મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગંભીર બિમારી સામે ઝઝુમતી માસુમ માટે અપીલ
News Jamnagar May 16, 2022
ગંભીર બિમારી સામે ઝઝુમતી માસુમ માટે અપીલ
માનવતા સાદ પાડે છે બાળાને બચાવો
હાલારની હેતાંશી ગંભીર બીમારીની લપેટમાં–આર્થીક મદદ માટે પિતાનો પોકાર
જામનગર ( ભરત ભોગાયતા)
આપણા હાલારની એક માસુમ બાળા હેતાંશી ગંભીર બીમારીની લપેટમાં આવી ગઇ હોય બિમારી ગંભીર છે અને સારવાર ખર્ચ ખુબ જ હોઇ
માનવતા સાદ પાડે છે કે બાળાને બચાવો…..
જામનગરની હેતાંશી માટે ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર મેળવવા ઝોલ્જેન્સમાં ઇન્જેક્શન માટે 16 કરોડનો ખર્ચ થાય તે માટે પરિવારજનો પણ સક્ષમ નથી
એક તરફ 7 મહિનાની હેતાંશીને જી.જી. સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ હેતાંશી ને SMA-1 બિમારી હોવાનો રિપોર્ટ આવતાં પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. કારણ કે, આ બીમારી માટે ખૂબ જ ખર્ચાળ સારવાર કરવી પડે તેમ છે.
ભટ્ટી પરિવારની 7 મહિનાની એકમાત્ર લાડલી હેતાંશી સ્પાઈનલ મસ્ક્યુલર એન્ટ્રોફી પ્રકાર-1 (spinal muscular atrophy type 1 treatment) નામની ગંભીર બીમારી (Serious illness) સામે ઝઝૂમી રહી છે. હાલમાં તેની સારવાર માટે ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં (GG Hospital) તબીબો ખડે પગે છે. અત્યંત ગંભીર પ્રકારની આ બીમારીમાં સામાન્ય પરિવારને આવી પડેલ આફતમાં 16 કરોડ રૂપિયાના ઝોલ્જેન્સમાં ઇન્જેક્શનની સારવાર માટે તાતી જરૂર છે. તેવું તબીબો જણાવી રહ્યા છે.
જામનગરમાં રહેતા સુમિત ભાઈ નારણભાઈ ભટ્ટી અને તેના પત્ની કિંજલબેન સુમિતભાઈ ભટ્ટીને લગ્નના 5વર્ષના સમયગાળા દરમ્યાન હેતાંશી નામની દીકરીનો 2 ઓકટોબર, 2021ના રોજ જન્મ થયો હતો. 7 મહિના પહેલા જન્મેલી હેતાંશીને અઢી મહિનાથી જ તબિયત ખૂબ નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુમિતભાઈ ભટ્ટીના પરિવારજનોમાં 4 સભ્યોમાં હેતાંશીનો જન્મ થતાં ખૂબ ખુશી હતી. પરંતુ એકા-એક હેતાંશીને છેલ્લા ચાર થી પાંચ મહિનાથી ખૂબ જ તબિયત નાદુરસ્ત રહેતા પરિવાર ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
bgb 8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024