મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના યુવા MBBS નુ પ્રેરકપગલુ
News Jamnagar May 10, 2022
જામનગરના યુવા MBBS નુ પ્રેરકપગલુ
છેવાડાના લોકોની તંદુરસ્તીની ચિંતા કરતા ફોરેન રીટર્ન તબીબ
જામનગરના ડોક્ટરએ નાના ગામમા સેવાભાવી સંસ્થામા મેડીકલ પ્રેક્ટીસ પસંદ કરી પરિવાર-સમાજ-જામનગરનુ વધાર્યુ ગૌરવ
છેવાડાના માનવી સુધી પહોંચવા skill india નો આયામ સાર્થક કરવાનો “ઉત્સવ” નો અભિગમ
જામનગર (ભરત ભોગાયતા)
લોકોની તંદુરસ્તીની ચિંતા કરતા ફોરેન રીટર્ન તબીબ….કઇક નવીન કઇક પ્રેરક લાગતા આ વાક્યને ચાલો સમજીએ.
જામનગરના ઉત્સવ ભરતભાઇ બોડા યુવાન ડોક્ટરએ નાના ગામમા સેવાભાવી સંસ્થામા મેડીકલ પ્રેક્ટીસ કરવાનુ પસંદ કરીને પરિવાર-સમાજ-જામનગરનુ ગૌરવ વધાર્યુ હોવાનો અભિપ્રાય જાણવા મળ્યો છે અનેછેવાડાના માનવી સુધી પહોંચવા skill india નો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીનો આયામ સાર્થક કરવાનો “ઉત્સવ” ( ડોક્ટરનુ નામ જ ઉત્સવ છે તે)નો અભિગમ સરાહનીય બની રહ્યો છે
સૌ સુખીથાય સૌ નિરામય થાય( આમ-આમય જ રોગના કારણમા હોય છે મોટાભાગની બિમારીનુ મુળ છે તેમ આપણી હજારો વર્ષ પ્રાચીન ચિકીત્સા જણાવે છે) તે હેતુ થી સેવાભાવી ટ્રસ્ટમા પ્રેક્ટીસ કરી દર્દી દેવો ભવ સાર્થક કરવા નાનુ સેન્ટર પસંદ કરી ફોરેન રીટર્ન જામનગર સીટીના યુવા તરવરીયા અને નોલેજથી ભરપુર યુવાન માટે સહેજે સૌ જાણકારો ના ઉદગાર નીકળે જ કે…………bravo Ubangi tsav•
સામાન્ય રીતે હાલ ડોક્ટર્સ મોટા સીટી મેગા સીટી કે કમ્ફર્ટઝોન વાળુ ડેસ્ટીનેશન કે સેન્ટર કે પોલીક્લીનીકસ ઇન મેટ્રોઝ પસંદ કરે છે પરંતુ આ તબીબે માણાવદર પાસેનુ બાંટવા ગામ પોતાની કારકીર્દીના પ્રારંભના અમુલ્ય સમય નો સદઉપયોગ કરવા પસંદ કર્યુ છે
પરંતુ જામનગરના ઉત્સવ ભરતભાઇ( રેપ્યુટેડ મરચન્ટ) બોડા એ નાના ગામ મા જઇ બિમારી દુ્ર કરી દરદીઓના જીવનમા તંદુરસ્તીનો ઉત્સવ ની સ્થિતિ કરવા સંકલ્પ કર્યો જેમાટે તેને માતા પિતા ના સંસ્કાર સલાહ અને શુભાષીસ નુ પ્રતિબિંબ ઝીલાયુ છે અને સર્વે સુખી થાય સર્વે તંદુરસ્ત રહે તે શાસ્ર નો ધ્યેય છે તે સાર્થક કરવાનો યજ્ઞ શાંત-મીલનસાર અને સુશીલ એવા ઉત્સવએ તેમના સાથી મિત્ર ડોક્ટર નૈમીષ હિરપરા સાથે આરંભ્યો છે જે અંગે અભિનંદન ની વર્ષા થઇ રહી છે
સ્વાસ્થ્ય અંગેના શાસ્રના ઉદેશ્ય અને આશય અંગેના સુત્રને ચરિતાર્થ કરતા બાંટવા અને આસપાસ વસતા ગરીબ પરિવારોને ઉપયોગી થઇ શકાય તેવા ઉમદા હેતુથી બાંટવા ખાતે અદ્યતન સુવિધા સાથે ૨૪ કલાક સારવાર આપતી એક માત્ર… શ્રી ગોપાલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પીટલ સુવિધાસભર બની છે તેમા આ બંને યુવા તબીબોએ સાબિત કર્યુ કે સંસ્કાર સિંચન અને માતાપિતાના પરોપકારનો ભાવ સંતાનો પરદેશ જાય તો પણ અકબંધ રહી શકે છે માટે જ જામનગરના ફોરેન રીટર્નMBBS એ સેવા કરવા મિત્ર ડોક્ટર સાથે નાનુ સેન્ટર બાંટવા પસંદ કર્યુ છે અને પ્રેરણા આપી છે
આ શ્રી ગોપાલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત”સીતારામ હોસ્પિટલ” નો શુભારંભ કુતિયાણા શ્રી બાલા હનુમાન આશ્રમના સંત પ્રાતઃ સ્મરણીય ૫.પૂ. વિશ્વભરદાસ બાપુના વરદ હસ્તે કરવામા આવ્યો હતો આ ‘સીતારામ હોસ્પિટલ’
જાનવી સ્કુલની સામે, જી.ઇ.બી. ઓફિસની બાજુમાં, માણાવદર રોડ-બાંટવા.( મો. 99790 99785) ના સ્થળે કાર્યરત છે
જેના ઉદઘાટન પ્રસંગે રમેશભાઇ ધડુક-સાંસદ- પોરબંદર તેમજ જવાહરભાઈ ચાવડા-ધારાસભ્ય (પુર્વ કેબીનેટ મંત્રી) ખાસ મહેમાન બન્યા હતા
નોંધપાત્ર બાબત એ છે કે
ગોપાલ સેવા સમાજ ટ્રસ્ટ ના
પ્રમુખ ઉમેદસિંહ જે. રાઠોડ ઉપપ્રમુખ રાજુબાપુ પુર્વ પ્રમુખ બી.સી.કાકડીયા સહિત સૌ સંચાલકો એ માનવસેવાનો ભેખ ધર્યો છે અને બાટવા માણાવદર સહિત આજુબાજુના ત્રીસથી વધુ ગામો માટે ની આધુનિક સુવિધાસભર હોસ્પીટલ કિફાયતી દરે સુવિધા આપવા અને દરદીઓ માટે સેવાભાવ નો ઉદેશ્ય રાખ્યાનુ જણાવ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025