મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગરવા ગુજરાતની મેગાબજેટ ફિલ્મ “રાડો”ના કલાકારોએ જામનગરમા
News Jamnagar July 14, 2022
ગરવા ગુજરાતની મેગાબજેટ ફિલ્મ “રાડો”ના કલાકારોએ જામનગરમા
• ગુજરાતી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ રાડો 22 જુલાઈએ મોટા પરદે રજૂ થશે
• એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” 22 જુલાઇએ રીલિઝ કરાશે
જામનગર (ભરત ભોગાયતા)
વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને તેની આસપાસમાં કરવામાં આવ્યું હતું જેમાં 119 કલાકારો હતા અને તેને એક વાસ્તવિક અનુભૂતિ આપવામાં આવી હતી. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.
યશ સોનીએ કહ્યું – “અમે 65 દિવસનું શૂટિંગ કર્યું અને ફિલ્મમાં કાચો બનવાનો પ્રયાસ કર્યો. ઘણા કલાકારોને શૂટ દરમિયાન ઇજાઓ પણ પહોંચી હતી જે દર્શાવે છે કે ફિલ્મ તેમના માટે કેટલી મહત્વની છે અને દર્શકોને તેઓ જે ઇચ્છે છે તે આપે છે. તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી બજેટ ફિલ્મ છે અને ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલા લગભગ 85 ડ્રાફ્ટ લખવામાં આવ્યા હતા.”
ફિલ્મમાં નવી પેઢીના નવા વિચારો ધરાવતા અને સમાજ માટે કાઈક કરી છૂટવાની જંખના ધરાવતા યુવકનું પાત્ર ભજવતા કલાકાર નિકિતા શર્માએ જણાવ્યું કે ગુજરાતી ભાષામાં આ પ્રકારે બિગ બજેટ ફિલ્મ આવવી એ ખૂબ મોટી વાત છે.
ગુજરાતી ફિલ્મ “રાડો”ના ટ્રેલર રીલિઝ બાદ લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ “રાડો”ની રીલિઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જે 22 જુલાઇના રોજ સમગ્ર ભારતમાં રીલિઝ કરવામાં આવશે. ત્યારે ફિલ્મના પ્રમોશનને લઇ રાજકોટ ખાતે કલાકારો યશ સોની, , નિકિતા શર્મા, તર્જની ભાડલા અને પ્રાચી ઠાકર સહિત ફિલ્મ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત, અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે ગુજરાતી ફિલ્મ “રાડો” એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. જે 22 જુલાઇના રોજ ગુજરાત સહિત દેશભરના થિયેટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે.
નિકિતા શર્મા કહ્યું “ફિલ્મ રાડોમાં હું માધવીનું પાત્ર ભજવું છું. માધવી એક ખૂબ જ ફિમેલ સેન્ટ્રિક પાત્ર છે. આવા પાત્ર ગુજરાતી ફિલ્મોમાં.. હં એમ પણ કહીશ કે હિન્દી ફિલ્મોમાં પણ આપણને જોવા મળતા નથી. જે રીતે ફિલ્મમાં આપણે હીરોને જોઇએ છીએ, હીરોમાં જે ટશન હોય છે, જે મેલ એક્ટર્સને મળી રહેતા પાત્ર હોય છે, એવું જ સરસ મઝાનું આ પાત્ર માધવીનું છે. જે ખૂબ જ પાવરફૂલ છે. માધવી ખૂબ જ સ્ટ્રોંગ છે. યશ જે પાત્રને ભજવે છે, તેના આ કરતા મારૂં પાત્ર એકદમ ઓપોઝિટ છે. એટલે કે, યશ ફિલ્મમાં ખૂબ જ હાઇપર છે અને તે ખૂબ જ પાવરફૂલ છે. પરંતુ માધવી પણ પાવરફૂલ હોવાની સાથેસાથે વધુ કામ અને ઓથોરેટેટિવ છે. તો સાયલંટ ઓથોરેટેટિવ એ માધવી છે.”
લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’ સાથેની કહાણી ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો”માં યશ સોની, હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નિલમ પંચાલ, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.
@……પૂરક વિગતો ….જયેશ(શક્તિ)ધોળકીયા
ફોટો જર્નાલીસ્ટ—જામનગર
@bgb
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.co
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025