મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેતીપ્રધાન રાષ્ટ્રમા ગુજરાતના કૃષીમંત્રીએ જણાવી ખુશખબર
News Jamnagar April 18, 2022
ખેતીપ્રધાન રાષ્ટ્રમા ગુજરાતના કૃષીમંત્રીએ જણાવી ખુશખબર
રાઘવજી પટેલ ડાઉન ટુ અર્થ રહી ખેતી અને ખેડૂત ઉત્કર્ષ માટે ઝઝુમે છે……..”પોરો” ખાતા જ નથી….
ગ્રામ્યજીવન પશુપાલક..ધરતીપુત્રોની.તમામ નાની મોટી તકલીફ દૂર શુ ન થાય?? પોતેજ પડકાર સ્વીકાર્યો ૭૭-જામ MLA અને કેબિનેટ મીનીસ્ટરે
ધરતીમાતાના પુત્રોમાટે હવે યુનિવર્સીટીમાં થી તૈયાર થતા “કિસાન+વિજ્ઞાન” સમન્વિત યુવાનો વધશે રીસર્ચ વધશે ખેત ઉત્પાદન ને વૈજ્ઞાનિક અભિગમ મળશે—રાઘવજી પટેલ
જામનગર ( ભરત ભોગાયતા)
ખેતીપ્રધાન રાષ્ટ્રમા ગુજરાતના કૃષીમંત્રીએ એક ખુશખબરજણાવી છે કેમકે રાઘવજી પટેલ ડાઉન ટુ અર્થ રહી ખેતી અને ખેડૂત ઉત્કર્ષ માટે ઝઝુમે છે……..”પોરો” ખાતા જ નથી….ત્યારે
ગ્રામ્યજીવન પશુપાલક..ધરતીપુત્રોની.તમામ નાની મોટી તકલીફ દૂર શુ ન થાય?? પોતેજ પડકાર સ્વીકારી ૭૭-જામ MLA અને કેબિનેટ મીનીસ્ટરે ખુબ જહેમત ઉઠાવી છે
ત્યારે ખુશખબર એ છે કેધરતીમાતાના પુત્રોમાટે હવે યુનિવર્સીટીમાં થી તૈયાર થતા “કિસાન+વિજ્ઞાન” સમન્વિત યુવાનો વધશે રીસર્ચ વધશે ખેત ઉત્પાદન ને વૈજ્ઞાનિક અભિગમ મળશે તેમ કેબિનેટ કૃષી મિનિસ્ટર રાઘવજી પટેલ એ એક મુલાકાતમા
સહર્ષ નિવેદન કરતા જણાવ્યુ છે
*રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*
¤ *કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકો ઉપરાંત ૩૦૦ જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ અપાશે:કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*
¤ *કૃષિ મંત્રી શ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક યોજાઈ*
*********
કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને અંદાજીત ૩૦૦ જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આ નિર્ણયથી રાજયના કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને લાભ થશે. તે ઉપરાંત વિદેશના વધુ વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા ભાર મુકવામાં આવ્યો છે. જે થકી અન્ય દેશોની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન વધુ મજબુત થશે. કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય વધુ સુદ્રઢ બને તે માટે જરૂરી ભરતી પ્રક્રિયાને વેગ આપવા મંત્રીશ્રીએ સંબંધિતોને સૂચના આપી હતી.
ગુજરાત રાજયમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ તથા ખેડૂતો માટે વિસ્તરણ પ્રવૃત્તિઓની સાથે વિવિધ પાકોમાં સંશોધન કાર્યવાહી હાથ કરવામાં આવે છે જેને બિરદાવવાની સાથે હજુ પણ વધુ ઉત્કૃષ્ટ સંશોધન કરી ખેડૂતોને સીધો ફાયદો થાય તે મુજબ આગામી વર્ષોમાં સંશોધન કાર્યો હાથ ધરવા કૃષિ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીએ કૃષિ યુનિવર્સિટીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય જેનો સીધો લાભ ખેડૂતો-વિદ્યાર્થીઓને મળે તે માટે પ્રયત્નશીલ રહેવા સૂચનો કર્યાં હતા.
આ બેઠકમાં ખેતી નિયામક, બાગાયત નિયામક, પશુપાલન નિયામક, આણંદ, નવસારી, જુનાગઢ તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તેમજ કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં રાજ્ય કક્ષાની માહિતી કચેરીના
જનક દેસાઈ તેમજ ભરતગાંગાણી એ આ સમગ્ર વિગતો માધ્યમો માટે સંકલન કરી પુરી પાડી છે તેમ મીનીસ્ટરના પીએ દિવ્ચેશ પટેલ એ જણાવ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024