મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિ.પં.વહીવટી કર્મચારી મંડળની સાધારણ સભામા થયા મહત્વના ઠરાવ
News Jamnagar July 04, 2022
જામનગર જિ.પં.વહીવટી કર્મચારી મંડળની સાધારણ સભામા થયા મહત્વના ઠરાવ
જામનગર ( ભરત ભોગાયતા)
ગત તા.૨૧/૦૬/૨૦૨૨ના રોજ સાંજે ૦૬-૧૫ કલાકે વહીવટી સંવર્ગના તમામ કર્મચારીઓની ઉપસ્થિતીમાં સને-૨૦૨૨/૨૩ની પ્રથમ સાધારણ સભા બેઠક જિ.પં.સભાગૃહમાં મળી હતી. જેમાં પૂર્વ નિર્ધારીત એજન્ડા અને કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા થઈ અને નીચે મુજબની વિગતે ઠરાવ બહાર પાડવામાં આવ્યા.
જેમાં મુખ્યત્વે, કર્મચારીઓની માંગણી મુજબ બદલી કરવા, બઢતીપાત્ર કર્મચારીઓને તાત્કાલીક બઢતી આપવા, ના.જિ.વિ.અ.શ્રીઓની શાખાઓમાં હિસાબી સંવર્ગના કર્મચારીઓ મુકવા DDOને રજૂઆત કરવાનું નક્કી થયું.
વધુમાં, દર ત્રણ માસે મંડળની સાધારણ સભા બેઠક યોજવા,
મંડળ દ્વારા થનારા ખર્ચના પારદર્શક વહીવટ માટે નવું બેન્ક ખાતું ખોલાવવા,
રાજ્ય મંડળ અને જિલ્લા સંઘની ફી ભરવા, વયનિવૃત્તિ કાર્યક્રમ ગોઠવવા,
ચાલુ નોકરીએ અવસાન પામનાર સ્વ.કર્મચારીના પરીવારને આર્થિક સહયોગ આપવા
વગેરે જેવા ખર્ચને પહોંચી વળવા કર્મચારી દીઠ વાર્ષિક ફી રૂ.૧૨૦૦/- લેવાનું સર્વાનુમતે નક્કી થયું.
ચાલુ નોકરીએ અવસાન પામનાર સ્વ.કર્મચારીના પરીવારને
મંડળના ભંડોળમાંથી રૂ.૨૫,૦૦૦/-,
હાલ ફરજ બજાવતા અંદાજે ૬૫ કર્મચારીઓ તરફથી સ્વેચ્છાએ રૂ.૧૦૦૦/- (કુલ ૬૫,૦૦૦/-) અને
એમ.આર.ભિમાણી (માજીસૈનિક સિ.કા. તાલુકા હેલ્થ,જામનગર) તરફથી રૂ.૧૦,૦૦૦/-
આમ કુલ મળીને અંદાજે રૂ.૧૦૦,૦૦૦/- (અંકે રૂ.એક લાખ)
સ્વ.કર્મચારીના પરીવારને આર્થિક સહયોગ આપવાનું સર્વાનુમતે નક્કી થયું.
બેઠકનું સંચાલન જિલ્લા કર્મચારી સંઘના સચિવ સેજપાલ શ્રીરામે કર્યું હતું. બેઠકમાં તમામ કર્મચારીઓ તેમજ હોદ્દેદારો એવા રાકેશસિંહ જાડેજા (પ્રમુખ), મિતરાજસિંહ ગોહિલ (મંત્રી), ભાવિન દવે (ઉપપ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા.
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024