મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શ્રી માં દર્શન ગૌશાળા એ કર્યુ આખલાનુ રેસ્ક્યુ
News Jamnagar July 18, 2022
શ્રી માં દર્શન ગૌશાળા એ કર્યુ આખલાનુ રેસ્ક્યુ
ગિોવંશ પાલન પોષણ માટે સેવાભાવીઓની અવિરત સરાહનીય કામગીરી
હાલના સમયમા પ્રજવલીત સેવાયજ્ઞની ઠેરઠેર સરાહના સાથે સહયોગની પણ સરવાણી
અબોલ જીવ માટે સૌ એ સાથ આપવો જોઇએ તેવો જીવદયા પ્રેમીઓનો આગ્રહ
જામનગર ( સાગર સંઘાણી)
જામનગરમા શ્રી માં દર્શન ગૌશાળા એ એક આખલાનુ રેસ્ક્યુ કર્યુ હતુ આ ગૌશાળા દ્વારા ગૌવંશ પાલન પોષણ માટે સેવાભાવીઓની અવિરત સરાહનીય કામગીરી રહી હોવાનુ જાણવા મળ્યુ છે માટેજ
હાલના સમયમા પ્રજવલીત સેવાયજ્ઞની ઠેરઠેર સરાહના સાથે સહયોગની પણ સરવાણી વહે છે આ તકે એક અપીલ કરાય છે કે
અબોલ જીવ માટે સૌ એ સાથ આપવો જોઇએ તેવો જીવદયા પ્રેમીઓનો આગ્રહ છે
જામનગર દરેડ નજીક જી.આઇ.ડી.સી ફેસ 3 માં આવેલી શ્રી માં દર્શન ગૌશાળા છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને વૃદ્ધ અંધ અપંગ એકસીડન્ટ વાળી બીમાર ગાયોની આ ગૌશાળા અવિરત પણે સેવા કરી રહી છે તાજેતરમાં જ એક બનાવો એવો બન્યો છે કે જેમાં જામનગરમાં ફાયર બ્રિગેડની શાખા દ્વારા પણ જે કામ નથી થયું તે કામ શ્રી માં દર્શન ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં જામનગરમાં સેટેલાઈટ સોસાયટી માં એક પાણીના ટાંકામાં આખલો પડી ગયો હતો. જેમાં ફાયર બ્રિગેડની શાખા દ્વારા 2 કલાક સુધી આખલા ને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો છતાં પણ તે આખલો બહાર આવી શક્યો નહીં.તૈયારે શ્રી માં દર્શન ગૌશાળા દ્વારા આ આખલા ને 10 લોકો દ્વારા 30 મિનિટ માં બહાર કાઢવા માં આવ્યો અને અબોલ પશુ નો જીવ બચાવ્યો હતો અને શ્રી માં દર્શન ગૌશાળા ની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી
bgb 8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024