મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા પોલીસમા "પ્રેમસુખ"થી પ્રબળ ઉર્જાસંચાર
News Jamnagar April 06, 2022
જામનગર જિલ્લા પોલીસમા “પ્રેમસુખ”થી પ્રબળ ઉર્જાસંચાર–નિતેશ બન્યા દેવભૂમિના પોલીસવડા
નવા SP ડેરૂ એ ચાર્જ સંભાળતા જ વિગતો મેળવી—કાયદો વ્યવસ્થાની જાળવણી અને લોકોના જાન માલની રક્ષાનુ વિભાગનુ સુત્ર સાર્થક કરવાની દિશામા કરી પહેલ
જામનગર ( અકબર બક્ષી)
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગનુ એ સદભાગ્ય છે કે અમુક અધીકારીઓના નામ માત્ર જ સુખ શાંતિ સલામતી સેવા સુરક્ષા માટે પુરતા છે તેમાના જ એક એવા
જામનગર એસપીનો ચાર્જ પ્રેમસુખ ડેલુએ સંભાળ્યો છે જામનગર જિલ્લા પોલીસમા “પ્રેમસુખ”થી પ્રબળ ઉર્જાસંચાર થયો છે
નવા SP ડેરૂ એ ચાર્જ સંભાળતા જ વિગતો મેળવી અને કાયદો વ્યવસ્થાની જાળવણી અને લોકોના જાન માલની રક્ષાનુ વિભાગનુ સુત્ર સાર્થક કરવાની દિશામા કરી પહેલ શરૂ કરી દીધી છે
જામનગર પોલીસ અધિક્ષકનો આજે ચાર્જ વિધિવત રીતે પ્રેમસુખ ડેલુએ સંભાળ્યો છે, સંભાળતી વખતે જીલ્લાના તમામ DYSP, PI સહિતના ઉચ્ચ અધિકારીઓએ એસપી કચેરી ખાતે હાજર રહ્યા હતા, જામનગર ઇન્ચાર્જ એસપી નીતેશ પાંડેય ચાર્જ પ્રેમસુખ ડેલુને સોંપ્યો હતો ઉલ્લેખનીય છે નિતેશ પાંડેય દેવભૂમિ દ્વારકા જિલ્લાના sp બન્યા છે તેઓ પણ અધીકારી તરીકે સફળ રહ્યા છે તેમની આગવી પદ્ધતિથી ઇન્વેસ્ટીંગેશન ની આવડત પ્રસંશનીય છે
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યો ત્યારથી જ વિભાગ અને જિલ્લો બંને સતર્ક થઇ ગયા છે
તાજેતરમાં જ રાજ્યના 77 IPS અધિકારીઓની બદલી બઢતીઓ સરકાર દ્વારા કરવામાં આવી જેમાં જામનગર પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદ ડીસીપી ઝોન 7 માં ફરજ બજાવતા IPS અધિકારી પ્રેમસુખ ડેલુને મુકવામાં આવ્યા છે, સરકારમાંથી બદલીના ઓર્ડર બાદ પ્રેમસુખ ડેલુ એ જામનગર ખાતે પહોચી અને જામનગર SP તરીકેનો વિધિવત ચાર્જ સંભાળી અને તમામ DYSP, PI સહિતના અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી, અને કાયદો વ્યવસ્થા શહેર જીલ્લામાં જળવાઈ રહે તે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, નવા SP એ ચાર્જ સંભાળતા હવે જામનગર જીલ્લામાં પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અને સબ ઇન્સ્પેકટર કક્ષામાં જરૂરી લાગશે તો ફેરબદલ કરવામાં આવશે, વધુમાં LCB અને SOG પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નીનામાની બદલી થતા તે જગ્યા પણ ખાલી થઇ છે, ત્યારે જો ગૃહ વિભાગ આગામી દિવસોમાં જામનગરમાં નવા પોલીસ ઇન્સ્પેકટરો મુકે છે કે કેમ..? અને નહિતર આંતરિક ફેરબદલ પણ નવા એસપી કરશે તેવું લાગે છે. મહત્વનું છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુજરાત કેડરમાં રહેલા જાબાજ અને ઉચ્ચ લક્ષ્ય રાખનાર અધિકારીએ આજથી જામનગરની બાગડોર સંભાળી છે.ત્યારે હવે તેવો જીલ્લાના અભ્યાસ બાદ પોતાની કામગીરી આગળ ધપાવશે અને જામનગર ગુન્હાખોરી મુક્ત રહે તે દિશામાં તેવો પ્રયાસો કરશે તેમા બેમત નથી વળી સુઝબુઝ સાથે નાની વયમા સફળ આ IPS થી હાલાર ને વધુ સેવા સુરક્ષા અને શાંતિ તેમજ સલામતી મળશે તેવી જાણકારો આશા સેવે છે
bgb 8758659878
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024