મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઔદિચ્યજ્ઞાતિમા પ્રેરક આયોજન જ્ઞાતિજનોમા ઉમંગ
News Jamnagar May 30, 2022
“ઔદિચ્યજ્ઞાતિમા પ્રેરક આયોજન જ્ઞાતિજનોમા ઉમંગ
શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, જામનગર દ્વારા તા. ૨૯-૫-૨૦૨૨ના રોજ જ્ઞાતિની વાડી ” ખાતે મહાનુભવોનું સન્માન તથા સમુહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો
જામનગર ( ભરત ભોગાયતા)
શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, જામનગર દ્વારા તા. ૨૯-૫-૨૦૨૨ના રોજ જ્ઞાતિની વાડી ” ખાતે મહાનુભવોનું સન્માન તથા સમુહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો હતોજેમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ. આજના કાર્યક્રમની શરૂઆતમાં જ્ઞાતિના વડીલો, મહાનુભવો તથા જ્ઞાતિજનો દ્વારા દીપ પ્રાગટપ તથા ઈશ્વરની વંદના સાથે શરૂ કરવામાં આવેલ, જે બાદ તાજેતરમાં અવસાન પામેલ જ્ઞાતિજનોના આત્માની શાંતિ માટે મૌન રાખી શ્રધ્ધાંજલી આપીને મુખ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ તથા મંત્રી શ્રી દિનેશભાઈ દવે તરફથી સૌને આવકારી પ્રસંગિક ઉદબોધન કરવામાં આવેલ. જે પછી શ્રી ડો. અવિનાશભાઈ ભટ્ટ ની આંતર રાષ્ટ્રીય રેડ ક્રોષ સંસ્થામાં ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સમિતીના અધ્યતક્ષ તરીકે વરણી થતાં પ્રમુખ શ્રી દિલીપભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ શ્રી નિતીનભાઈ ભટ્ટ દવારા પુષ્પહાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. જે બાદ જ્ઞાતિના યુવાન શ્રી કપીલભાઈ પંડવાની કર્મકાંડી બ્રાહ્મણ મંડળના પ્રમુખ તરીકે વરણી ધનાં મંત્રી શ્રી દિનેશભાઈ દવે અને ખજાનચી શ્રી હરીશભાઈ ઠાકર દ્વારા પુષ્પહાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. જે બાદ જ્ઞાતિના પ્રમુખ શ્રી દિલીપભાઈ વ્યાસની સમસ્ત બ્રમસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના ઉપપ્રમુખ તરીકે વરણી થતાં જ્ઞાતિના સહમંત્રી શ્રી ભરતભાઈ વ્યાસની આગેવાની હેઠળ કારોબારી સમિતીના સભ્યો તથા આગેવાન જ્ઞાતિજનો દ્વારા પુષ્પહાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. તેમજ
દિનેશભાઈ તેમજભરતભાઈ તથા
હરીશભાઈ ઠાકર એ વધુમા જણાવ્યા મુજબઆ કાર્યક્રમના આમંત્રણને માન આપીને સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ વાસુ, સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના ટ્રસ્ટી શ્રી સુનીલભાઈ ખેતીયા, રણજીતનગર બ્રહ્મસમાજના મંત્રી શ્રી ચીરાગભાઈ પંડયા ખાસ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે સન્માનિત મહાનુભવો તથા આમંત્રિતો દવારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ
આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ શ્રી દિલીપભાઈ વ્યાસ દવારા પ્રાસંગિક ઉદબોધનમાં જ્ઞાતિના નર્ વિકાસકાર્યો અને આગામી આયોજનની જાણકારી આપીને જ્ઞાતિજનોને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરે તથા પોતાની કામગીરીમાં કારોબારી સમિતીનું મહત્વનું યોગદાન હોય, કારોબારી સમિતીના સભ્યોનું સન્માન કરવાની લાગણી વ્યકત કરી તેમના તરફથી કારોબારી સમિતીના તમામ સભ્યોનું સન્માન કરવામાં આવેલ. જે બાદ મંત્રી શ્રી દિનેશભાઈ દવે દવારા સર્વેનો આભાર વ્યકત કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવેલ.
સન્માન કાર્યક્રમના સમાપન બાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ જ્ઞાતિજનો દવારા સમુહમાં સ્વાદિષ્ટ પ્રસાદ આરોગવામાં આવેલ તથા સંતોષ વ્યકત કરી આયોજકોને તથા મહાનુભવોને શુભેચ્છા પાઠવેલ. આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતિ નેહાબેન વ્યાસ દવારા કરવામાં આવેલ. તેમ આ યાદીમા દિનેશ જયંતિલાલ દવે મંત્રીએ જય ખરડેશ્વર સહ જણાવેલ છે
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024