મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મેયર--ચેરમેન--કમી....કો'ક તો DMC ને નાથો...!! સાત્વીક નગરસેવકના સવાલનો બેશરમીથી કર્યો ઉલાળીયો
News Jamnagar June 13, 2022
મેયર–ચેરમેન–કમી….કો’ક તો DMC ને નાથો…!! સાત્વીક નગરસેવકના સવાલનો બેશરમીથી કર્યો ઉલાળીયો
જામનગર વોર્ડ નંબર ૯ ના શાસક પક્ષના સિનિયર અને પ્રતિષ્ઠીત કોર્પોરેટર કગથરાની ઢોર મામલે ચોથી વખત દર્દનાક રજુઆત
વૃદ્ધની હત્યા નિપજાવનાર ઢોર જામનગરનુ નથી—ના.કમિ.વસ્તાણીભાઇનો રિપ્લાય
બાળકો વૃદ્ધો બિમારો સાધુ સંતો સાધ્વીજીઓ દર્શનાર્થીઓ ગ્રાહકો સહિત ખુબ મોટી સંખ્યામા જ્યા લોકો ની અવરજવર ત્યાજ ઢોરના કાયમી જીવલેણ ત્રાસમુદે પ્રજા પ્રતિનિધી નિલેષભાઇએ ગુજરાતના મૃદુ અને મક્કમ C.M. ને કરી સનસનીભરી વિસ્તૃત રજુઆત—મામલો ગરમ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર એક વખતનુ પેરીસ અને રાજવીઓ એ જે નગર ને મહાનગર જેવુ બનાવ્યુ તેમજ હવે વિકાસ ની દોટ મુકે છે ત્યા ખુણે ખુણેથી અવાજ ઉઠ્યો છે કે હે……માનનીય …..સન્માનનીય…..એવામેયર–ચેરમેન–કમી….કો’ક તો DMC ને નાથો…!! શાસકપક્ષના સિનિયર અને પ્રતિષ્ઠીત નગરસેવકના સવાલનો બેશરમીથી ઉલાળીયો કર્યો છે તેમા જામનગર વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર કગથરાની ઢોર મામલે ચોથી વખત દર્દનાક રજુઆત થયછે જે લોકોની સલામતી માટે કરી છે પર઼તુ ભાઇ વસ્તાણી કહે કે વૃદ્ધની હત્યા નિપજાવનાર ઢોર જામનગરનુ નથી માટે કેમ પકડવુ?? નોંધપાત્ર છે કે
બાળકો વૃદ્ધો બિમારો સાધુ સંતો સાધ્વીજીઓ દર્શનાર્થીઓ ગ્રાહકો સહિત ખુબ મોટી સંખ્યામા જ્યા લોકો ની અવરજવર ત્યાજ ઢોરના કાયમી જીવલેણ ત્રાસમુદે પ્રજા પ્રતિનિધી નિલેષભાઇએ ગુજરાતના મૃદુ અને મક્કમ C.M. ને કરી સનસનીભરી વિસ્તૃત રજુઆત કરતા મામલો ગરમ થયો છે
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કેટલી હદે નઘરોળ છે, તેનો વારંવાર રસ્તે જઈ રહેલા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે તે ગવાહી પૂરે છે, છેલ્લા એક સપ્તાહમાં જ બે એવી ઘટનાઓ બની જેના પરથી મહાનગરપાલિકા તંત્ર ધારે તો કાયદાનો ધોકો પછાડી શકે છે અને આ કાર્યવાહી યથાવત રાખી શકે છે જો કે મનપાના તંત્રને લોકો મોતને ભેટે કે પોતાના શરીરનું અંગ ગુમાવે તેનાથી કોઈ જ ફર્ક પડતો હોય તેમ લાગતું નથી કારણ કે જ્યાં વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવે તે સમજી શકાય પણ શાશકપક્ષના એક જાગ્રૃત કોર્પોરેટર જે તેમના વિસ્તારમાં આવા બનાવો અટકાવવા માટે આગળ આવતા હોય તેની પણ અધિકારીઓ અને ખાસ કરીને હાલના નાયબ કમિશ્નર અવગણના કરે તે બાબત વાજબી કેટલી કેહવાય…
વોર્ડ નંબર 9 ના જાગૃત કોર્પોરેટર નીલેશ કગથરાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણી તેમની ફરજમાં રીતસરની બેદરકારી દાખવી રહ્યા હોવાની ફરિયાદ કરી છે, ફરિયાદમાં કગથરાએ લખ્યું છે કે ગત તા.૦૯-૦૬-૨૦૨૨ ના રોજ જામનગર શહેરમાં આવેલ વોર્ડ નં.૯ માં આવેલ ચૌહાણ ફળી વિસ્તારમાં રખડતા ઢોર એ એક વ્યક્તિ ઉપર જે હુમલો કરેલ છે. તે ખૂબજ દુઃખદ બાબત છે. આ અંગે અગાઉ પણ તા.૧૦ ઓગષ્ટ ૨૦૨૧ ને જામનગર શહેરમાં ચૌહાણ ફળી વિસ્તારમાં રખડતા ઢોર એ મહિલા ઉપર જે હુમલો કરેલ હતો. આ જ વિસ્તારમાં બીજો બનાવ બનેલ છે. તેમજ તા.૦૮ સપ્ટેમ્બર ૨૦૨૧ ને જામનગર શહેરમાં બર્ધન ચોક, ડેરાળી વિસ્તારમાં રખડતા ઢોર ઘરમાં ઘુસી ઘોડીયામાં ઊંઘી રહેલા બાળકને ઘોડીયા સહિત હડફેટે લીધું હતું. બાદમાં આ ચાર માસના બાળકને બચાવી લેવામાં આવેલ, આ રખડતા ઢોર એ ઘરમાં જઇને હુમલો કરેલ છે. આવા બે થી ત્રણ વખત અમારા વોર્ડ નં.૯ માં અવાર નવાર બનાવ બનેલ છે.
પરતું આ રખડતા ઢોર બાબતે કોઇપણ જાતનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. પરતું આ ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી આશ્વાસન આપી આવા રખડતા ઢોર બાબતે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત તા.૦૯-૦૬-૨૦૨૨ ના જે બનાવ બનેલ ત્યારબાદ ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી સાથે ટેલીફોનીક પણ અમોએ ઉપરોક્ત બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે. છતાં હજુ સુધી કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હોય. ડે.કમિશ્નર દ્વારા એવો જવાબ આપેલ કે, જે ઢોર વૃધ્ધને હડફેટ લીધા છે તે જામનગરનું નથી જેથી આ ઢોર આપણે ન પકડી શકી તેવા ઉડાવ જવાબો આપવામાં આવે છે. તેમજ આ અધિકારી કોઇપણ જાતની કાર્યવાહી કરતા નથી.
આમ જે જે જગ્યાએ બનાવ બનેલ છે તે તમામ વિસ્તાર ગીચ વિસ્તાર છે. આ વિસ્તારમાં દેરાસર, ઉપાશ્રય, હવેલી, મંદિર આવેલ હોય, ત્યારે સાધુ, સંતો, મારાજ, મહાસતીજી, વૃધ્ધ અને બાળકો આ રખડતા ઢોરનો શિકાર બને છે. અને ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી રખડતા ઢોરને પકડવા બાબતે કોઇપણ જાતની કાર્યવાહી કરતા ન હોય, આ અધિકારી તેમજ જે જે જવાબદાર હોય તેના ઉપર તપાસ સમિતિ રચી અને તાત્કાલિક તપાસ કરાવી જોઇએ અને જે જે લોકો જવાબદાર હોય, તેની ઉપર શિક્ષાત્મક પગલા લેવા જોઇએ. આ અધિકારી એ.કે.વસ્તાણીની તાત્કાલિક અસરથી બદલી કરવા પણ આ પત્રમાં માંગ કરવામાં આવી છે.
bgb 8758659878
accre.journalist
jamnagar
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025