મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેતીપ્રધાન રાષ્ટ્રની નેશનલ કોન્ફરન્સમાં ગુજરાત તરફ સૌ આકર્ષાયા -- કૃષીમંત્રી છવાયા-- ગૌરવ વધ્યુ
News Jamnagar July 16, 2022
ખેતીપ્રધાન રાષ્ટ્રની નેશનલ કોન્ફરન્સમાં ગુજરાત તરફ સૌ આકર્ષાયા — કૃષીમંત્રી છવાયા– ગૌરવ વધ્યુ
કૃષીમંત્રી રાઘવજી એ નેનો યુરીયા સહિત મહત્વની બાબતો કરી રજુ
કિસાનો ને “ટેકો ” હજુ વધશે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સારકાર…..હા ધ્યાને મુકતાવેત મળે છે મંજુરી—-પ્રજાલક્ષી–ખેતી લક્ષી –ટેકનોલોજીલક્ષી સરકાર અવિરત “સર્વજનહિતાય” સમર્પિત હોવાનુ જણાવતા ગુજરાત સરકારના સિનિયર કેબીનેટ મિનીસ્ટર
કેન્દ્રસરકારે ફાળવ્યુ પુરતુ ખાતર–પ્રાકૃતિક ખેતી અને ધરતીપુત્રોની અનેકવિધ યોજનાઓ સાથે ખેત ઉત્પાદનના મબલખ વૃદ્ધીદર માટે ની બાબતો રજુ કરાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
ખેતીપ્રધાન રાષ્ટ્રની નેશનલ કોન્ફરન્સમાં ગુજરાત તરફ સૌ આકર્ષાયા અને રાજ્યનુ ગૌરવ વધ્યુ કેમકેકૃષીમંત્રી રાઘવજી પટેલ એ નેનો યુરીયા સહિત મહત્વની બાબતો મુદાસર રજુકરી હતી અને જણાવ્યુ હતુ કેકિસાનો ને “ટેકો ” હજુ વધશે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સારકાર…..હા ધ્યાને મુકતાવેત મંજુરી મંજુરી મળે છે આમ —-પ્રજાલક્ષી–ખેતી લક્ષી –ટેકનોલોજીલક્ષી સરકાર અવિરત “સર્વજનહિતાય” સમર્પિત હોવાનુ ગુજરાત સરકારના સિનિયર કેબીનેટ મિનીસ્ટર એ આત્મવિશ્ર્વાસથી જણાવી આત્મનિર્ભર ભારતના અભિન્ન અંગ ગરવા ગુજરાતની ખેતી લગત પ્રગતીની વિગતો પ્રસ્તુત કરી હતી જેમાં કેન્દ્રસરકારે ફાળવેલ પુરતુ ખાતર–પ્રાકૃતિક ખેતી અને ધરતીપુત્રોની અનેકવિધ યોજનાઓ સાથે ખેત ઉત્પાદનના મબલખ વૃદ્ધીદર માટે ની બાબતો આવરી લેવાઇ હોવાનુ મીનીસ્ટર પી.એ. દિવ્યેશ પટેલ એ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતુ
રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં MSP યોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના ૨૫% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના સ્થાને રાજ્યના કુલ ઉત્પાદનના ૫૦% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજુરી આપવા કૃષિ મંત્રીશ્રીઓની નેશનલ કોન્ફરન્સમાં ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં બેંગલુરુ, કર્ણાટક ખાતે રાજ્યોના કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી.
રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્યને પૂરતી માત્રામાં અને સમયસર ખાતર ફાળવવા તેમજ ચણાની ટેકાના ભાવે ખરીદીમાં સહયોગ કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદી, કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર તોમર અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ નેશનલ કોન્ફરન્સમાં ડિજિટલ એગ્રીકલ્ચર, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રાકૃતિક ખેતી, માર્કેટિંગ (FPO અને e-NAM), નેનો ફર્ટિલાઇઝર, પીએમ કિસાન, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ વગેરે જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન અને ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચર, પ્રાકૃતિક ખેતી, નેનો ફર્ટિલાઇઝર વગેરે ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં થયેલ આગવી કામગીરી અને આગામી આયોજન અંગે નેશનલ કોન્ફરન્સમાં ચિતાર રજૂ કર્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ એગ્રીકલ્ચર ક્ષેત્રે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫થી કામગીરી આરંભી દીધી હતી. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતી વિવિધ ઓનલાઈન સેવાઓ, જેવી કે, આઇ-ખેડૂત પોર્ટલ, ડીબીટી તથા ઓનલાઈન લાયસન્સ સૉફ્ટવેર અંગે માહિતી પૂરી પાડી હતી.
મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા નવીન સંશોધન અને આત્મનિર્ભર ભારતનો મંત્ર ચરિતાર્થ કરી શકે તેવા “નેનો યુરીયા”ના પ્રમોશન માટે તેમજ ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ માટેના નિદર્શનો માટે કરેલ રૂ. ૩૫ કરોડની જોગવાઈ અંગે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં.
રાજ્ય સરકાર દ્વારા નેચરલ ફાર્મિંગના પ્રમોશન માટે કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રધાનમંત્રીશ્રીના આહવાન મુજબ રાજ્યમાં દરેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે શરૂ કરાયેલ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. આ કોન્ફરન્સમાં મંત્રીશ્રી સાથે રાજ્યના ખેતી નિયામક શ્રી એસ. જે. સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.
@________________________
bgb
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024