મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ACB નુ ખાસ અભિયાન--વધુ એક વખત ત્રાટક્યા P.I.PARMAR--સફળ ટ્રેપ
News Jamnagar June 07, 2022
ACB નુ ખાસ અભિયાન–વધુ એક વખત ત્રાટક્યા P.I.PARMAR–સફળ ટ્રેપ
લાંચરૂશ્વતવિરોધીદળના સકંજામા PSI નરમઘેંસ–લાંચમાંગતી વખતેની ગજગજ ફુલેલ છાતી ટ્રેપ વખતે પાંસળીઓ કળ ..ળ…ળ..ટાંટીયા ધ્રુજી જાય…જમીન સરકી જાય…હોશકોશ સુ….ન.ન.ન થઇ જાય–ગુનો રાંક છે ભાઇ
જામનગર સહિત સમગ્ર હાલાર ને આજુબાજુના જિલ્લાઓમા ચકચાર સાથે ચર્ચા–અમુક પોલીસ સમગ્ર ડીપા. ને કરે છ બદનામ
જામનગર ( ભરત ભોગાયતા)
પોલીસ વિભાગમા વ્યાપેલા દારૂના ભ્રષ્ટાચાર સામે જામનગર ACB નુ ખાસ અભિયાન હાથ ધરાયુ છે અને વધુ એક વખત ACB P.I.PARMAR ત્રાટકચયા છે અને સફળ ટ્રેપથઇ છે
લાંચરૂશ્વતવિરોધીદળના સકંજામા સોમવારે નાણાવાન થવાની ભુખ રાખનાર ઝડપાયેલ એડહોક PSI બાદમા નરમઘેંસ થય ગયેલા હતા તેમ પોલીસ વિભાગમા ચર્ચાય છે અને લાંચમાંગતી વખતેની ગજગજ ફુલેલ છાતી સામે ટ્રેપ વખતે આ એડહોક PSI ના મોતિયા મરી ગયા હતા ને પાંસળીઓ કળ ..ળ…ળ..થઇ ગઇ હતી અને આમે ય….ટાંટીયા ધ્રુજી જાય…જમીન સરકી જાય…હોશકોશ સુ….ન.ન.ન થઇ જાય– ગમે તેમ તો ય કેવાય છે ને ગુનો રાંક છે ભાઇ પછી ગમે તે હોય અપરાધ ખરાબ હોય છે આજના આ કેસથી
જામનગર સહિત સમગ્ર હાલાર ને આજુબાજુના જિલ્લાઓમા ચકચાર સાથે એવી ચર્ચા થાય છે –અમુક પોલીસ સમગ્ર ડીપા. ને બદનામ કરે છે
@_____________________
જામનગર*એસીબી સફળ ટ્રેપ*ની મુદાસર વિગત જોઇએ તો
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : જે.કે.રાઠોડ એડહોક psi, પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર.
ગુનો બન્યા તા. ૦૬/૦૬/૨૦૨૨
લાંચની માંગણીની રકમ : રૂ.૫૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૫૦,૦૦૦/-
ગુનાનું સ્થળ : ઠેબા ચોકડી થી જામનગર તરફ ના રોડ પર ૫૦૦ મીટર દૂર,જામનગર.
ટૂંક વિગત :
આ કામના ફરિયાદી તથા તેના મિત્ર પોતાની કાર લઈ જતા હતા તે દરમિયાન આ કામના આરોપી એ તેમની કાર રોકાવી બંને દારૂ પીધેલા છે તેવું જણાવી તેમના વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કરી, કાર કબજે કરવી પડશે તેવું જણાવેલ. અને આ કામના આરોપી એ ફરિયાદી તથા સાહેદ ને જણાવેલ કે જો દારૂનો કેસ ના થવા દેવો હોય તો બંનેએ ૫૦-૫૦ હજાર રૂપિયા આપવા પડશે તેવું જણાવતા, રકજક ના અંતે બંને ના થઈ લાંચ પેટે કુલ રૂ.૫૦,૦૦૦/- ની માંગણી કરેલ.પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી તેવો એ એસીબી ટોલ ફ્રી નં.૧૦૬૪ પર સંપર્ક કરેલ.
ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. અને લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ આ કામના ફરિયાદી પાસે લાંચના રૂ.૫૦,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી, લાંચ ની રકમ સ્વીકારી, પકડાય જઈ ગુન્હો કર્યા બાબત.
નોંધ : ઉપરોકત આરોપીનું કોવીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ ડિટેઇન કરેલ છે.
આ નોંધપાત્ર કેસના ટ્રેપિંગ અધિકારી :
એ. ડી. પરમાર,
પોલીસ ઇન્સ્પેકટર,જામનગર તથા
જામનગર અને દેવભૂમિ દ્વારકા એસીબી પો.સ્ટે.નો સ્ટાફ રહ્યા હતા
તેમજ સુપરવિઝન અધિકારી તરીકે
એ.પી.જાડેજા ,
મદદનીશ નિયામક,
એસીબી રાજકોટ એકમ, રાજકોટ હતા
આઆરોપી મુળ ASI માં ભરતી થયેલ છે. અને હાલ 11 મહિના માટે PSI નું પ્રમોશન વિભાગે તેને આપેલ છે. જે 11 મહિના પછી મુળ રેન્ક aASIમાં આવી જાય. જો કે અત્યારે PSI છે તે એડહોક પીએસઆઇ ગણાય છે
bgb 8758659878
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024