મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના સિનિયર કલમ કસબીએ કંડારી નવી કેડી--જન્મદિવસે પ્રજાલક્ષી ખાસ અને વિશેષ અહેવાલો બનાવશે
News Jamnagar July 27, 2022
જામનગરના સિનિયર કલમ કસબીએ કંડારી નવી કેડી–જન્મદિવસે પ્રજાલક્ષી ખાસ અને વિશેષ અહેવાલો બનાવશે
જામનગર વરિષ્ઠ પત્રકાર તેમજ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી જગદીશ ખેતીયાને આજે HAPPY BIRTHDAY WISHES….
જામનગરના સિનિયર કલમ કસબીએ નવી કેડી કંડારી છે અને જન્મદિવસે પ્રજાલક્ષી ખાસ અને વિશેષ અહેવાલો બનાવશેતેવો સંકલ્પ કરી પ્રેરણા આપી છે જામનગર ના આ વરિષ્ઠ પત્રકાર તેમજ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી જગદીશ ખેતીયાને આજે HAPPY BIRTHDAY WISHES….નો ધોધ વહે છે
જેવી રીતે આપણાં જીવન માં સાત નું બહુ મહત્વ હોય છે જેમ કે ઇન્દ્રધનુષ્ય ના રંગ સાત, અઠવાડીયાના સાત દિવસ, સંગીત નાં સુરો પણ સાત છે, તેમ આ તકે જણાવી યુવા પત્રકાર સ્જય મર્દાનીયા એ વિગતો આપતા જણાવ્યુ છે કે૨૭/૭/૧૯૭૨ ના દિવસે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં જગદીશભાઈનો જન્મ થયો
તેમને પ્રાથમિક શિક્ષણ કાઠી દેવળીયા ગામે મેળવ્યું ત્યારબાદ માધ્યમિક શાળામાં ઉચ્ચત્તર શિક્ષણ મેળવ્યું,તેમણે અભ્યાસની સાથે-સાથે શાળામાં વૃક્ષારોપણ, વકૃત્વ સ્પર્ધા, તેમજ યુવા મહોત્સવ જેવા હરીફાઈના કાર્યક્રમમાં અગ્રેસર રહ્યા છે,અને અનેક સન્માનપત્રો મેળવી ચુક્યા છે , અને તેઓ હંમેશા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે ,
તેઓ સામાજિક કાર્યથી સતત લોક જાગૃતિના કાર્યોથી અલગ ઓળખ ઉભી કરી તેઓ મિલનસાર સ્વભાવ દરેક સમાજને સાથે રાખી ને કામ કરવાની એમની કાર્ય પદ્ધતિ છે,સરળ સ્વભાવથી જગુભાઈ (મામા)ના હુલામણા નામથી જાણીતા છે,
સમૃદ્ધ કલ્પના અને બૃહદ વિચાર સૃષ્ટિ ધરાવનાર જગદીશભાઈ નાનપણથી જ કલમને પ્રિય બનાવી અને પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે ,
પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા મળી રહે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ હોય છે , ચોથી જાગીર મીડિયાની મહત્વની ભૂમિકામાં રોજબરોજ બનતી ઘટનાઓની અપડેટ સતત પ્રજા સુધી પહોંચે
તે માટે મીડિયામાં હંમેશા અગ્રેસર હોય છે
જગદીશભાઈ ખેતીયા સરળ સ્વભાવ અને પોતાની સ્વચ્છ છબીથી જામનગર તેમજ ખંભાલીયામાં સારી એવી લોકચાહના મેળવી છે હાલ જામનગર માં ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ વેબ પોર્ટલમાં પત્રકારત્વ કરી રહ્યા છે હાલ સમસ્ત બ્રહમ વિકાસ પરીષદ ગુજરાત પ્રદેશ આઈ.ટી કન્વીનર તરીકે સેવા આપે છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે , તેમના મો.નં.૯૫૧૦૩૯૦૯૯૯/૯૫૭૪૨૯૦૯૯૯ છે ,
BGB
ACCRE.JOURNALIST
JAMNAGAR
8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024