મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એક વટવૃક્ષ બની જીવન ધન્ય કરી અનેક જરૂરીયાતમંદો માટે શીતળ છાયડો બન્યા પૂજ્ય દાદીમા
News Jamnagar June 24, 2022
એક વટવૃક્ષ બની જીવન ધન્ય કરી અનેક જરૂરીયાતમંદો માટે શીતળ છાયડો બન્યા પૂજ્ય દાદીમા
જીવનમા ક્યારેય સંધ્યા ન હોય “વ્યસ્તતા જ વસંત હોવાનુ ૯૬ વરસે પુરવાર કરતા મુંબઇ સ્થિત પ્રજ્ઞાચક્ષુ સંસ્થાના જૈફ માતુશ્રી હંસાબા મહેતા
સમગ્ર દેશમા છવાય તેમની લોકપ્રિયતા સભર ઓતપ્રોત થવાની ભાવના અને આત્મીયતાના અજવાળા….જે મઘમઘે છે બાગની જેમ ….પ્રેરણા આપે છે પથદર્શકની જેમ
જામનગર ( ભરત ભોગાયતા)
સેવાનો સદગુણ લોહીમા વહેતો હોય છે જે મન વચન કર્મથી વ્યક્ત થાય છે તેમાય ( ભલે દરેક સ્વીકારે કે ન સ્વીકારે અહી બતાવી દઇએ કે…..)આ અભિવ્યક્તિ આ જન્મ અને પુર્વ જન્મના સતકર્મનુ ભાથુ હોય છે જે નિત્ય સમાજમા જરૂરીયાતનંદ સુધી પહોંચી તેમના દર્દ કે પીડામા એવો મલમ બને છે કે લાભાર્થીને ટાઢક વળે છે આવી બુલંદ અભિવ્યક્તિના માલીક હોવા છતા અને આ જે પણ ૯૬ વર્ષની જૈફ વયે અવિરત સમાજ સેવા કરતા મુરબ્બી શ્રીમતિ હંસાબાનુ નામ સિતારાઓની જેમ ઝળહળે છે
સમાજ સેવાનો કોઇ ચોક્કસ સમય સ્થળ વગેરે નથી હોતા જ્યા જરૂર હોય ત્યા સહજ રીતે તેની સરવાણી વહેતી જ રહેવી જોઇએ તે આત્મસાત કરી પાંચ સાડા પાંચ દાયકાથી જીવન લોકો માટે સમર્પિત કરનારા અને અનેકવિધ સંસ્થાઓ ના સ્થાપનારા અનેકવિધ સંસ્થાઓના માર્ગદર્શક તેમજ સહાયક એવા માતુશ્રી હંસાબા મહેતા નુ જીવન જ એક દિવ્ય સંદેશ છે
@સેવાનુ શાસ્ર ગહન છે…….
આપણે જ્યારે આ અનંતકોટી અને વેદ જેને નેતી…..નેતી….કહી નવાઝે છે તે પરમના એક કણ થી પણ અગણીત સુક્ષ્મ છીએ પરંતુ જ્યારે સેવા કરવાનો સદગુણ ધબકે અને સાકાર પામે અને અનેકના જીવનમા ખુશી-પરિવર્તન-સજ્હતા-સદ્ધરતા-સુખ ની ઝલક પણ લેવડાવવામા સફળ થઇએ ત્યારે એ સફળતા પાછળ આ સૃષ્ટીની પરમ ઉર્જાનુ પ્રેરકબળ હોય છે અને અસ્તિત્વ પરમ અસ્તિત્વ સાથે સાયુજ્ય સાધી કણ જેવા લૌકિક દેહ ને વિરાટ અલૌકિક શક્તિસ્રોત થી ભરી દે છે જે સેવાનો આત્મીક સંતોષ છે અને હાલતી ચાલતી યુનિવર્સીટી સમાન એવા આ મા શ્રી કમલામાતાને જોઇ આ પ્રતિતિ થયા વગર ન રહી શકે માટે જ તેઓ રાહબર છે પથદર્શક છે અને પ્રાણસંચારના પ્રણેતા છે તેવા પૂજ્ય હંસાદાદીને સહજ વંદન કરવાનુ માનભેર મન થાય કેનકે જેમને ધરતીના માણસ બની સેવાની બુલંદી સદકાર્ય સહયોગની ટોચ પ્રાપ્ત કરી છે તેમના વિષે શબ્દો ટુંકા જ પડે ને??? સાડા નવ દાયકાથી વધુની જીવન સફર નુ દૈદિપ્યમાન એક અવતરણથી જરાય કમ નથી માટે તો નાની વયથી જ સેવા વ્યાપના સદગુણ સ્ફુરીત થયા હતા હા તે માટે તેમને ય પ્રેરણા માર્ગદર્શન સુચનો મળેલા અને સંસ્કાર બીજ ખીલી ઉઠ્યા હોવાનુ તેઓની વરસો પહેલાની સેવા સાધના માટેની સજ્જતા કેમ કેળવાઇ તે જાણીએ તો તારણ નીકળે છે તો જ જરૂરીયાત મંદો માટે ભવ્ય અને દિવ્ય સહારો બની સન્માન અપાવતા હોય શકે તેમા બે મત નથી સેવા ના દરેક ક્ષેત્ર ને જીવન નુ અભિન્ન અંગ બનાવનાર શ્રીમતિ કમલા મહેતા હાલ વિશેષરૂપે પ્રજ્ઞાચક્ષુઓ માટે નુ ખાસ સુવિધાસભર કેન્દ્ર પરમશક્તિત્વના પ્રેરકઅને ચાલકબળથી એવી રીતે સંચાલિત કરે છે કે સેવા અને સદકાર્યના નવા આયામો તેઓશ્રીએ પ્રસ્થાપીત કર્યા છે
માતુશ્રી વિશે જ્યારે અમદાવાદ સ્થિત સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાના સંચાલક શ્રીમતિ રિતુ સિંઘ જેઓ એ સેવા સદકાર્ય અને સાતત્યની જ્યોત પ્રજ્વલીત રાખી છે તેમના જણાવ્યા મુજબ અનેક આયામો જાણવા મળ્યા છે
@શબ્દપુષ્પથી નવાજીએ તો…….
આવો જોઇએ શ્રી કમલાબાનુ વરસોથી ઓછામા ઓછા પાંચ દાયકાઓથી સંસ્થાઓ સાથેનુ આત્મીક જોડાણ જે સ્થુળ સ્વરૂપે તેઓશ્રીના બહુમુલ્ય અને દીર્ઘઆયામી માર્ગદર્શન અને તાલીમથી કાર્યરત છે તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અગણીત લોકો ના જીવનમા તેમણે ઉજાસ પાથર્યા છે તેમજ હાલ વિશેષરૂપે જે સંચાલન કરે છે તેમા લાભાન્વિત થઇ રહેલા અને પૂજ્ય બા સૌ સેવાની જરૂરીયાત વાળા લાભાર્થીઓને પોતાના પરિવાર માને છે તેવા અનેક ને તેમણે પોતાની દિવ્ય અને ભવ્ય સેવાઓથી અંતરચક્ષુ પ્રદાન કર્યા છે
ત્યારે મનુષ્ય અવતાર સંપુર્ણ સાર્થક કરવાનુ આથી મોટુ ઉદાહરણ શુ હોય શકે
અને હજુય એ જ ઉર્જા એજ વિઝન એ જ જુસ્સો એ જ લક્ષ્ય એજ સદભાવ એ જ શક્તિ એ જ સંચાલન ગરીમા…….થી આ નીચેની દરેક સંસ્થાઓ તેઓની ઋણી ગણાય પરંતુ શ્રી ……..જાતે એવુ માનતા નથી કેમકે તેઓ એમ કહે છે કે મનુષ્ય જીવન સાર્થક કરવા સ્વયંને કુદરતના સર્જનો માટે સપોર્ટીંગ સ્ટ્રેન્થ તરીકે જોડી દો…..આ જોડાણ એટલે પરમયોગ અને એ પરમ યોગનો પરમ આનંદ આત્મતૃપ્તિ નો આહલાદક અનુભવ કરાવે લાઘવતા સાથે આત્મગૌરવ અપાવે તે કુદરત તરફથી મળેલો એવોર્ડ છે સ્થુળરૂપે અનેકવિધ સન્માન અનેક વિધ એવોર્ડ અનેકવિધ પ્રશસ્તિ મેળવ્યા બાદ પણ શ્રી………ની સુરતા તત્વાનુસંધાનમા રહી છે દરેક સતકાર્ય ને પરીણામલક્ષી રીતે અમલમા મુકી અગણીત લોકોના સહારા બન્યા અને હજુય આ યાત્રા અવિરત રાખવા છતા હંમેશા લો પ્રોફાઇલ રહી દ્રષ્ટા-દ્રશ્યનુ રહસ્ય પામનારા શ્રી……….અનેક માટે પ્રેરણાના સ્રોત છે તો અગણીત લોકોના સધીયારા છે તો વળી અનેકના ખરા ઉદ્ધારક પણ છે તેવા શ્રી ……….નુ અનેજવિધ સંસ્થાઓનુ સંચાલન સહયોગ અબે સેવાનો ત્રિવેણી સંગમ એવો છે કે તે વ્યાપ વધતો જ જાય છે અને નિત્ય પ્રસન્નતાથી સદકાર્યની સરવાણી વહેતી રાખીને સેવા સદગુણ સદકાર્યના પર્યાય સમાન જીવનથી આ ઉમરે પણ સ્વસ્થતાથી દરેક વખતે પ્રસ્તુત થાય છે તે દિવ્યતા તે ભવ્યતા તે ગહનતા…..એ બુલંદી કે પરમ ટોચથી સહેજે કમ નથી તેમ અનેક વિશ્ર્લેષકોએ સાદર અભિપ્રાય આપી આ દિવ્તાની મુર્તિના જીવનની યાત્રા દાયકાઓ સુધી પથપ્રેરક બની રહે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે અને કુદરતનો આભાર માને છે કે આવુ વ્યક્તિત્વ દાયકાઓથી આપણી વચ્ચે અડગ અડીખમ અને અાદર્શ મૂર્તિ સ્વરૂપ છે અને રહેશે જ તેવો હ્રદયના ઉંડાણ નો ભાવ સહજ સ્વરૂપે દર્શાવે છે પરમ અનુભૂતિ કરાવે છે ત્યારે આ દ્રષ્ટી કેળવાય તે પણ પરમબ્રહ્મની કૃપા જ ગણાય છે કેમકે જે શાશ્ર્વત સ્વરૂપે જીવનનો હિસ્સો બનાવનાર શ્રી……..ની સેવા પરમો ધર્મને શબ્દોથી શૃગાર કરવા માટે એ અનોખા ભાવપ્રદેશમા વિહાર કરવો પડે ત્યારે મહતા અને ગરીમા અને સાફલ્યનો અહેસાસ થાય છે
સંસ્થાઓ જ્યા છે શ્રી નુ એકત્વ……….
bgb 8758659878
gov.accre.journalist
jamnagar
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025