મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાના ભરડાએ ભરખી લીધા તા....નગરમા બે વર્ષ બાદ નીકળશે તાજીયાના ઝુલુસ--ઇસ્લામ અને ઇમામની ઇબાદતમય સૌ બિરાદરો
News Jamnagar July 31, 2022
ઇમામ હુશેનની શહાદતની યાદમા મહોરમનો પ્રારંભ—હંમેશની જેમ જ જામનગરમા ભાઇચારાનો માહોલ
ગમ શોક ના આ માસમા કલાત્મક પ્રતિક એવા તાજીયા બનાવવામા ઓતપ્રોત મુસ્લીમ બિરાદરો
કોઠે ટાઢક થાય આત્માની તૃપ્તી થાય અને ધર્મ અને નેક ટેક ની રક્ષા થાય તે માટે જાન ન્યોછાવર કરનાત સૌ નુ સ્મરણ–માતમનો માસ
જામનગર ( અકબર બક્ષી)
ઇમામ હુશેનની શહાદતની યાદમા ઉજવાતો મુસ્લીમના નવા વર્ષનો પહેલો મહિનો ગણાતો મહોરમનો રવિવાર તારીખ ૩૧ જુલાઇથી અેટલેકે આજથી પ્રારંભ થયો છે અને સમગ્ર હાલાર સહિત હંમેશની જેમ જ જામનગરમા ભાઇચારાનો માહોલ દર્શાઇ રહ્યો છે બીજી તરફ આ માસનુ વિશેષ મહત્વ હોઇ ગમ શોક ના આ માસમા કલાત્મક પ્રતિક એવા તાજીયા બનાવવામા મુસ્લીમ બિરાદરો ઓતપ્રોત થય ગયા છે તેમજ કોઠે ટાઢક થાય આત્માની તૃપ્તી થાય અને ધર્મ અને નેક ટેક ની રક્ષા થાય તે માટે જાન ન્યોછાવર કરનાત સૌ નુ સ્મરણ એ આ માસની બંદગી અને આ માતમનો માસ ગણાય છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦ થી
કોરોનાના ભરડાએ સમગ્ર હાલારને ચિંતા દુખ ભયમા ભરખી લીધા”તા ત્યારે …નગરમા બે વર્ષ બાદ તાજીયાના ઝુલુસ નીકળશે તે માટે સૌ ને ઇંતઝાર છે અને બીજી તરફ ઇસ્લામ અને ઇમામની ઇબાદતમય સૌ બિરાદરો બની ગયા છે
દેશ અને વિદેશ માં હજરત ઇમામ હુશેન ની યાદ માં તેમના રોઝા ના દીદાર માટે અલગ અલગ જગ્યાએ કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે જામનગર શહેર અને જીલ્લામાં તાજીયા બનવા ની વર્ષો પહેલા શરૂઆત થઈ હતી જામનગર માં બનતા કલાત્મક તાજિયા દેશના અને વિદેશમાં પ્રખ્યાત છે દેશઅને વિદેશ માં વસતા લોકો પણ જામનગર શહેર માં બનતા તાજીયા જોવા માટે દર વર્ષ હજારો લોકો આવતા હોઈ છે તે માટે તાજીયા અનેરૂ આકર્ષણ બનશે સાથે ગમ શોકમાથી શકુન અને બલા ટળે નેકી ટેકી ને રાહ મળે તે માટે દુખ સાથે જુદા જુદા પ્રકલ્પોથી સૌ એ ભવ્ય શહાદતની યાદમા રત થય આ માસ ગુજારશે
જામનગર મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુશેન સાહેબની યાદમાં મહોર્રમ માસમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે ત્યારે જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે એક એક તાજિયા માટે અંદાજે દોઢથી બેલાખનો ખર્ચ થતો હોઈ છે અને યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા દોઢેક માસથી તાજીયા બનાવાની તૈયારી કરતા હોય છે જામનગર શહેર માં પરવાના વાળા તાજીયા કુલ 29 છે અને હાજરો ની સંખ્યામાં બીજા મુસ્લિમ સમાજ ના યુવાનો દ્વારા કલાત્મક તાજીયા બનાવમાં આવે છે મુખ્યત્વે તાજીયા માં લાકડું અને થર્મોકલ નો ઉપયોગ થતો હોય છે તાજીયા ની ડિઝાઇન માટે બાદ માં તેમાં અલગ અલગ કલર નો ઉપયોગ કરવામાં આવે છે તાજીયા ને લાઇટિંગ કામ માટે હાલ માં એલ .ઇ.ડી. બોલ્બ અને સીરિઝ થી સુશોભિત કરવામાં આવે છે તાજીયા સંચાલકો દ્વારા સતત એક થી દોઢ મહિના ની જહેમત થી તાજીયા નું કામ પુન થતું હોય છેતેનો પ્રારંભ થય ગયો છે
BGB
b.sc.,ll.b.,d.n.y( guj.aayu.uni.)gov.accre.journalist jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024