મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાહિતી કચેરી દ્વારા અવિરત પ્રસિદ્ધ કરાતા અગત્યના સમાચાર
News Jamnagar July 05, 2022
જામનગર જિલ્લામાહિતી કચેરી દ્વારા અવિરત પ્રસિદ્ધ કરાતા અગત્યના સમાચાર
ફાયરીંગ રેન્જમા ન જવુ-તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ જેમા લોકોની ફરિયાદના થશે નિકાલ માટે નિયમાનુસાર અરજી કરવા જાહેર કરાયા નિયમો—મધ્યાહનભોજન કેન્દ્ર માટે રસોયા જોઇએ છે સરકારને–ડોક્ટર્સ ડે ઉજવાયો–રમતગમત પ્રશિક્ષણ ની શરૂઆત યુવાન ભાઇ બહેનો લાભ લો
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા જુદા જુદા સરકારી વિભાગો સાથે સંકલન કરી લોકોને ઉપયોગી તેમજ કાયદા પાલન તેમજ તકેદારી ની બાબતો તેમજ સરકારના મહત્વના નિર્ણયો અને જાહેર સમારંભો ઉપરાંત મુખ્યબાબતો જે લોકોને ઉપયોગી હોય તે અને સરકારના આયોજનો સહિત અનેકવિધ બાબતો પ્રકાશીત કરવા માધ્યમો સુધી પહોંચાડવામા આવે છે તેવીજ રીતે જોઇએ તો વધુ એક વખતજામનગર જિલ્લાના અગત્યના સમાચાર જિલ્લા માહિતી કચેરીએ જાહેર ક્ર્યા છે જેમકે ફાયરીંગ રેન્જમા ન જવુ-તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ જેમા લોકોની ફરિયાદના થશે નિકાલ માટે નિયમાનુસાર અરજી કરવા જાહેર કરાયા નિયમો—મધ્યાહનભોજન કેન્દ્ર માટે રસોયા જોઇએ છે સરકારને–ડોક્ટર્સ ડે ઉજવાયો–રમતગમત પ્રશિક્ષણ ની શરૂઆત યુવાન ભાઇ બહેનો લાભ લો વગેરે નો સમાવેશ થાય છે
@વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
જામનગર તા. 4 જુલાઈ, આગામી તા. 11 થી 13 જુલાઈ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં આસિસ્ટન્ટ ક્માન્ડીંગ ઓફિસરશ્રી, CISF યુનિટ રિલાયન્સ, જામનગર દ્વારા આગામી તારીખ 11, 12, 13 જુલાઈ આમ દિવસ – ૦૩ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં આસિસ્ટન્ટ ક્માન્ડીંગ ઓફિસરશ્રી દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
@આગામી તા.૨૭ જુલાઇના રોજ જામનગર (ગ્રામ્ય) ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
અરજદારોએ તા. 12 જુલાઇ સુધીમાં મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે
જામનગર તા. 4 જુલાઈ, સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવામાં આવે છે.
આ અંતર્ગત જામનગર (ગ્રામ્ય) તાલુકા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭-૦૭-૨૦૨૨ બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જામનગર (ગ્રામ્ય)ના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) તાલુકા, ખાતે યોજવામાં આવશે. આગામી તા.12 જુલાઇ સુધીમાં અરજદારોએ અરજી મોકલી દેવાની રહેશે.
1. આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામપંચાયત તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રીને અરજી કરેલ હશે અને તે નિર્ણય થયા વગરની હશે તો જ અરજી સ્વીકારવામાં આવશે.
2. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલ પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.
3. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.
4. આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.
5. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. તેમ મામલતદારશ્રી, જામનગર (ગ્રામ્ય) તાલુકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
@ધ્રોલ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયાની નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી
જામનગર તા.૪ જુલાઇ, ધ્રોલ તાલુકાના લતીપુર તાલુકા પ્રાથમિક શાળા, બીજલકા પ્રાથમિક શાળા, ધ્રોલ વાડી શાળા ૨, ધ્રોલ વાડી શાળા ૧, ધ્રોલ વાડી શાળા ૫, રાજપર વાડી શાળા, લૈયાળા વાડી શાળા, હરિપર વાડી શાળા મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુકની ખાલી જગ્યા ભરવાની હોવાથી જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય તેઓએ મામલતદાર કચેરી, ધ્રોલથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ મેળવવાના રહેશે. તા.૧૫-૭-૨૦૨૨ સુધીમાં વિગતો ભરીને પ્રમાણપત્રની નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે. આ અંગેના ઈન્ટરવ્યુની તારીખ અંગે રજૂ થયેલ અરજીઓ મુજબ લાયકાત ધરાવતા અરજદારોને તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લાવવાના રહેશે,
આ યોજનામાં સંચાલક તરીકે નિમણુક વ્યક્તિની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ અને મહતમ ૬૦ વર્ષની રાખવામાં આવી છે. ઉમેદવાર ધો.૧૦ પાસ હોવા જોઈએ. અને તેજ ગામના વ્યક્તિ હોવા જોઈએ. જે ગામે ધો.૧૦ પાસ ન હોય ત્યાં ધોરણ-૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવશે. તથા ગામડાની વિધવા, ત્યકતા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણુકમાં અગ્રતા આપવામાં આવશે. મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં જેમણે ફરજ બજાવેલ હોય અને નિમણૂક માટે પાત્રતા ધરાવતા હોય તેવી વ્યક્તિઓને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર હોય, માનદ વેતન મેળવતા હોય તેવા વ્યક્તિઓ, અનાજ દળવાની ઘંટી ચલાવતા હોય, શાકભાજી, મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી.
અરજી ફોરમ સાથે શાળા છોડ્યાના પ્રમાણપત્રો, માર્કશીટ તથા રેશનકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, તથા અન્ય અનુભવ અંગેના સર્ટિફિકેટની પ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશે. તેમ મામલતદાર ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
@જી. જી. હોસ્પિટલ અને એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજનાં પી.એસ.એમ. વિભાગ દ્વારા “ડોક્ટર્સ ડે” ની ઉજવણી કરાઇ
જામનગર તા.૪ જુલાઇ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૦૧/૦૭/૨૦૨૨ ના રોજ “નેશનલ ડોક્ટર્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જી. જી. હોસ્પિટલ અને એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજનાં પી.એસ.એમ. વિભાગની ટીમ દ્વારા ઓલ્ડ એજ હોમ અને સ્પેશિયલ ચાઈલ્ડ હોમની વિઝીટ કરી વૃદ્ધો તથા બાળકો સાથે અલગ અલગ એક્ટીવીટી, એકર્સસાઈઝ તથા યોગા કરી “નેશનલ ડોક્ટર્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.
@સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત
ડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે વિવિધ રમતોના પ્રશિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ
જામનગર, તા. 4 જુલાઈ: તા.1 જુલાઈથી જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, જામનગર સંચાલિત રમત સંકુલ શરુ થઇ ચૂક્યું છે. જેમાં સ્વિમિંગ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો જેવી વિવિધ પ્રકારની રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. તા. 1 જુલાઈથી કાર્યરત થયેલા આ રમત સંકુલમાં ભાગ લેવા માટે રસ ધરાવતા ખેલાડીઓએ ક્રિકેટ બંગલા, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનું જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મનસુખભાઇ ગોહિલ (સંકુલ ઇન્ચાર્જ)ને ટેલિફોન નંબર 9909014840, નરેન્દ્ર પ્રજાપતિ 9328969172 અને પરાગ ગોહિલનો 8511907771 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે. આ રમત સંકુલમાં ખેલાડીઓને પ્રવેશ મેળવવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ અને અન્ય વિગતો માટે જિલ્લા માહિતી કચેરીના વડા ગોજારીયાના માર્ગદર્શન હેઠળ પારૂલ, જલકૃતિ, વિરેન્દ્રસિંહ અને ગજેન્દ્રસિંહએ જહેમત ઉઠાવી હતી
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025