મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહિલા હેલ્પલાઇનની સરાહનીય કામગીરી
News Jamnagar May 23, 2022
મહિલા હેલ્પલાઇનની સરાહનીય કામગીરી
જામનગર 181 વધુ એક વખત એક્શનમાં
બાળવિવાહ અટકાવી કાયદા પાલન કરાવાયુ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમા 181 મહિલા હેલ્પલાઇન અવિરત રીતે બહેનો માટે સેવા સુરક્ષા માર્ગદર્શન આપવા કાર્યરત છે ત્યારે જામનગરની ટીમે એક બાળવિવાહ અટકાવ્યા હોવાનુ જાણવા મળે છે
આ અ્ગે મળતી વિગત મુજબ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી જણાવેલ કે જામનગરમાં હાપા રોડ ઉપર કીશોરીના બાળલગ્ન થઈ રહ્યા છે
જાગૃત નાગરિક નો ફોન આવતા જ તાત્કાલિક ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર દર્શના મકવાણા તેમજ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને ડ્રાઇવર સુરજીતસિંહ સહિતના ઘટના સ્થળ ઉપર પહોંચી યૂવતીના માતા પિતા નુ કાઉન્સિલીંગ કરી બાળલગ્નની ખરાઈ કરવા ઉંમર અંગેના પુરાવા માંગેલ પરંતુ કીશોરીના માતા પિતા દ્વારા જણાવ્યું કે તેમની પાસે કોઈ આધાર પુરાવા નથી પરંતુ ત્યા હાજર લોકોએ દિકરીની ઉંમર નાની હોવાની શંકા વ્યક્ત કરેલ આથી બાળલગ્ન હોવાની શકયતાને ઘ્યાનમાં લઈ દિકરી ના માતા પિતા ને સમજાવેલ કે લગ્ન માટેની ઉંમર થયા બાદ જ દિકરીના લગ્ન કરાવવા તથા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે દિકરીના માતા પિતાને માહિતગાર કર્યા. આ દરમ્યાન સમાજ સુરક્ષા અધિકારી તેમજ બાળ સુરક્ષા એકમ તથા ૧૦૯૮ ચાઈલ્ડ લાઈનમા બનાવ અંગે જાણ કરેલ અને તેઓએ ધટના સ્થળ પર આવી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ.
ઉલ્લેખનીય છે કે મહિલા હેલ્પલાઇન ની જામનગરની સમર્પિત ટીમ અન્ય જિલ્લાની ટીમ ની જેમજ પોતાની ફરજ નોંધપાત્ર રીતે બજાવે છે તેવો સંતોષ સૌરાષ્ટ્ર કચ્છ કો ઓર્ડીનેટર તુષાર બાવરવાએ વ્યક્ત કર્યો છે સરકારની આ સેવા મહિલા અભયમ હેલ્પલાઇન ખરા અર્થમા સુરક્ષા ચક્ર બની રહ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025