મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર પોલીસના દુષણ અને ડાઘ સમાન રહેલાઓ ઉપર ACB PI તેમજ સ્ટાફની બાઝ નઝર-વધુ એક સફળ ટ્રેપ
News Jamnagar June 27, 2022
જામનગર પોલીસના દુષણ અને ડાઘ સમાન રહેલાઓ ઉપર ACB PI તેમજ સ્ટાફની બાઝ નઝર-વધુ એક સફળ ટ્રેપ
લાંચલેતા શરમ ન આવે?? તગડા પગાર-મફતીયા લાભ છતા અમુક PC-HC-ASI-PSI તોષણ લેતા ઝડપાયા જ છે
SP DELU પણ લે છે કડક પગલા સમગ્રપણે સ્વચ્છતા અભિયાન
જામનગર અને દ્વારકા જિલ્લામા ભ્રષ્ટાચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર પરમારથી બચજો …..એની પક્કડ પાકી હોય છે……ની ચર્ચા
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર પોલીસના દુષણ અને ડાઘ સમાન રહેલાઓ ઉપર ACB PI તેમજ સ્ટાફની બાઝ નઝર હોઇ વધુ એક એરેસ્ટ નોંધાઇ છે બીજી તરફ પોલીસ વિભાગની વાત કરીએ તોલાંચલેતા શરમ ન આવે?? તગડા પગાર-મફતીયા લાભ છતા અમુક PC-HC-ASI-PSI તોષણ લેતા જામનગર અને દ્વારકા જિલ્લામાં ઝડપાયા જ છે સાથે સાથે SP DELU પણ કડક પગલા લેતા હોઇ હાલ સમગ્રપણે સ્વચ્છતા અભિયાન ચાલે છે
જામનગર અને દ્વારકા જિલ્લામા ભ્રષ્ટાચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર પરમારથી બચજો …..એની પક્કડ પાકી હોય છે……ની ચર્ચા..થાય છે ..કેમકે પછી શીયાવિયા થાય કે બકરી થાય…..તો શું?? રંગે હાથ ઝડપાતા તીર ચાલી ગયુ. હોય ને?? ત્યારે ભલામણ કરનારાઓ શરમાવો….દુષણ ને છાવરો છો?? સરકાર પારદર્શીતાની વાતો કરે છે અને અમુક નેતાઓ તેના જીહજુરીયા કે પાગીયા ને છોડાવ વા ભલામણ કરે છે તે કરૂણતા કેવી??
@@તારીખ ૨૭ જુન સોમવાર ની વિગત ના પોઇન્ટસ
*એસીબી સફળ ટ્રેપ*
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : અરજણભાઈ ખીમાભાઇ ડાંગર, ૩૦, અના. હેડ કોન્સ્ટેબલ,વર્ગ-૩,ખંભાળિયા ગેટ પોલીસ ચોકી, સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર
ગુનો બન્યા તા. ૨૭/૦૬/૨૦૨૨
લાંચની માંગણીની રકમ : રૂ.૨૫૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૨૫૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨૫૦૦/-
ગુનાનું સ્થળ : ખંભાળિયા ગેટ પોલીસ ચોકી,જામનગર.
——આ કામના ફરિયાદી ના માણસો વિરુદ્ધ થયેલ અરજીના કામે ફરિયાદી ના માણસોને અરજી તપાસમાં હેરાન પરેશાન નહિ કરવા અને માર નહી મારવા પેટે ફરિયાદી તથા સાહેદ ની હાજરીમા રૂ.૬૦૦૦/- ગેરકાયદેસર લાંચ માંગી, રૂ.૩૫૦૦/- આગળના દિવસે લઈ લીધેલ. અને બાકીના રૂ.૨૫૦૦/- આજરોજ આપવાનો વાયદો કરેલ. ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી જામનગર એસીબી નો સંપર્ક કરી પોતાની ફરિયાદ લખાવેલ.
આજરોજ જામનગર એસીબી દ્વારા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. છટકા દરમિયાન આ કામના આરોપી એ ફરિયાદી તથા સાહેદ ની સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જઈ ગુનો કરેલ છે.
નોંધ :- આરોપી હાલ એસીબી જામનગર ખાતે રાખેલ છે, તેનું કોરોના કોવીડ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રેપિંગ અધિકારી :
શ્રી એ. ડી. પરમાર,
પોલીસ ઇન્સ્પેકટર,જામનગર તથા
જામનગર એસીબી પો.સ્ટે.નો સ્ટાફ
સુપરવિઝન અધિકારી :
શ્રી આર.આર.સોલંકી ,
ઇન્ચાર્જ મદદનીશ નિયામક,
એસીબી રાજકોટ એકમ, રાજકોટ
@@@@જામનગર એસીબી ફરિયાદી ને પુરતો સહયોગ બળ વિશ્ર્વાસ અને સીસ્ટમ્સ પુરી પાડતા હોઇ
સરપંચ
કોર્પોરેટર
નાયબ મામલતદાર
પીએસઆઇ
સરકારી અન્ય કર્મચારી વગેરે ઝડપાયા છે દેખીતુ છે કે સફળ ટ્રેપ એ ખુબ આયોજન અને ચોકસાઇનુ કામ છે ખુબ હોમવર્ક કરવુ પડે છે તે પણ કાયદા મુજબ….લોકોને જે લાંચ મા પકડાયેલા ભીના કાગડા જોવા મળે છે તે તો લાસ્ટ રીઝલ્ટ છે પરંતુ ફરિયાદી ને સાંભળવા તેમની પાસેથી વિગતો તેમજ જો પુરાવા હોય તો તે તેમજ સર્વે તપાસ સોર્સ ભેગા કરવા તેમજ પંચ નિયત કરવા સ્થળ પર જવુ ત્યા પણ એલર્ટ રહેવુ તેના સહિત સ્ટેશનરી સાહિત્ય વગેરે ઉપરાંત દસ્તાવેજો એકત્રીત કરવાનુ હોય છે ત્યારે જામનગર ACB PI પરમાર તેમજ સ્ટાફ ખુબજ સજ્જ હોય છે તેમજ મોટી બાબત એ છે કે ભલામણ નથી રાખતા કેમકે સરકાર પણ ઇચ્છે છે કે ભ્રષ્ટાચાર કાબુમા આવે ત્યારે શાસકપક્ષમા નેતાઓ અધીકારીઓ આગેવાનો પદાધીકારીઓ વગેરે સક્ષમ એ આવા કેસમા આરોપી તરફે ભલામણ કરવાના બદલે ડીપાર્ટમેન્ટ ને નૈતિકબળ પુરુપાડવુ જરૂરી છે તેમ ટીકા સાથે અમુક જાણકારો અભિપ્રાય આપે છે
bgb 8758659878
gov.accre.journalist
jamnagar
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024