મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મારી સ્પર્ધા મારી જાત સાથે છે તેમ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શરદ પટેલ એ newsjamnagar સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ તેઓ આગામી ફિલ્મ વિકીડા નો વઘોડો વિશે ખાસ વાત કરી
News Jamnagar June 29, 2022
ભાષાવૈભવ સાથે નવુ સર્જન “વિકીડાનો વરઘોડો”
મારી સ્પર્ધા મારી જાત સાથે છે–ફિલ્મ નિર્માતા અને નિર્દેશક
ગુજરાતી રંગમંચ ની ભવ્યતા ના ફિલ્માંકન નો યુગ સ્થાપવા સફળ જહેમત
“વિકીડાનો વરઘોડો” માટે ટીમ મુવીમા ભારે ઉતેજના અને ગજ્જબનો વિશ્ર્વાસ
ગરવા ગુજરાતીને પોતાની ભાષાના સર્જન ઊપર થશે ગૌરવ–શરદ પટેલ
જામનગર ( ભરત ભોગાયતા)
મારી સ્પર્ધા મારી જાત સાથે છે તેમ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શરદ પટેલ એ newsjamnagar સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ તેઓ આગામી ફિલ્મ “વિકીડા નો વઘોડો વિશે ખાસ વાત કરી રહ્યા હતા ત્યારે તારણ એ નીકળ્યુ છે કે
ગુજરાતી રંગમંચ ની ભવ્યતા ના ફિલ્માંકન નો યુગ સ્થાપવા માટે આ તેમની સફળ જહેમત છે કેમકે “છેલ્લો દિવસ” ફિલ્મ લાંબો સમય દર્શકો અને ચાહકોના દિમાગને તરોતાજા કરતી રહી તેવુજ કઇક નવુ ક્રિએશન તે પણ હળવી શૈલીમા પ્રસ્તુત થયુ હોઇ”વિકીડાનો વરઘોડો” માટે સમગ્ર પણે ટીમ મુવીમા ભારે ઉતેજના અને ગજ્જબનો વિશ્ર્વાસ છે અને
ગરવા ગુજરાતીને પોતાની ભાષાના સર્જન ઊપર ગૌરવ થશે તેમ શરદ પટેલએ આ તકે ઉમેર્યુ હતુ
ગુજરાતી સર્જન ની કલાની વાત કરીએ ત્યારે અન્ય અનેક સનંમાનનીય લેખકો કવિઓ ગઝલકારો સાહિત્યકારો લોકલાકારો વિવેચકો ને યાદ કરીએ તેમ કવિ કલાપી ને આ તકે યાદ કરીએ તો …..કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહી……” ની જેમ કલાનુ આકલન તેના રસિકો કરી શકે ત્યારે ગુજરાત એ એવો પ્રદેશ છે કે જન જન વિવિધતામા એકતારૂપે કલા રસીકો છે માટે આ ફિલ્મ ને હોંશે હોંશે વધાવશેવકેમકે તેમા કલા ને નવા આયામથી ગુંથવામા આવી છે અને નિર્માતા નિર્દેશક શરદ પટેલ એ કલાકારોને નવ્ય કલાપ્રસ્તુતી માટે સક્ષમ અને સફળ રીતે રજુ કર્યા છે જે માટે નિર્દેશકનો આત્મા રસતરબોળ થઇ બહુ આયામી દુરંદેશી સાથે સર્જન ને નવ્ય અને ભવ્ય બનતો હોય છે જે પ્રતિતિ કરાવવાનો પ્રયાસ થયાનુ તારણ છે માટે હળવાશથી ગંભીરતા અને ગંભીરતાથી હળવાશ એ ધ્યેય સાર્થક કર્યાનો આત્મવિશ્ર્વાસ વ્યક્તકરી ભારે ઉતેજના સાથે આ ગુજરાતી મુવી લોંગ લાસ્ટીંગ ઇફેક્ટ દર્શકોના માનસપટ પર છોડે તેવા એકરસ થઇ ને પ્રયત્નો કર્યાનુ ટીમ જણાવે છે
આવનારી ફિલ્મ “વિકિડાનો વરઘોડો” ના ગીત “દ્રાક્ષ ખાટી છે” ને મળેલા અદભૂત પ્રેમ બાદ “ઉડી રે” એક ખૂબ સુંદર અને રોમેન્ટીક નવું ગીત છે જે હમણાં જ રિલીઝ થયું છે. નિરેન ભટ્ટે જેના શબ્દો લખ્યા છે, અને આ ગીત પાછળ સોનુ નિગમનો ખૂબસૂરત અવાજ છે. અમર ખંધાએ સંગીત આપ્યું છે. આ ગીતમાં મલ્હાર ઠાકર અને માનસી રાચ્છ છે. આ વીડિયો સોંગમાં તમે તેમની કેમેસ્ટ્રી જોઈ શકો છો. આ ગીતમાં જે પણ સીન-સિનારિયો તમે જોઈ શકો છો તે રોમેન્ટિસીઝમની એક નવી વવ્યાખ્યા આપે છે. તેમાં વિકી વિદ્યાની કંપની એન્જોય કરી રહ્યો છે. આપણો ચાર્મિંગ વિકી તો વિદ્યાનાં પ્રેમમાં છે એ દેખાય છે પણ વિદ્યાનું શું? વીડિયો સોંગમાં તમે માત્ર એ બંનેની કેમેસ્ટ્રી જોઈ શકો છો પરંતુ વિકી અને તેની લવ લાઈફ વિશે જાણવા માટે તમારે થિયેટરમાં જ જવું પડશે. લાંબા એવા બ્રેક બાદ ગુજરાતી સિનેમાને બ્લોક બસ્ટર હિટ ફિલ્મ “છેલ્લો દિવસ” આપનાર શરદ પટેલ કોમેડી ટ્રેજિક ફિલ્મ “વિકીડાનો વરઘોડો” લઈને આવી રહ્યા છે. એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, જાન્વી પ્રોડક્શન્સના અજય શ્રોફ, પંકજ કેશરુવાલા અને વિકાસ અગ્રવાલ તથા રિશિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલ ફિલ્મના નિર્માતા છે. સન આઉટડોર્સના પ્રિતેશ શાહ આ ફિલ્મના સહ-નિર્માતા છે.
મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર, એમ મોનલ ગજ્જર, જીનલ બેલાણી અને માનસી રાચ્છ છે. તો તમે બધા જ વિકી અને તેની પત્નીને આશીર્વાદ આપવા તૈયાર છો ને? હા, હવે વિકીની વાઈફ કોણ બનશે? એ જાણવા માટે તો તમારે 8મી જુલાઈ 2022ના રોજ થિયેટરમાં જ જવું પડશે.
bgb 8758659878
gov.accre.journalist
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024