મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જન સ્વાસ્થ્ય-સુખાકારી જાળવવા જામ્યુકોની સફળ જહેમત એટલે કરોડોલીટર ગંદાપાણીનો વૈજ્ઞાનિક નિકાલ
News Jamnagar July 27, 2022
જન સ્વાસ્થ્ય-સુખાકારી જાળવવા જામ્યુકોની સફળ જહેમત એટલે કરોડોલીટર ગંદાપાણીનો વૈજ્ઞાનિક નિકાલ
તબક્કાવાર આગળ ધપતો ભુગર્ભ ગટર પ્રોજેક્ટ –ટેકનોલોજીનો ઉપયોગ સાથે કસોટી પર ખરી ઉતરતી ટીમ જામપા—નવા ભળેલા વિસ્તારોમા પણ ઠોસ કામગીરી
ડ્રેનેજનેટવર્ક દ્વારા સીવેજવોટર કલેક્શન–નિકાલ–ટ્રીટમેન્ટ-રીયુઝ આયોજન–નિકાલ સહિતના કામ માટે જામનગર કોર્પોરેશનની અવિરત જહેમત—૨૪*૭*૩૬૫
વરસાદી કે અન્ય વધુ જથ્થાના પાણી વખતે ભુગર્ભ ગટરના ઢાંકણા નહી ખોલવા કોર્પોરેશન ની અપીલ—આ ભુલ જીવલેણ અકસ્માત સર્જી શકે છે અને જનતાના નાણા નો જ ખર્ચ વધતો જવાનો છે —ફરી ખાસ વિનમ્ર ચેતવણી અંડરગ્રાઉન્ડ ડ્રેેનજના મેનોલ ન ખોલો PLS તે જોખમ નોતરશે—સલામતી નહી જળવાય–આ ભુલ જીવલેણ અકસ્માત સર્જી શકે
જીવન માટે જળ અનિવાર્ય તો તંદુરસ્તી સાથે જનઆરોગ્ય માટે ગંદાપાણી ના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે -રોજ ૭૦ mld વહન ડ્રેન કરતી વ્યાપક લાઇન અને પ્રોસેસ ટ્રિટમેન્ટ કરતુ સુએજ પ્લાન્ટ તો ત્યા ગટરના પાણી પહોંચાડતા પમ્પીંગ સ્ટેશન
મેયર-ચેરમેન-કમીશનર–ડે.કમી.-આસિ.કમી.-કા.ઇ.–નાયબ ઇજનેરો-જુ.ઇજનેરો તેમજ પ્રોજેક્ટ તેમજ O &M માટે સમર્પિત કામગીરીમા કાર્યરત ટીમ સ્ટાફ એજન્સી નુ સમન્વય આપે છે ગંદા પાણીને શુદ્ધતાની દિશા
જામનગર ( ભરત ભોગાયતા)
પીવાના તેમજ રોજ બરોજના કામ મા ઉપયોગી જળનુ ખુબજ મહત્વ છે આ મહત્વની જેમ જ સ્વચ્છતા જીવન નો એક અભિન્ન હિસ્સો છે જો ગંદકી ગટરના પાણી અન્ય કચરા કે ગંદુ પ્રવાહી વ્યક્તિની ઘરની કચેરીની આજુબાજુ કે રસ્તા ઉપર ક્યાય પણ હોય તો તે જન આરોગ્ય અને મનોસ્વસ્થતા ને મુડ પણ બગાડે છે આવન જાવન મુશ્કેલ બને તેમજ જંતુ પનપે જે બિમારીકરે છે ને સ્વાસ્થ્ય બગાડે છે માટે તંદુરસ્તી માટે પીવાના પાણીજેટલુજ ડ્રેનેજ સીસ્ટમ્સ અગત્યની છે ત્યારે પીવાના પાણી માટે જુદો જુદો સમય સેટ કરી શકાય પરંતુ ગંદા પાણી તો હમેશા વહેતા જ રહે છે તેના યોગ્ય નિકાલનુ સમગ્ર તંત્ર ની જવાબદારી એટલી હોય છે કે જે કામગીરી દેખાય છે તે હજુ અનુમાન પુરૂ નથી કરતી એટલી ગંભીર જવાબદારઇઓ છે પરંતુ ક્યાય ફોલ્ટ દેખાય છે પરંતુ ઘરથી નીકળતુ ગંદુ પાણી દરિયા સુધી શુદ્ધ થઇ પહોંચે છે તે સહજતાથી દેખાતુ નથી નજરે નથી ચડતુ કેમકે તે અંડર ગ્રાઉન્ડ હોય છે પરંતુ ખરેખર કમીશનર કે મેયર થી માંડી છેક નાના સ્ટાફ સુધીની પ્રત્યક્ષ કે પરોક્ષ ફરજ ભાગ ભજવતી હોય છે જેને આપણે મેડીકલ સાયન્સ મા પ્રીવેન્ટીવ મેડીસીન અને સોશ્યલ હાઇજીન ની અન્ય પાંચ ની જેમ એક ખુબ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ગંદા પાણી જનઆરોગ્ય જમીન વિસ્તાર તળ બીજાપાણી સંગ્રહ સહિત પર્યાવરણ ન બગાડે તે માટે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક યોગ્ય કામ કરે તે આવશ્યક કહેતા ફરજીયાત છે સદનસીબે જામનગર મા કોર્પોરેશન ની છેલ્લા વરસોની આ ક્ષેત્રની વધુ ગતિશીલ કાર્યવાહી મહત્વના સ્ટેજ ઉપર છે જે સરાહનીય છે તેમજ છેલ્લા વરસોમા હાઉસ કનેક્શન વધતા આ પ્રોજેક્ટ અને તે માટેના કરોડો કરોડો રૂપીયાના ખર્ચ સાર્થક થઇ રહ્યો છે
શહેરના નવા જુના મળી તમામ વિસ્તારના ગંદા પાણી એકઠા કરવા પોણા છસ્સો કીમી થી વધુ જેટલુ પાઇપ લાઇન નેટવર્ક અડધો ડઝન પમ્પીંગ સ્ટેશન તેમજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક લાખ જેટલા કનેક્શન ઉપરાંત આ બૈઝીક પ્લાનમા જરૂર મુજબ વધારો થય રહ્યો છે
ખોદકામ પાઇપ ફીડીંગ અને લેવલીંગ ચેમ્બર પમ્પીંગ માટે નેટવર્ક સુએઝ પ્લાન્ટ સુધી ગંદુ પાણી પહોંવાડવુ રોજનુ ૭૦ mld એટલે ૭ કરોડ લીટર ગંદુ પાણી પહોંચાડવુ વગેરે
પ્રથમ તબક્કામા અંદાજે ૪૦૦ કરોડના ખર્ચે કામ થયુ છે જે ખાસ કરીને ૨૦૧૩ થી ૨૦૧૯ સુધીનુ કામ હતુનહીતો ગંદુ પાણી દરિયામા ઠાલવાતુજે હવે પ્રોસેસ થઇ રીયુઝ ઉદ્યોગ ગાર્ડન ખેતી સફાઇ ફાયર બાંધકામ વગેરેમા થય શકે તેમજ અન્ય દરિયામા જાય પણ તે ગંદુ ન હોય દરિયામા પ્રદુષણ થાતુ ને જમીન ના તળ બગડતા તે નુકસાનબંધ થયા અને પર્યાવરણ જળવાય છે એકંદર ટ્રીટમેન્ટ પહેલા શહેરમાં પાઇપલાઇન જુદી જુદી ફીટ કરવીહાઉસટુ હાઉસ કલેક્શન ત્યાથી મેઇન કલેક્શન પમ્પીંગ વગેરે તબક્કા માથી પસાર થઇ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મા ગંદુ પાણી પહોંચે છે જ્યા પાણીના ગંદા ભાગ રસાયણ અન્ય અશુઢી અલગ થાય છે અને એકંદર ફરીથી તે પાણી વાપરી શકાય તેવુ બને છે જે ટેકનોલોજીની કમાલ છે તેમજ અત્યાર સુધી સમયાંતરે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણકોર્પોરેશન ને નોટીસ આપતુ કે ગટરના ગંદા પાણી જામનગરના દરિયામા જાય છે અને મરીન પાર્ક ને નુકસાન થાય છે તેમજ દરિયામા પ્રદુષણ થાયછે માટે પાણી જે ગટરના ગંદા છે તે ઠાલવાય છે તે અંગે કાર્યવાહી ફરજીયાત છે
માટે જ જીવનરૂપી જળ જેટલુજ વેસ્ટ વોટરની પ્રક્રિયા–નિકાલનુ વિશેષ મહત્વ જામ્યુકો જાળવે છે અને તબક્કાવાર આગળ ધપતો ભુગર્ભ ગટર પ્રોજેક્ટ –ટેકનોલોજીનો ઉપયોગ સાથે ટેકનોલોજી ની કસોટી પણ થાય છે
જેમા્ ડ્રેનેજનેટવર્ક દ્વારા સીવેજવોટર કલેક્શન–નિકાલ–ટ્રીટમેન્ટ-રીયુઝ આયોજન–નિકાલ સહિતના કામ માટે જામનગર કોર્પોરેશનની અવિરત જહેમત રહી છેજીવન માટે જળ તો તંદુરસ્તી સાથે જનઆરોગ્ય અને સુખાકારી માટે જરૂરી ગંદાપાણી ના નિકાલ-રોજ ૭૦ mld વહન ડ્રેન કરતી વયાપક લાઇનો છે આ માટે
મેયર બીનાબેન -ચેરમેન મનીષભાઇ-કમીશનર વિજયખરાડી–ડે.કમી.વસ્તાણી-આસી કમી પંડ્યા –કા.ઇ.ભાવેશ જાની–નાયબ ઇજનેરો મુકેશ ચાવડા તેમજ જયેશ કાનાણી પ્રોજેક્ટ તેમજ O &M માટે અધીકારીઓના માર્ગદર્શન હેઠળ સમર્પિત કામગીરીમા કાર્યરત ઇજનેર અમીત કણસાગરા હર્ષલ રવેશીયા રમેશ રાઠવા સહિત સંપુર્ણ પણે ટીમ સ્ટાફ એજન્સી નુ સમન્વય અને સમર્પિતતા આ શુદ્ધતાની દિશા માટે અવિરત કાર્યરત છે
અનેક વિસ્તારોમા નવા કામ મેન્ટેનન્સ રીપેરીંગ મજબુતીકરણ વગેરે કામોની જેમજ ના.ઇ.ભુગર્ભ ગટર શાખા ના ચાવડા એ વિશેષ રૂપે જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૬ મા મંગલધામ વિસ્તારમાં પમ્પીંગ સ્ટેશન- ભુગર્ભ ગટર નેટવર્ક ઢીંચડા વિસ્તારનાઘેડી વિસ્તાર (શહેરી વિસ્તાર) સમર્પણ હોસ્પીટલ, પ્રમુખ પાર્ક,, મહાલક્ષ્મી પાર્ક, એક લીંગજી પાર્ક, આશીર્વાદ વિસ્તાર પોદાર સ્કુલ, વિનાયક સીટી, સ્વામીનારાયણ મંદિરક્લબ રિસોર્ટ
તેમજ લાલપુર ચોકડી થી રેલ્વે લાઈન ઓવરબ્રીજનો જમણી બાજુનો વિસ્તાર લીફટીંગ પમ્પીંગ સ્ટેશન સાથેના કામ પણ હાથ ઉપર છે
@______________________
જાણવા જેવી બાબતો
સંખ્યાબંધ ફાયદાઓ સાથે, ગંદુ પાણી વ્યવસ્થાપન નકામું પાણીના સ્ત્રોતોમાંથી ફિલ્ટર કરેલ પાણી મેળવવાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે અને અહીં તેના મૂળભૂત ફાયદાઓની થોડી ઝલક છે
ગંદાપાણીના ઉપાયના ઉપાયથી પાણીના બિનજરૂરી સ્ત્રોતને સંચાલિત કરવા અને તેમાંથી શુદ્ધ અને પીવાલાયક પાણી ઉત્પન્ન કરવા માટે વધુ અનુકૂળ રીત મળે છે.જ્યારે અન્ય વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ્સ આઉટસાઇઝ્ડ એરિયાને પોઝિશન આપવાની માંગ કરે છે, ત્યારે ગંદાપાણીના ઉપચાર પદ્ધતિઓ નાની જગ્યાઓ સાથે સુસંગત છેગંદાપાણીના ઉપચારની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતી અદ્યતન નવીનતાઓ અને પ્રાકૃતિક તકનીકીઓ તેને વધુ પર્યાવરણીય સવલત અને સુખાકારી માટે સુલભ બનાવે છે.
અન્ય જળ શુદ્ધિકરણ પદ્ધતિઓની તુલનામાં, ગંદા પાણીના ઉકેલો વધુ સમજદાર અને વ્યવહારુ છે.અન્ય જળ શુદ્ધિકરણ પ્રણાલીઓની તુલનામાં ગંદાપાણીની સારવાર ખૂબ જ સ્તરવાળી અને બજેટ-અનુકૂળ છે.
@________________________
શહેરમાંથી રોજ દરિયામાં જતું ગટરનું 700 લાખ લિટર ગંદું પાણી અટક્યુ
એસટીપી પ્લાન્ટમાં ગંદુ પાણી શુધ્ધ થયા બાદ 100 ટકા પાણી પુન: વપરાશ માટે પ્લાન્ટ ઓપરેટર પોતાના ખર્ચે રોકાણ કરીને કોમર્શીયલ ઉપયોગ કરનાર છે અને હાલે અછતની પરિસ્થિતિ હોય શુધ્ધ થયેલ પાણીને શહેરના બાંધકામ, બાગ-બગીચાઓ વિગેરેમાં ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ શુધ્ધિકરણ બાદ સ્લજની વર્મી કમ્પોઝ ટ્રીટમેન્ટ કરીને તેની ફર્ટીલાઇઝર તરીકે ઉપયોગ કરીને જામનગર મહાપાલીકાને દર વર્ષ રૂા. 2 કરોડ 13 વર્ષ સુધી પ્રીમિયમ તરીકે ચુકવશે પ્રીમિયમનો શહેરની ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન નેટવર્ક તથા પમ્પીંગ સ્ટેશનોના ઓપરેશન અને મેન્ટેનન્સ તરીકે ઉપયોગ કરી શકાશે અને આમ આખા શહેરની ભૂગર્ભ ગટર નેટવર્ક સેલ્ફ સસ્ટેઇન અને બીન ખર્ચવાળી બનવા પામશે. આમ પ્લાન્ટ ઝીરો ડિસ્ચાર્જ તરીકે કાર્યરત થશે. ડીબીઓટી બેઇઝ આધારીત આવકનો સ્ત્રોત ઉભો કરી ભારતમાં પ્રથમ એસટીપીનું નિર્માણ થશે. ઐતિહાસિક રંગમતી નદી અને કચ્છના અખાતને ગંદા પાણીથી સુરક્ષિત રાખી શકાશે, શુધ્ધિકરણ વગર નદીમાં થતા ગંદા પાણીનો નિકાલ બંધ થશે.
@_________________
પ્રોજેક્ટની મુખ્ય વિગતો
વર્ષ ૨૦૩૦ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીનો સંપૂર્ણપણે પુનઃઉપયોગ કરવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે નીતિમાં સમય-મર્યાદા સહિતનું આયોજન કરવામાં આવેલ છે.
નીતિના લક્ષ્યાંક
તમામ સ્થાનિક સંસ્થાના વિસ્તારમાં લઘુતમ ૮૦ ટકા કવરેજ કરી ગટરના પાણીનું એકત્રીકરણ કરવું.
એકત્રીત થયેલ ગટરના પાણીના ૧૦૦ ટકા જથ્થાનું નિર્ધારિત માપદંડો મુજબ શુદ્ધિકરણ કરવું.
નીતિમાં જણાવ્યા મુજબની સમયમર્યાદામાં, દરેક શહેરી વિસ્તારમાં શુદ્ધ પાણીના કુલ વપરાશના ઓછામાં ઓછા ૨૫ ટકા જથ્થા જેટલું પાણીનું ગટરના પાણીનો શુદ્ધિકરણ કરી પુનઃઉપયોગ કરવો.
૨૦૨૫ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૭૫ ટકા પુનઃઉપયોગ કરવો.
૨૦૩૦ સુધીમાં ગટરના શુદ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૧૦૦ ટકા પુનઃઉપયોગ કરવો.
પાણીના વપરાશકર્તા
થર્મલ પાવર પ્લાન્ટ :
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી ૫૦ કિમી. અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા થર્મલ પાવર પ્લાન્ટ (TPP) માં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરાશે.
ઓદ્યોગિક એકમો :
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી ૫૦ કિમી. અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા જીઆઇડીસી, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં આવેલ ઓદ્યોગિક એકમો, ઓદ્યોગિક પાર્ક અને મોટા ઓદ્યોગિક એકમો જેમાં દૈનિક ઓછામાં ઓછું એક લાખ લિટર પાણી પીવાના ઉપયોગ સિવાયના અન્ય કામોના વપરાશમાં લેવાતું હોય ત્યાં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.
જ્યાં પાણીના વપરાશ દરમિયાન મનુષ્ય સાથે સીધો સંપર્ક થાય અથવા મનુષ્ય દ્વારા સીધી ઉપયોગમાં લેવાતી વસ્તુ પ્રોસેસ થતી હોય ત્યાં શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે નહી. પરંતુ આવા એકમો દ્વારા માનવ સંપર્ક રહિત અન્ય ઉપયોગ (જેમ કે બાગ બગીચા, ટોઇલેટ ફ્લશીંગ વગેરે) માટે શુદ્ધિકરણ થયેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.
બાંધકામ ક્ષેત્રે ઉપયોગ :
ટેન્કર ફીલીંગ પોઇન્ટ મારફત.
વિકસતા વિસ્તારોમાં શક્ય હોય તો અલાયદી પાઇપલાઇન નાખી ઉપયોગ
વાણિજ્ય સંકુલો અને સંસ્થાઓ :
મોટા વાણિજ્યક સંકુલો અને સંસ્થાઓમાં માનવસંપર્ક રહિત વપરાશ જેમ કે ટોયલેટ ફ્લશીંગ, અગ્નિશામક અને બાગ-બગીચામાં વપરાશ માટે ઉપયોગ.
મ્યુનિસિપલ વપરાશ :
ઉદ્યાનો અને બગીચાઓની જાળવણી અને શહેરી લેન્ડસ્કેપિંગ વિકસાવવી.
તળાવો અને નદીઓનું રીજ્યુવેશન.
ફાયર બ્રિગેડ વગેરે માટે પાણી પુરવઠો
ગટરના શુદ્ધિકરણ કરેલ પાણી તરફની સામાજિક સંવેદનશીલતા અને જાહેર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેતા, હાલમાં તે પીવાનાં હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં અને સીધા માનવસંપર્ક થતો હોય તેવા કામોમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે નહીં.
ભવિષ્યમાં પાણીની માંગમાં વધારો, શુદ્ધિકરણની ટેક્નોલોજિમાં સુધારા, સ્પર્ધાત્મક દરો અને જાહેર અભિગમમાં બદલાવ થતાં, પીવાના હેતુ માટે ગટરના શુદ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ અને ભવિષ્યમાં વિચારી શકાશે.
શુદ્ધિકરણ કરેલ પાણીના કનેક્શન
શુદ્ધિકરણ કરેલ પાણીની ઉપલબ્ધતા થતા વપરાશકર્તાઓને મળતા શુદ્ધ પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે.
@____________________
ભુગર્ભ ગટર ને લગત ફરિયાદ ક્યા કરશો??*
વોર્ડ નંબર ૧,૨,૩ અને ૪ (નોર્થઝોન) માટે જો કોઈ ફરિયાદ હોય તો બેડી બંદર રોડ, સેન્ટઆન્સ સ્કૂલ સામે કન્ટેનર ઓફિસમાં (૦૨૮૮-૨૬૬૨૪૪૨) નો સંપર્ક કરવાનો રહેશે. અહિ ઝોનલ એન્જિનિયર તરીકે વિરાજ ખંભાયતા (૯૭૭૩૪ ૭૫૫૭૧) ને જવાબદારી સોંપવામાં આવી છે.
વેસ્ટ ઝોન વોર્ડ નંબર ૫,૬,૭ અને ૮ માટે હીરજી મિસ્ત્રી રોડ વિમા દવાખાના માટે કન્ટેનર ઓફિસમાં (૦૨૮૮-૨૫૬૭૭૨૩) અથવા મિતલબેન ખરેચા (૯૯૧૩૭ ૮૩૯૮૨ નો સંપર્ક કરવાનો રહેશે.
ઈસ્ટ ઝોન વોર્ડ નંબર ૯,૧૦,૧૧ ને ૧૨ માટે વ્હોરાના હજીરા પાસે, ભૂગર્ભ ગટર પમ્પીંગ સ્ટેશનમાં (૮૭૯૯૪ ૦૫૦૮૮) અથવા દર્શન ચાવડા (૯૭૨૩૫ ૫૬૯૭૫) ને ફરિયાદ કરી શકાશે.
જ્યારે સાઉથ ઝોન વોર્ડ નંબર ૧૩,૧૪,૧૫ અને ૧૬ માટે ૪૫,૪૬ દિગ્વિજય પ્લોટ શાળા નંબર ૩૯ મેઘજી પેથરાજ શાળા પાસે ૦૨૮૮-૨૬૭૦૧૪૧ માં અથવા દર્શન ચાવડાનો સંપર્ક કરવાનો રહેશે. તેમ ભૂગર્ભ ગટર શાખાના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે.
@_____________________
જામનગર સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી પી.)વિશે જાણો……
કેપેસિટી : ૭૦ એમ.એલ ડી.
. પ્રોજેકટનો ખર્ચ : ૭૮ કરોડ
પ્રોસેસ ટેક્નોલોજી : આઇ.સી.ઇ.એ.એસ.-એસ.બી. આર (ઇમિટેન્ટ કંટીન્યૂસ એક્સટેન્ડેડ એરેશન સિસ્ટમ – સીકવંસીયલ બેચ રિયેકટર), સ્કાડા ઓપરેટેડ
કામની કુલ સમયમર્યાદા : ૧૭ વર્ષ ૨ વર્ષ કામપર્ણો + ૨ વર્ષ ડી.એલ પી(પૂર્ણ) + ૧૩ વર્ષ ઓ એન્ડ એમ (કામગીરી ચાલુ)]
ઓ એન્ડ એમ દરમ્યાન જે.એમ.સી.ને મળવાપાત્ર પ્રીમિયમ : સપ્ટેમ્બર-૨૦૧૨ થી ડીસેમ્બર-૨૦૨૦ સુધી ૪.૬૭ કરોડ પ્રીમીયમ પેટેની રકમ જ એમ સી માં જમા થયેલ છે.
ડ્રેનેજ વોટરનો પુનઃ ઉપયોગ (શુધ્ધિકરણ થયેલ પાણીનો પુનઃ વપરાશ) બાબત . શધ્ધિકરણ થયેલ પાણીનો પુનઃ વપરાશ શહેરની નજીક આવેલ અલગ અલગએકમોમાં કરવા માટે. .
શુધ્ધિકરણ થયેલ પાણીનો પુનઃ વપરાશ કરી આવક ઉભી કરવા.
હાલની સ્થિતિ:
. નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ – ગુજરાત સરકાર, પ્રિન્સિપાલ સેક્રેટરી એ ડબલ્યુએસએસબી / જીડબલ્યુબીઇએસ ડીટડ વોટરના સિઝ અંગેનો પ્રોજેક્ટ ચલાવવા માટે મદદ કરશે તેમજ જળવણી (ઓ એન્ડ એમ) તથા વિતરણ નેટવર્ક પારસ્પરિક રીતે નક્કી કરવાની જકરે છે તે અને યુડીડી ને પત્રથી જાણ કરેલ જે અન્વયે જે.એમ. સી. દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નં. ૦૨૬૯,તા.૫ ૪-૨૦૧૮ થી આ એસ.ટી.પી. ગુજરાત સરકારના એકમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડન સોપવા અને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ જે અન્વ આ એસ. ટી. પી. જે.એમ.સી. દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ઠરાવાની મંજુરીથી અજન્સી મ. ઇ.પી.સી. ઇન્સ્ટ્રકશન્સ ઇન્ડિયા લી. (એસ્સાર પ્રોજેક્ટ્સ ઇન્ડિયા થી) પાસેથી પરંતુ લઈ ગુજરાત સરકારશ્રીના એમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા ખાડે (GWSSB)ને ટ્રીટેડ વોટર રીયુઝ માટે તમામ કામગીરી સાથે ના.૨૪/૧૨/૨૦૨૦થી સોપવામાં આવેલ છે.(હાલ આ એસ.ટી.પી.નું ઓ. એન્ડ એમ GWSSB દ્વારા કરવામાં આાવે છે.)
@_______________________
ખાસ અપીલ—ઢાંકણા ન ખોલો pls
વરસાદી કે અન્ય વધુ જથ્થાના પાણી વખતે ભુગર્ભ ગટરના ઢાંકણા નહી ખોલવા કોર્પોરેશન ની અપીલ cce —આ ભુલ જીવલેણ અકસ્માત સર્જી શકે છે અને જનતાના નાણા નો જ ખર્ચ વધતો જવાનો છે કેમકે ફરીથી ઢાંકણાની કામગીરી ઘણી ખર્ચાળ હોય છે માટે —ફરીથી ખાસ વિનમ્ર ચેતવણી અંડરગ્રાઉન્ડ ડ્રેેનજના મેનોલ ન ખોલો PLS અને સલામતી જાળવો કેમકે ત્યાથી રાહદારી વાહન ચાલક ઢોર વગેરે નીકળે તેમને ખબર ન હોય માટે પડી આખડીજઇ જોખમ ઉભુ થાય છે ગંભીર અકસ્માત સર્જાય છે માટે હજુ ચોમાસુ બાકી છે તો વરસાદીપાણી ભરાય તે બે ત્રણ.કલાકમા વરસાદ બાદ નીકળી જાય ત્યા સુધી રાહ જોઇ આ ઉંડી ગટરો ના ઢાંકણા નખોલાવા શહેરીજનોને મ્યુ. કમી સહિત સૌ ટીમ દ્વારા આ અનુરોધ કરાયો છે
@________________________
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024