મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આ વખતે પાછોતરો વરસાદ વધુ--છસ્સો વરસ જુની પરંપરાથી હાલારમા વરતારો
News Jamnagar July 04, 2022
આ વખતે પાછોતરો વરસાદ વધુ–છસ્સો વરસ જુની પરંપરાથી હાલારમા વરતારો
જામનગર પાસેના આમરામા પરંપરા નો ઉત્સવ યોજાયો
જામનગર ( ભરત ભોગાયતા)
ૐ છ સદીઓથી જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો પરંપરા છે. મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય? અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે, ગ્રામજનોની હાજરીમાં વેરાઈ માતાજીની પૂજા અર્ચન બાદ આ વિધિ સંપન થાય છે. કેમ આવી પરંપરા પડી ?? ક્યારથી આવી રસમ અપનાવાઈ છે ? એવું તે શું બન્યું આમરા ગામમાં ? આવો જાણીએ
વરસાદના વરતારા વિષે તમે ઘણું સાંભળ્યું હશે અને અનેક રીત રીવાજો અને પરંપરાગત રીતિઓ વિષે અવગત હશો પણ એક એવું ગામ જ્યાં અનોખી રીતે થાય છે વરસાદનો વરતારો, જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે,ગામના સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે, કુવા કાઠે આવેલ સતી માતાજી મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે, અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.
દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધજા ચઢાંવાય છે. વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ ઉપર આફત આવી હતી. જે તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે. જો પૂર્વ અને ઈસાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વરસે રોટલાની દિશા અતરાદી હોવાથી સારા વરસાદનું સૂચન કરતી હોવાથી વર્ષ સારું રહેશે અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ આમરા ગ્રામજનોએ જણાવ્યું હતું.
તસવીર વિડીયો– શક્તિ ધોળકીયા
અહેવાલ– ભરત ભોગાયતા
bgb 8758659878
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025