મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નાઝિર!' પરમકૃપાળુની થાય જો કૃપા તો સાગરમાં ભળી બિંદુ સાગર બની શકે છે---કવિ હ્રદય વકિલ અનીલજી દ્વારા છણાવટ
News Jamnagar June 24, 2022
‘નાઝિર!’ પરમકૃપાળુની થાય જો કૃપા તો
સાગરમાં ભળી બિંદુ સાગર બની શકે છે—કવિ હ્રદય વકિલ અનીલજી દ્વારા છણાવટ
જામનગર ( ભરત ભોગાયતા).
નાનપણથી અનાથ બિંદુ હોવા છતાં પરમકૃપાળુની અસીમ કૃપા પામી ગુજરાતી ગઝલવિશ્વમાં સાગર સમાન સ્થાન પામનાર સર્વપ્રિય શાયર ‘નાઝિર’ દેખૈયાનું સમગ્ર સર્જન એમના જ પૌત્ર અને ખુદ હરફનમૌલા એવા વ્યવસાયે સર્જન ડૉ. ફિરદૌસ દેખૈયાએ ‘… એ વાત મને મંજૂર નથી’ શીર્ષક સાથે સંપાદિત કરી સમગ્ર વિશ્વમાં વસતાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓને અમૂલ્ય ભેટ આપી છે. જામનગરમાં આ પુસ્તકનું લોકાર્પણ જામનગરની જાણીતી સામાજિક – સાહિત્યિક સંસ્થા ‘માનવ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. તેમ જણાવી કવિ હ્રદય અનિલ મહેતા એડવોકેટે જણાવી ઉમેર્યુ છે કે આ પ્રસંગે ઋષિકવિશ્રી રાજેન્દ્ર શુકલ, અમૃત ઘાયલના શિષ્ય એવા પ્રતિષ્ઠિત કવિશ્રી રાજ લખતરવી, નાઝિર સહિત અસંખ્ય સાહિત્ય-સંગીતસર્જકોને પ્રોત્સાહિત કરનાર બારદાનવાલા પરિવારમાંથી જાણીતા ઉદ્યોગપતિશ્રી ચંદુભાઈ, જામનગરનું અદકેરું ઘરેણું એવા કવિ-ઈતિહાસકારશ્રી સતીશચંદ્ર વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે અને નાઝિરની જન્મશતાબ્દી નિમિત્તે સંગ્રહનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમમાં ભાવનગરના પ્રસિદ્ધ કવિશ્રી હિમલ પંડ્યા અને ફિરદૌસ દેખૈયા દ્વારા ‘નાઝિર-એક સર્જક’ વિશે સંવાદ, જાણીતા કવિમિત્રો દ્વારા નાઝિરની રચનાઓનું પઠન અને જાણીતા ગુજરાતી ગાયકશ્રી પ્રફુલ્લ દવેના પુત્ર અને સ્વર-શબદસાધક એવા હાર્દિક દવે દ્વારા નાઝિરની રચનાઓનું ગાન વગેરે ઉપક્રમ રખાયો છે. સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સાહિત્યપ્રેમી અને ઓલ ઇન્ડિયા રેડિયોના માન્ય ઉદ્ઘોષક એવા શ્રી અનિલ મહેતાએ સંભાળ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગરની સાહિત્યસેવી સંસ્થા ‘કવિતાકક્ષ’ આયોજનમાં ભાગીદાર બની છે અને તમન્ના કલ્ચરલ સોસાયટી, મુક્તા ઇવેન્ટ્સ, ધાર્મી એન્ટરપ્રાઈઝ અને સ્વસ્તિ ઈનનો ઉત્તમ સહયોગ સાંપડ્યો છે.
માનવ ફાઉન્ડેશનનાં પ્રમુખ શ્રીમતિ જલ્પા એ. મહેતા દ્વારા જામનગરની સર્વે સાહિત્ય અને સંગીતપ્રેમી જનતાને તા. ૨૫ જૂન ૨૦૨૨ શનિવારે સાંજે ૬.૦૦ કલાકે ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, જામનગર ચેમ્બર હૉલ, રાજકોટ હાઈવે ખાતે પધારવા હાર્દિક નિમંત્રણ અપાયું છે.આ સમગ્ર આયોજન ને સાહિત્ય ને ધબકતુ રાખવાનો સફળ પ્રયાસ છે તેમ
વિવેચક ચિંતક અને લેખક આશીષ ખારોડ એ જણાવ્યુ છે
bgb 8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024