મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વંદે માતરમ થીશહેર જિલ્લો ગુંજશે-bjp નો વોર્ડવાર--તાલુકા મંડલ વાર ઉત્સાહપુર્ણ આયોજન
News Jamnagar July 30, 2022
જામ્યુકો હેરીટેજ વોક થીદેશભક્તિ જગાવશે…..સૌહોંશે હોંશે જોડાશે
—વંદે માતરમ થીશહેર જિલ્લો ગુંજશે-bjp નો વોર્ડવાર–તાલુકા મંડલ વાર ઉત્સાહપુર્ણ આયોજન
રાષ્ટ્રભક્તિ એ નિત્ય તહેવાર છે–એ ઉમંગ–એવખુમારી તિરંગાની શાન છે—આઝાદીના લડવૈયાઓની છે આ અમરવાણી
જામનગરમા સરકાર
(DISTADM(JMC જિ.પં.)સંગઠન ( bjp મહાનગર તેમજ ગ્રામ્ય જિલ્લો) દ્વારા આઝાદી અમૃત વર્ષ અંતર્ગત હર ઘર તિરંગા માટે ગરિમામય આયોજન
ઠેર ઠેર થનગનાટ દેશદાઝના ફુટ્યા ઝરણા લોકો સહયોગી બને અને પ્રસંગ દીપાવે તેવી….મીનીસ્ટર….સાંસદ….મેયર….. ચેરમેન કમી ….. ડે કમી…..ધારાસભ્યો ….શહેર જિલ્લા પંચાયતોના ભાજપ પ્રમુખ ……મહામંત્રીઓ….સહિત ની નમ્ર અપીલ
આઝાદી નુ અમૃત વર્ષ દેશભરમા હોશે હોશે ઉજવાય રહ્યુ છે ત્યારે
જામ્યુકો હેરીટેજ વોક થીદેશભક્તિ જગાવશે જેમાં સૌહોંશે હોંશે જોડાશે અને વંદે માતરમ થી શહેર જિલ્લો ગુંજશે ઉપરાંત સીટી bjp નો વોર્ડવાર જિલ્લા ભાજપનો તાલુકા મંડલ વાર ઉત્સાહપુર્ણ આયોજન થયા છે તેમ શહેર મીડીયા સેલ વતી ભાર્ગવ ઠાકર જિલ્લા મીડીયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમારે તેમજ કોર્પોરેશન મીડીયા ઇન્ચાર્જ અમૃતા ગોરેચાએ જણાવ્યુ છે
સૌ જાણે છે તેમ રાષ્ટ્રભક્તિ એ નિત્ય તહેવાર છે–એ ઉમંગ–એ ખુમારી તિરંગાની શાન છે આ આઝાદીના લડવૈયાઓની છે આ અમરવાણી છે
જામનગરમા સરકાર
(DISTADM(JMC જિ.પં.)સંગઠન ( bjp મહાનગર તેમજ ગ્રામ્ય જિલ્લો) દ્વારા આઝાદી અમૃત વર્ષ અંતર્ગત હર ઘર તિરંગા માટે ગરિમામય આયોજન થયા છે તેમજ ઠેર ઠેર થનગનાટ દેશદાઝના ફુટ્યા ઝરણા લોકો સહયોગી બને અને પ્રસંગ દીપાવેતેવી….મીનીસ્ટર….સાંસદ….મેયર….. ચેરમેન કમી ….. ડે કમી…..ધારાસભ્યો ….શહેર જિલ્લા ના તેમજ પંચાયતોના ભાજપપ્રમુખ ……મહામંત્રીઓ….સહિત ની નમ્ર અપીલ છે
_____________
@હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામ્યુકો દ્વારા હેરિટેજ વોક યોજાશે……….
જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, કમિશનર વિજય કુમાર ખરાડી ની સૂચના હેઠળ આયોજન કરવામાં આવેલ તિરંગા સાથેના હેરીટેજ વોક માં 1000થી વધુ તિરંગા સાથે શહેરની વિવિધ સંસ્થાઓ આ હેરિટેજ વોક માં જોડાશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે તિરંગા સાથેના હેરિટેજ વોક નું આયોજન તારીખ 4/8 /2022 ના રોજ ગુરુવારે સવારે 7:00 વાગ્યા થી 8:30 સુધી યોજાશે આ કાર્યક્રમની શરૂઆત ખંભાળિયા ગેટ થી કરવામાં આવશે ત્યાંથી પસાર થઈ ભુજીયો કોઠો ત્યારબાદ લાખોટા તળાવના ગેટ નંબર 8 થી થઈ lakhota lake ના મ્યુઝિયમ પાસેથી પસાર થઈ ગેટ નંબર 6 થી બહાર નીકળી માંડવી ટાવર થઈ દરબાર ગઢ ખાતે તિરંગા સાથેનું હેરિટેજ વોક પૂર્ણ થશે.
આ હેરિટેજ વોક માં જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ધાર્મિક, સામાજિક, સંસ્થાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓ જિલ્લા શિક્ષણાધિકારી હસ્તકની શાળાઓ ના બાળકો શિક્ષકો જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ ,અધિકારીઓ, કર્મચારીઓ જોડાશે તથા આ કાર્યક્રમમાં શહેરની વિવિધ NGO, Trust, ફેકટરી ઓનર્સ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ ,વેપારી સંગઠનો ને જોડાવા માટે જામ્યુકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસિ. કમિશનર બી. જે. પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાની ની રાહબરી હેઠળ થઈ રહ્યું છે.
@________________________
જામનગર કોર્પોરેશન ના આયોજનો
એકંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાશે
–હેરિટેજવોક, શેરી નાટક, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, હાફ મેરેથોન, ફોટોગ્રાફી કોમ્પીટીશન ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોનું કરાયું આયોજન
જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે સમગ્ર જામનગરમાં તા. 1/8/2022 થી 15/8/2022 સુધી વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાશે, જેની તમામ તૈયારીઓ કમિશનર વિજયકુમાર ખરાડી ની સૂચના હેઠળ જામ્યુકોના વિવિધ વિભાગીય વડા દ્વારા કાર્યક્રમની ગોઠવણ કરવામાં આવી છે.
“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત તા. 1/ 8 /22 થી 15/8/2022 સુધી શેરી નાટકો, સેલ્ફી kiosk, જામનગરના વિવિધ વિસ્તારોમાં કરાઓકે પર દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે, સીટી બસ અને સરકારી વાહનોમાં “હર ઘર તિરંગા”ના બેનર લગાવવામાં આવશે તા. 4/8/2022 ના રોજ શાળાકીય કક્ષાએ ચિત્ર સ્પર્ધા તેમજ લાખોટા તળાવ થી ખંભાળિયા ગેટ થી ચાંદી બજાર થઈ દરબારગઢ સુધી સવારે 7થી 8: 30 સુધી દેશભક્તિ ને અનુરૂપ થીમ પર હેરિટેજ વોક નું આયોજન કરાયું છે, તા.5 /8/ 2022 ના રોજ વકૃત્વ સ્પર્ધા તા. 6 /8 /22 ના રોજ નિબંધ સ્પર્ધા તા. 7/ 8 /22 ના રોજ “હર ઘર તિરંગા” ની થીમ પર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે, તા. 8 /8/ 22 ના રોજ લાખોટા તળાવ ખાતે ક્વિઝ કોમ્પિટિશન અને ફોટોગ્રાફી કોમ્પિટિશન યોજાશે તા.10/8/22 ના રોજ બેન્ડ કોન્સર્ટ તા. 11/ 8/ 22 ના રોજ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સહિતની શાળાકીય કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે તા. 12/8/2022 ના રોજ આંગણવાડી કક્ષાએ વાનગી સ્પર્ધા યોજાશે તા. 13 /8 /22 ના રોજ સ્પોર્ટ્સ સંકુલ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડ યોજાશે તેમજ તા. 14 /8/ 2022 ના રોજ જામનગરના એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્યાતિભવ્ય દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે તા. 15/ 8 /2022 ના રોજ સવારે શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ચાંદી બજાર ખાતે થશે.
હર ઘર તિરંગા અન્વયે યોજાનાર કાર્યક્રમમાં સમગ્ર જામનગર વાસીઓ બાળકો ,વિદ્યાર્થીઓ, યુવાનો ઉત્સાહભેર જોડાય આ સમગ્ર કાર્યક્રમમાં શહેરના તમામ નાગરિકો દેશભક્તિના રંગે રંગાઈ જાય તે માટે જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગીય વડા પ્રયત્નશીલ છે આ કાર્યક્રમના નોડલ ઓફિસર પણ કાર્યક્રમને સંપૂર્ણપણે શિસ્ત બધ્ધ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે આ તમામ કામગીરી કમિશનર વિજયકુમાર ખરાડી ,નાયબ કમિશનર એ.કે. વસાણી આસિ. કમિશનર બી.જે. પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાની જામનગર મહાનગરપાલિકાના સ્ટાફને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ અધિકારીઓ, વિભાગીય વડા, કર્મચારીઓ સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
@______________________
તેવીજ રીતે જામનગર જિલ્લા માહિતી કચેરીના સહા.મા.નિ. ના માર્ગદર્શન હેઠળ સર્વશ્રી પારૂલ…….વિરેન્દ્રસિંહ…..જલકૃતિ….ગજેન્દ્રસિંહ…..ચંદ્રાવડીયા સહિત એ વખતો વખત બહાર પાડેલા તંત્ર ની તૈયારીના અહેવાલો માથી અહેવાલ જોઇએ તો……
*‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી અન્વયે આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન જિલ્લામાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમનું આયોજન*
*કલેક્ટરશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને ‘‘હર ઘર તિરંગા’’કાર્યક્રમના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઇ*
*જિલ્લાના દરેક ઘર, કચેરી, સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોને તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ*
જામનગર તા.28 જુલાઈ, રાજ્યભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી થનાર છે. જેના સુચારૂ આયોજન માટે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથેની બેઠક યોજાઇ હતી. ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનાં આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે અમલીકરણ અધિકારીઓને કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથો સાથ આ ઉજવણીમાં જિલ્લાનાં વધુમાં વધુ નાગરિકો જોડાય તેવી વહીવટીતંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ ‘‘હર ઘર તિરંગા’’ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વની ભાવના વધુ પ્રબળ બને તે હેતુસર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘર, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો, ધાર્મિક સ્થળો વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે. તેમજ તાલુકા સ્તરની સમિતિઓ દ્વારા મિટિંગ કરી તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી જિલ્લાના ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા ફરકાવવાનું આયોજન સુનિશ્ચિત કરવા તમામ સંબંધિત અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
“હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહીર પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી એમ.પી.પડ્યાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામશ્રી રાયજાદા, આસ્થા ડાંગર સહિત સર્વે પ્રાંત અધિકારીશ્રી, જાડેજામેડમ સહિત સૌ મામલદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા સંકલન સમિતીનાં સર્વે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@____________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024