મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નાના બ્રીજ-ડ્રેન-રોડ એ ગ્રામ્યજીવનશૈલી સરળ બનાવે છે.---માટે સરકારનો આભાર માનતા મિનિસ્ટર રાઘવજી
News Jamnagar June 22, 2022
નાના બ્રીજ-ડ્રેન-રોડ એ ગ્રામ્યજીવનશૈલી સરળ બનાવે છે.—માટે સરકારનો આભાર માનતા મિનિસ્ટર રાઘવજી
ગ્રાસરૂટના વ્યક્તિ હોઇ વીલેજ લાઇફ નો ધબકાર અનુભવતા કેબિનેટ મંત્રી હંમેશા જનજન માટે રહે છે સજ્જ
જામનગર જિલ્લા સહિત રાજ્યભરમા લોકોના કામો માટે હંમેશા સફળ રજુઆત-ભલામણ કરી લોકપ્રિયતાની ટોચ પર મુઠી ઉચેરા કૃષીમંત્રી
રૂ.૨૯.૧૫ કરોડના ખર્ચે જામનગર તથા જોડિયા તાલુકાના રસ્તાઓ રીકાર્પેટ તથા વાઈડનીંગ મંજુર કરતી ગુજરાત સરકાર
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર તથા જોડિયા તાલુકાના નોન પ્લાન રસ્તાઓ તેમજ માઈનોર બ્રીજ અને કોઝ-વે ગુજરાત સરકાર દ્વારા મંજુર થયા છે ત્યારેનાના બ્રીજ-ડ્રેન-રોડ એ ગ્રામ્યજીવનશૈલી સરળ બનાવે છે.—માટે ગુજરાત સરકારનો મિનિસ્ટર રાઘવજી પટેલ એ આભાર માન્યો છે તેઓ
ગ્રાસરૂટના વ્યક્તિ હોઇ વીલેજ લાઇફ નો ધબકાર અનુભવતા કેબિનેટ મંત્રી હંમેશા જનજન માટે સજ્જ રહે છેજામનગર જિલ્લા સહિત રાજ્યભરમા લોકોના કામો માટે હંમેશા સફળ રજુઆત-ભલામણ કરી લોકપ્રિયતાની ટોચ પર મુઠી ઉચેરા કૃષીમંત્રી વરસોથી લોકોની વચ્ચે રહે છે
જિલ્લાના રોડ-રસ્તા, માઈનોર બ્રીજ તથા કોઝવેના કામો મંજુર કરવા બદલ માર્ગ મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટલે જ્ણાવ્યુ છે કે તેઓના મતવિસ્તાર જામનગર તથા જોડિયા તાલુકાના નોન પ્લાન રસ્તાઓના કામો તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અને કોઝ-વે માટે સ્થાનિક કક્ષાએથી રજૂઆતો મળેલ હતી. જે અંગે માર્ગ મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીને વિસ્તાર સહ રજૂઆત કરતા જામનગર અને જોડિયા તાલુકામાં આવતા ગામોના નોન પ્લાન રોડ રસ્તાઓ, તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ તથા કોઝ-વેના કામોને મંજુર કરવામાં આવેલ છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવેલ છે કે જામનગર તાલુકામાં સૂર્યપરા-બાડા રોડ, મોટા થાવરિયા ટુ એસ,એચ, ભરતપુર-વિજયપુર રોડ, પસાયા-બેરાજ રોડ, બેડ રસુલનગર રોડ, નકલંક રણુજા-શેખપાટ ટુ જોઈન એસ,એચ, જામવંથલી ટુ ઉંડ એપ્રોચ રોડ, સરમત ટુ એરફોર્સ રોડ, વાવ બેરાજા થી ચંદ્રાગઢ સુધીનો રસ્તો તેમજ જોડિયા તાલુકામાં ખીરી ટુ. એસ.એચ.રોડ સહિતના રોડ રસ્તાઓમાં માટીકામ, મેટલીંગ કામ, નાળા પુલિયાકામ, ડામરકામ તથા રીકાર્પેટ, સીલીકોટ, પ્રોટેક્શન વોલ, સી.સી.રોડ ની સૂચિત કામગીરી હાથ ધરવામાં આવશે.
મંત્રીશ્રીએ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અને કોઝ-વે મંજુર થયેલ કામોની વિગત આપતા જણાવેલ કે જામનગર તાલુકામાં એસ.એચ. ટુ નારાણપર નાઘુના રોડ ખાતે મેજર બ્રીજ, તમાસણ ટુ જોઈન વી.આર. રોડ ખાતે કોઝ-વે, બેરજા-જગા રોડ સ્લેબ ડ્રેઈન, તમાચણ ટુ વીરપર રોડ સતીમાના મંદિર પાસે કોઝ-વે, લાખાણી મોટો વાસ સૂર્યપરા રોડ કોઝ-વે, મોટા થાવરીયા-ખીમરાણા રોડ કોઝ-વે(વોશ આઉટ), ધુતાપર બ્રીજ ધૂડશિયા ટુ જોઈન એસ.એચ.રોડ(વાયા વરૂડી માતાજી) બ્રીજ વાઈડનીંગનું કામ તથા જોડિયા તાલુકામાં બાલાચડી ટુ જોઈન એસ.એચ. ખાતે કોઝ-વે બનાવવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ નોન પ્લાન રોડ રસ્તાઓ, મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અન કોઝ-વે માટે રૂ.૨૯.૧૫ કરોડ મંજુર કરવામાં આવેલ છે. જે બદલ માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો વિધાનસભાના મતદારો વતી કૃષિ મંત્રીશ્રીએ આભાર વ્યકત કરેલ છે. તેમજ મંજુર થયેલ રોડ રસ્તાઓ તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અન કોઝ-વે માટે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, મતદારોમાં હર્ષની લાગણી જન્મી છે આ માટે કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી આભાર માનેલ છે.
તેમ મિનિસ્ટરના પી.એ.દિવ્યેશભાઇ પટેલ એ આ અખબારી યાદી પહોંચાડતી વખતે પ્રચાર પ્રસાર નો અનુરોધ કરતી વખતે જણાવ્યુ છે આ તકે રાજ્યસરકારના માહિતી ખાતાના સ્થાનીક ઝોન અને પ્રાદેશીક સ્ટેટ કક્ષાઓની કચેરીઓનો પુરક સહયોગ મળી રહ્યાનુ જાણવા મળે છે તેમપણ સિનિયર સબએડીટર પારૂલમેમ તેમજ સહાયક વિરેન્દ્રસિંહની કામગીરી ઉપરથી અનુમાન થાય છે
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024