મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જ્ઞાનપથ પર પદાર્પણ કરી દેશનુ નામ રોશન કરો---sdm ખંભાળીયાની શ્રેષ્ઠ શિખામણ
News Jamnagar June 26, 2022
“કર્મયોગી” જ્યારે કાર્યક્મમા મુખ્યસ્થાને હોય ત્યારે મળે જીવન સિંચનની ગાઇડલાઇન
ભાડથર અને ભારા બેરાજામાં આંગણવાડીના ભૂલકાઓ અને પ્રા. શાળામાં છાત્રોને પ્રવેશ કરાવતા ખંભાળિયા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા
જામનગર/દેવભૂમિ દ્વારકા ( ભરત ભોગાયતા)
ગુજરાતમા જ્યારે નેતાઓ મંત્રીઓ પદાધીકારીઓ આગેવાનો હોદેદારો કે સરકારી કર્મચારી જ માત્ર નહી પરંતુ લોકો માટે સમર્પિત કર્મયોગી જ સુશાસનના અભિન્ન અંગ છે તે કન્સેપ્ટ જ્યારે રાજ્યના તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમલમા મુકાવેલો ત્યારે સનદી અધીકારીઓ થી મઘમઘતા ઉચ્ચ વહોિવટી બાગના અને પોતાના કાર્યોથી સુવાસ ફેલાવનાર sdm ખંભાળીયની વહીવટી બારીકાઇ દાદ માંગી લે છે તેમ સુત્રો જણાવે છે તેમજ હાલારમા હાલ રાજ્યભરની જેમ શિક્ષણયજ્ઞ પ્રજવલીત છે તેમા નૈતિક ફરજની આહુતિથી યજ્ઞ પ્રજવલીત રાખવા આવી આ અધીકારી ના ચિંતન મનન ને ટટોળવા દરમ્યાન પણ રાષ્ટ્રભાવની પ્રતિતિ થયા વગર ન રહે તેવુ સહેજે તારણ નીકળ્યુ છે કેમકે બીજ માથી વટવૃક્ષ બનીને અનેક કર્મચારી અધીકારીઓ માટે તેઓ માર્ગદર્શકછે તેમજ અનેક સિનિયર અધીકારીઓને પોતાના માર્ગદર્શક માને છે
હાલ જ્યારે ગુજરાત રાજ્યના ” શિક્ષણયજ્ઞ ” ઉત્સવના ભાગરૂપે હાલારમા આ “કર્મયોગી”ની પ્રૈરક ઉપસ્થિતિ રહી હોવાનુ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક નરેશ મહેતામાહિતી મદદનીશ વૈશાલી બેનરાવલીયાકલાર્ક એચ. એ. ગોજીયાકેમેરામેન જીગ્નેશ ગોજીયા ના સંકલિત અહેવાલ ઉપરથી ઉભરી આવ્યુ છે
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના તૃતીય દિવસ અંતર્ગત ખંભાળિયા તાલુકાના ભાડથર, શેઢા ભાડથર અને ભારા બેરાજા ગામમાં આવેલી આંગણવાડીના ભૂલકાઓ અને પ્રા. શાળામાં ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર છાત્રોને ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયાએ શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.
આ તકે પ્રાંત આધિકારીશ્રીએ પ્રાસંગીક ઉદબોધન કરી બાળકોને ખૂબ ભણી આગળ આવી અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ બાળકોને સાચી દિશામાં દોરવા અંગે વાલીઓને પણ માર્ગદર્શન આપ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ ૩થી ૮ માં શાળામાં પ્રથમ ક્રમે આવેલા બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છાત્રો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, પર્યાવરણ બચાવો જેવા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાયઝન અધિકારી, સી.આર.સી. કો ઓર્ડીનેટર, ગામના અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
bgb 8758659878
gov.acc.journalist
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024