સક્રિય સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી પ્રકાશભાઈ બાંમભણીયા તથા મેરામનભાઈ ભાટુએ કરેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024