મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામ્યુકો વહીવટી પાંખ સજ્જ--સતત ધમધમતો ફ્લડકંટ્રોલ--ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર
News Jamnagar July 22, 2022
જામ્યુકો વહીવટી પાંખ સજ્જ–સતત ધમધમતો ફ્લડકંટ્રોલ–ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર
કમી.ખરાડી–ડે.કમી.વસ્તાણી–આસી.કમી.પંડ્યા–સીટી એન્જી.જાની તેમજ વોર્ડવાર અધીકારીઓ સ્ટાફ સૌની TEAM JMC ADMIN તરીકે સંયુક્ત કાર્યવાહીઓ
ફાયર કંટ્રોલરૂમ પણ સંયુક્ત રીતે ચીફ ફાયર ઓફીસરના નેજા હેઠળ સુસજ્જ હોઇ કમીશનરે બિરદાવ્યા
જરૂર પડ્યે તકેદારી બચાવ રાહત સહાય સલામતી સહિતની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના રેસક્યુ એન્ડ રીલીફ અંગેના મેન્યુઅલ મુજબની સનદી અધીકારી વિજય ખરાડીની સુચનાઓ સાથે ફરજ પરના સૌને અપાયુ TASK–જવાબદારી ફિક્સ
સીવિલ–ટીપીઓ-એસ્ટેટ-સોલિડવેસ્ટ–આરોગ્ય–ફાયર-ભુગર્ભ સહિતની સૌ બ્રાંચ રાઉન્ડ ધ ક્લોક પ્રીપેર્ડ
જામનગર ( ભરત ભોગાયતા)
ભારે વરસાદની આગાહીના પગલે જામ્યુકો વહીવટી પાંખ થઇ સજ્જ તેમજ સતત ધમધમતો ફ્લડકંટ્રોલ ખરા અર્થમાં ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર બની રહે તે દિશામા જહેમત ઉઠાવાઇ છે જેથી મ્યુ.કમી.ખરાડી–ડે.કમી.વસ્તાણી–આસી.કમી.પંડ્યા–સીટી એન્જી.જાની તેમજ વોર્ડવાર અધીકારીઓ સ્ટાફ સૌની TEAM JMC ADMIN તરીકે સંયુક્ત કાર્યવાહીઓ ઉભરી આવી છે સાથે સાથે ફાયર કંટ્રોલરૂમ પણ સંયુક્ત રીતે ચીફ ફાયર ઓફીસર બિશ્ર્નોઇ ના નેજા હેઠળ સુસજ્જ હોઇ કમીશનરે સૌ ને પ્રેરીત કરી સજ્જતા બદલ બિરદાવ્યા હતા અને જરૂર પડ્યે તકેદારી બચાવ રાહત સહાય સલામતી સ્થળાંતર સહિતની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના મેન્યુઅલ મુજબની રેસક્યુ એન્ડ રીલીફ ની છણાવટ સાથે સનદી અધીકારી વિજય ખરાડીની સુચનાઓ સાથે ફરજ પરના સૌને TASK અપી જવાબદારી ફિક્સ કરાઇ છે આ તકેસીવિલ–ટીપીઓ-એસ્ટેટ-સોલિડવેસ્ટ–આરોગ્ય–ફાયર-ભુગર્ભ સહિતની સૌ બ્રાંચ રાઉન્ડ ધ ક્લોક પ્રીપેર્ડ હોવાનુ જણાવાયુ છે
આ તમામ ખુબજ અગત્યની બાબતે ઉચ્ચ અધીકારીઓના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત વિગતો આપતા મીડીયા વિભાગના સહયોગી અમૃતા ગોરેચાના જણાવ્યા મુજબ સીટી એન્જીનિયર ભાવેશ જાની એ સંકલિત કરેલી વિગતો મુજબ હવામાન વિભાગ ધ્વારા જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આગામી તા.૨૩/૦૭/૨૦૨૨ થી તા.૨૫/૦૭ ૨૦૨૨ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય, તા.૨૨/૦૭/૨૦૨ ના રોજ સાંજના ૭ : ૦૦ વાગ્યે ફલડ કંટ્રોલ રૂમ ખાતે કમીશનર વિજય ખરાડીએ તાકીદની મુલાકાત લીધી જે વખતે નાયબ કમિશન વસ્તાણી માન. આસી. કમિશ્નર પંડયા તથા ફલડ કંટ્રોલની ફરજ પરના શીફટ વાઈઝ નાયબ ઈજનેર ઉપસ્થિત રહયા હતાં.
આ મુલાકાત દરમ્યાન કમિશ્નર ધ્વારા ફલડ કંટ્રોલની ફરજ પરના વોર્ડવાઈઝ ફલડ વોર્ડ એન્જિનીયર તથા સમગ્ર ટીમ અને ફલડ કંટ્રોલ રૂમની શીફટ વાઈઝ ફ૨જ પ૨ના નાયબ ઈજનેરઓએ અને લગત તમામ કર્મચારીઓએ ફોન ચાલુ રાખવા, હેડ કવાર્ટર ન છોડવા અને ભારે વરસાદની સ્થિતિમાં સત્વરે ફરજ પર હાજર થઈ જવા અને સ્ટેન્ડ-ટુ રહેવા તથા ફાયર ટીમને પણ તમામ તૈયા૨ીઓ સાથે સજ્જ રહેવા સુચના આપેલ છે.
તે ઉપરાંત ભારે વરસાદની પરિસ્થિતિમાં નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા તથા અમલવારી કરવા માન. કમિશ્નરશ્રી ધ્વારા સુચના આપવામાં આવેલ છે, શહેરના અલગ અલગ વોર્ડના નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્તોને નજીકના આશ્રય સ્થાનમાંજરૂર પડયે સાંજના ૫ : ૦૦ વાગ્યા સુધીમાં જ શીફટ થઈ જાય તેવું આયોજન કરવું આશ્રય સ્થાનોમાં શીફટ ક૨વામાં આવેલ અસ૨ગ્રસ્તોને પુરતા પ્રમાણમાં ફૂડપેકેટ તથા પાણીની વ્યવસ્થા થાય તે સુનિશ્ચિત કરવું.ફલડ કંટ્રોલ ખાતે પુરતા પ્રમાણમાં જે.સી.બી., ટ્રેકટર તથા મેનપાવર ઉપલબ્ધ રાખવા જેથી કરીને ભારે વરસાદની સ્થિતિએ પાણી નિકાલ અંગેની કામગીરી ત્વરીત હાથ ધરી શકાય.
તેમજ ફલડ કંટ્રોલ ખાતે પુરતા પ્રમાણમાં જે.સી.બી., ટ્રેકટર તથા મેનપાવર ઉપલબ્ધ રાખવા જેથી કરીને ભારે વરસાદની સ્થિતિએ પાણી નિકાલ અંગેની કામગીરી ત્વરીત હાથ ધરી શકાય.અને ભારે વરસાદ તથા ફલડની પરિસ્થિતિમાં દરેક વોર્ડમાં આઈડેન્ટીફાય થયેલ નીચાણવાળા વિસ્તારોમાં લગત વોર્ડ એન્જિનીયર ધ્વારા ત્વરીત વોર્ડમાં રાઉન્ડ લઈને ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ થાય તે રીતે કામગીરી હાથ ધરવી.ભારે વરસાદની સ્થિતિમાં નદી કાંઠાના નજીકના વિસ્તારો જેવા કે, વોર્ડ નં. ૨, ૪, ૧૦, ૧૧, ૧૨, ૧૬ તથા તમામ નીચાણવાળા વિસ્તારોમાં રીક્ષા વાહન મારફત એનાઉન્સમેન્ટ કરી લોકોને સુરક્ષીત સ્થળે ખસી જવા અને કિંમતી સર સામાન સલામત રાખવા માટે સાવચેત ક૨વા,જરૂરીયાત પડે ફાયર શાખા ધ્વારા રેસકયુ બોટ ધ્વારા શીફટીંગ તથા બચાવની કામગીરી હાથ ધરવી. જે વિસ્તારોમાં ભયજનક મકાનો હોય ત્યાંના રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવા સુચના આપી શીફટ કરવાગાર્ડન / ફાયર શાખા ઘ્વારા પડી ગયેલ વૃક્ષો શીફટ કરવા તથા ટ્રીમીંગની કામગીરી ત્વરીત હાથધરવાની રહેશે.આરોગ્ય શાખા ધ્વારા ભારે વરસાદની પરિસ્થિતિએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલ હોય તેવા સ્થળોએ દવા છંટકાવની કામગીરી કરવાની રહેશે.જરૂર જણાયે લગત વોર્ડના વોર્ડ એન્જિનીયરો ધ્વારા મ્યુનિ. સભ્યશ્રીઓનો સંપર્કમાં રહી રેસયુ / સ્થળાંતર | પાણી નિકાલની કામગીરી કરવાની રહેશે. ફલડ કંટ્રોલની કામગીરી અન્વયૈ નિમણુંક થયે અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓએ ૨૪ × ૭ ફરજ
બજાવવાની રહેશે. તેમજ હેડ કવાર્ટર છોડવાનું રહેશે નહીં.. જરૂર જણાયે એન.ડી.આર.એફ. સાથે સંકલન કરી નિચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસક્યુ કરવા અંગેની કામગીરી કરવાની રહેશે. તે સહિતની સુચનાઓ આપવામા આવી છે
>>>>>>>>>>>>>>>>>>>>>>
bgb
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024