મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શિક્ષણ અને કેળવણીનો સુભગ સમન્વય--જામનગરનુ ગૌરવ
News Jamnagar May 16, 2022
શિક્ષણ અને કેળવણીનો સુભગ સમન્વય–જામનગરનુ ગૌરવ
સન્માન અને એવોર્ડથી સામાજીક ઉતરદાયીત્વ વધે છે–કેળવણીકાર ભટ્ટ દંપતી
બ્રિલિયન્ટ સ્કુલ નામ મુજબ તેના તેજસ્વી તારલાઓથી ઝળહળે છે
શાળા સંકુલનુ જ્ઞાન જીવન ના કદમ કદમ પર પણ બાળકને પ્રગતિના સોપાન સર કરવા સક્ષમ બનાવે તે જ અમારી નેમ છે–ડાયરેક્ટર ઉસ્મિતાબેન
અમારી પ્રેરણા વિદ્યાર્થીઓ વાલીઓ માર્ગદર્શકો સમર્થકો વંદનીય ગુરૂજનો છે જે અમારા માટે ઉર્જાસ્રોત છે જેથી આત્મસંતોષ થાય તે દિશામા અમે નિત્ય નવુ તત્વાનુસંધન સાધીએ છીએ–ચેરમેન અશોકભાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરમા ત્રણ દાયકાથી કાર્યરત શૈક્ષણીક સંકુલ ધબકે છે તેવા બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કુલ બીજમાથી વટવૃક્ષ બન્યુ છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારીઓ માટે પાઠ્યપુસ્તક શિક્ષણ પ્રવાસ પ્રયોગ ઇતર પ્રવૃતિઓ ની તક સાથે સુષુપ્ત શક્તિઓ ખીલવવાની તક મળતી હોય
કારકીર્દી ઘડતર કરવાનુવિઝન મળે છે અને જ્યા વિદ્યાર્થી શિક્ષણ મેળવી ખીલે છે
સફળતાના મુક્ત ગગનમા સંસ્કાર અને કેળવણીના સદગુણોના સમન્વય સાથે વિહાર કરે છે જેનુ મુલ્યાંકન નિરીક્ષણ કરીએ ત્યારે સંતોષ થાય છે તેમ આ જ્ઞાનમંદિરના ડાયરેક્ટર ઉષ્મીતાબેન ભટ્ટ તેમજ ચેરમેન અશોકભાઇ ભટ્ટ જણાવે છે
અશોકભાઈ ભટ્ટ સર અને ઉસ્મિતાબેન ભટ્ટ મેડમ એ શિક્ષણ આપવામામા નિયમિત નવ્ય આયામો વિકસાવ્યા છે અને તેના અમલ કરી બાળકોમા સઘન શિક્ષણ તો મળે જ સાથે સાથે સંસ્કાર અને સમજણ નુ સિંચન થાય તે માટે ભેખ ધર્યો હોવાનુ અગણીત વાલીઓના તેમજ સમીક્ષકોના અભિપ્રાય મળ્યા છે અને આ જ પ્રમાણપત્ર એ ભટ્ટ દંપતિના માટે સાદર સન્માન છે અને પ્રેરણાબળ છે
જામનગરમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલસના સંચાલક
અશોકભાઈ ભટ્ટ સર અને તેમના પરિવાર દ્વારા જામનગર શહેરની મધ્યમાં આવેલ લીમડા લાઈન વિસ્તાર ખાતેથી શાળાની શરૂઆત વર્ષ 1990 થી કરવામાં આવી હતી
છેલ્લા ૩૦ થી વધુ વર્ષથી શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા હોવાથી ખૂબ સારો અનુભવ ધરાવતા હોવાના કારણે આજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તેમના માર્ગદર્શન હેઠળ અભ્યાસ આપી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ જ પાયારૂપ સાબિત થઈ રહ્યા છે
ખાનગી શાળાઓમાં એક નવો આયામ લઈને અશોકભાઈ ભટ્ટ સર અને ઉસ્મિતાબેન ભટ્ટ મેડમ દ્વારા ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને એક નવી દિશા આપી છે
વિદ્યાર્થીને માત્ર પુસ્તકના જ્ઞાન સાથે તેનો સંપૂર્ણ અને સર્વાંગી રમત-ગમત તેમજ આધુનિક ટેકનોલોજી સાથે વિકાસ થાય તે હેતુસરનો અભ્યાસ અનુભવી શિક્ષકોના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે તેમ પણ જાણવા મળ્યુ છે
@_________________
વધુ એક યશકલગી….
ખાસ નોંધપાત્ર બાબત એ છે સરકારી અર્ધસરકારી વિભાગો સંસ્થાઓ તેમજ અનેક ક્ષેત્રોમાંથી સન્માન મેળવનાર એવોર્ડ મેળવનાર આ સંસ્થામા એક મયુરપિંછ એ ઉમેરાયુ છે કે ગુજરાત ની જાણીતી ન્યુઝ ચેનલે તેમનુ બેસ્ટ સ્કુલ નો એવોર્ડથી સન્માનીત કરતા એક યશકલગી ઉમેરાય છે જો કે ભટ્ટ દંપતિએ આ એવોર્ડ સાદર સ્વીકારી આ સન્માન જ્ઞાન અને પરંપરાનુ સન્માન છે તેમ તદ્દન વિનમ્ર ભાવે જણાવ્યુ હતુ
@________________________વૈશ્ર્વિક મહામારી ના ગાળામા જરૂરી હોય તે વિનામુલ્યે જ્ઞાનયજ્ઞ પ્રજ્વલીત રાખ્યો
વિશ્વની સૌથી મોટી મહામારી એટલે કોરોના કાળમાં જે બાળકોએ પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા હોય અને અભ્યાસને ઝંખતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ શકાય તે પ્રકારનો નિર્ણય બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલસ દ્વારા લેવામાં આવ્યો જેના ભાગરૂપે તેમની શાળામાં 200 થી પણ વધુ વિદ્યાર્થીઓને નર્સરી થી લઈ ધોરણ 12 સુધી વિનામૂલ્યે અભ્યાસ કરવા કરોડો રૂપિયાની કિંમતની ફી માફી કરવામાં આવી છે જે ખૂબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે…
_______________________
@શિક્ષણ સાથે કેળવણી
શિક્ષણ તો સૌ આપે
પણ કેળવણી આપે તે સાચા શિક્ષક અને શિક્ષણવિદો કહે છે તેમ શિક્ષણ આપણ ને રોટલો કેમ રળવો તે માટે સક્ષમ બનાવે છે અને કેળવણી થી જ દરેક કોળીયો મીઠો લાગે……………..આ પરંપરાનુ જતન કરતી સંસ્થા એટલે બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ તેમ કહેતા વિદ્યાર્થીઓ ગૌરવ અનુભવે છે
@____________________
રી કોલ…..માટે રીપીટ
==શિક્ષણ અને કેળવણીનો સુભગ સમન્વય–જામનગરનુ ગૌરવ આ શૈક્ષણિક સંસ્થા
==સન્માન અને એવોર્ડથી સામાજીક ઉતરદાયીત્વ વધે છે–કેળવણીકાર ભટ્ટ દંપતી પ્રગતિની ટોચ ઉપર
==બ્રિલિયન્ટ સ્કુલ નામ મુજબ તેના તેજસ્વી તારલાઓથી ઝળહળે છે
==શાળા સંકુલનુ જ્ઞાન જીવન ના કદમ કદમ પર પણ બાળકને પ્રગતિના સોપાન સર કરવા સક્ષમ બનાવે તે જ અમારી નેમ છે–ડાયરેક્ટર ઉસ્મિતાબેન
==અમારી પ્રેરણા વિદ્યાર્થીઓ વાલીઓ માર્ગદર્શકો સમર્થકો વંદનીય ગુરૂજનો છે જે અમારા માટે ઉર્જાસ્રોત છે જેથી આત્મસંતોષ થાય તે દિશામા અમે નિત્ય નવુ તત્વાનુસંધન સાધીએ છીએ–ચેરમેન અશોકભાઇ”
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025