મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એતિહાસિક તાજીયા તરીકે ઓળખાતા અમી ના 80 ફુટનાં તાજીયાના સબીલમાં ફરી દીદાર થશે..
News Jamnagar August 06, 2022
જામનગર : ( અહેવાલ અકબર બક્ષી )
હજરત ઇમામ હુશેન ની યાદ માં તેમના રોઝા ના દીદાર માટે અલગ અલગ જગ્યાએ કલાત્મક તાજીયા બનાવવામાં આવ છે જામનગર શહેર અને જીલ્લામાં તાજીયા બનવા ની વર્ષો પહેલા શરૂઆત થઈ હતી જામનગર માં બનતા કલાત્મક તાજિયા દેશના અને વિદેશમાં પ્રખ્યાત છે દેશઅને વિદેશ માં વસતા લોકો પણ જામનગર શહેર માં બનતા તાજીયા જોવા માટે દર વર્ષ હજારો લોકો આવતા હોઈ છે.
જામનગર મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુશેન સાહેબની યાદમાં મહોર્રમ માસમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે ત્યારે જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે એક એક તાજિયા માટે અંદાજે દોઢથી બેલાખનો ખર્ચ થતો હોઈ છે અને યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા દોઢેક માસથી તાજીયા બનાવાની તૈયારી કરતા હોય છે .
જામનગરમાં બનતો સેંકડો વર્ષો થી અમી નો તાજીયો
સન ૧૯૨૨ ની સાલમાં 80 ફૂટ નો બનાવામાં આવ્યો હતો. જેને આ વર્ષએ 100 વર્ષ પુરા થતાં અમી ધૂળધોયા ના તાજીયા ના ફરી દીદાર થશે .
જામનગર ની 100 વર્ષ પહેલાં ની યાદ તાજી કરવા માટે ઇમામ હુસેન ના આશિકો દ્વારા અમી નો તાજયો અને એતિહાસિક જામનગર ના જુનવાણી ઘર અને ગલીઓ ના દ્રષ્યો સાથે અમી નો 100 વર્ષ જુના આબેહૂબ 5 ફુટનો તાજીયો બનાવ્યો છે.
જામનગરમાં આવેલ લંઘાવાડ ઢારિયા નદીપા શેરી અમી ના માતમ પાસે સબીલ માં અમી નો 100 વર્ષ જૂનો તાજીયો બનાવામાં આવ્યો છે .અમી ધુળધોયાના સંચાલક હુસેનભાઈ ના માર્ગદર્શન હેઠળ સબીલ સંચાલક મુસ્તાક કરીમ પીઠડીયા અને તેના સાથિયો સાથે દિવસ રાત ની જહેમત બાદ તૈયાર કરી મહોરમ ની 9મી રાત એટલે કે સરઘસ રાતેની સાંજે થી દીદાર કરવા આવતા દર્શનાથિયો માટે સબીલ ખોલવામાં આવશે .
સૂત્ર મુજબ મળતી માહિતી અનુસાર 1922 ની સાલ માં જામનગરમાં જામ રાજવી પરિવારમાં પહેલો કેમેરો આવ્યો હતો અને તે કેમેરા દ્વારા આ તસવીર લેવામાં આવી હતી .
આ તાજીયા ની તસ્વીર એતિહાસિક તસ્વીર તરીકે જામનગર ના લાખોટા મ્યુઝિયમ માં મુકવામાં આવેલ હતી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025