મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ફરી દોડશે ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ વધુ વિગત વાંચવા અહીં ક્લિક કરો
News Jamnagar August 02, 2022
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:.ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા ટ્રેન(સાપ્તાહિક) ટ્રેન નંબર 19575 ઓખા – નાથદ્વારા એક્સપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે 12.41 વાગે પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા પહોંચશે. આ ટ્રેન 10મી ઓગસ્ટ, 2022થી આગળની સૂચના સુધી ચાલશે.એ જ રીતે ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 વાગ્યે અને ઓખા સાંજે 18:55 વાગે પહોંચશે. આ ટ્રેન 11 ઓગસ્ટ, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે.આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ અને માવલીસ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
આ ટ્રેનમાં કુલ 23 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 9 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે.ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વાર એક્સપ્રેસમાં ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટ, 2022થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશ.ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024