મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
63 વર્ષનો ભાભો ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક-આઇ-ડી બનાવી કોલેજીયન યુવતીઓ સાથે મિત્રતા કરી,બ્લેકમેઇલ કરતો ભાભાને પકડી પાડતી જામનગર સાયબર કાઇમ.
News Jamnagar August 08, 2022
જામનગર
જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ સાયબર ક્રાઇમના પો.ઇન્સ. પી.પી.ઝા સાહેબનાઓને જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સોશ્યલ મિડીયા દ્વારા થતા ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના કરેલ, જે અનુસંધાને થોડા સમય પહેલા સોશ્યલ મિડીયાને લગત ફરીયાદ મળેલ,જેમા ફરીયાદ મુજબ આરોપી “ઇન્સ્ટાગ્રામ” ઉપર ફ્રેક-આઇ-ડી બનાવી કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, વિશ્વાસમા લઇને ન્યુડ કોલીંગ કરાવી, ફોટા ની નકલ રાખી બ્લેકમેઇલ કરતો તથા યુવતી સંબંધ તોડી નાખે તો યુવતિઓના અંગત ફોટા વાયરલ કરતો. અને વધુ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપતો. જે બાબતેનો ગુન્હો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.૨.નં.૧૧૨૦૨૦૫૮૨૨૦૦૧૪/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૫૪(એ)(), ૩૫૪(સી), ૩૫૪(ડી),૪૯૯,૫૦૦ તથા આઇ.ટી.એકટ કલમ. ૬૬(સી), ૬૬ (ઇ),૬૭,૬૭(એ) મુજબ નો દાખલ થયેલ હતો. જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહીલા કર્મચારીઓની વિશેષ ટીમ સતત તપાસમાં હતી, જે દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વુમન પો.કોન્સ.પુજાબેન પ્રવિણભાઇ ધોળકીયાનાઓ દ્વારા સોશ્યલ મિડીયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી માહીતી મંગાવી ISP રીપોર્ટ તથા IPDR નું ટેકનીકલ એનાલીસીસ કરી, બ્લેકમેઇલ કરનારના મોબાઇલ નંબર શોધી કાઢેલ જેમાં આરોપીના લોકેશન જામજોધપુરના સિદસર ગામના આવતા હોય, જેથી જામનગર શહેર ના.પો.અધી જયવીરસિંહ ઝાલા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ ભગીરથસિંહ જાડેજા નાઓ રૂબરૂ તપાસમાં જામજોધપુર ખાતે રહેલ અને જામજોધપુર પી સ્ટેના પોલીસ સ્ટાફની મદદ લઇ આરોપીના લોકેશન ટ્રેસ કરી ગામ સિદસર તા.જામજોધપુર જી.જામનગર ખાતેથી ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીને આઇડેન્ટીફાય કરી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.તથા સદર આરોપીના મોબાઇલમા અન્ય ૨ થી ૩ કોલેજ જતી યુવતીઓ ના અંગત ફૉટા તથા વિડીયો મળી આવેલ છે. જેથી અન્ય કોઇ બહેનો બ્લેકમેઇલના શીકાર બન્યા હોય તો સાયબર ક્રાઇમ પો.સ્ટે ખાતે નિડર બની સમ્પર્ક કરવા નમ્ર વિનંતી છે.
પકડાયેલ આરોપી:
(૧) રસીકલાલ નારણભાઇ વડાલીયા ઉ.વ.-63ધંધો.ખેતી કવાલીફીકેશન: ૧૦ રહે.માતાજી શેરી ગામ સિદસર તા.જામજોધપુર
જી.જામનગર, એમ.ઓ.આરોપી દ્વારા નીચે મુજબ બ્લેકમઇલ કરવામાં આવેલ.
સ્ટેપ-૧, આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇ-ડી બનાવી. સ્ટેપ-ર, કાલાવાડ તથા જામજોધપુર તાલુકાની છોકરીઓની આઇ.ડી શોધી ફંડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કરતા હતા.
સ્ટેપ-૩, મિત્રતા પછી તેમને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લિલ ફોટા તથા વિડીયો મંગાવી સેવ કરી તથા સગા-સંબંધીને મોકલી વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપી સતત આવી સંબંધ રાખવા માટે મજબુરફરી સાયબર ગુનાને અંજામ આપેલ.
આ કામગીરી પો.ઇન્સ.પી.પીઝા સાહેબ તથા PSI એ.આર.રાવલ સાહેબ ઠંડાડ.જે.ભૂસા,HC ભગીરથસિંહ જાડેજા,HC લદીપસિંહ જાડેજા, ધર્મેશભાઈ વનાણી, રાજેશભાઈ પરમાર, PC રાહુલભાઈ મકવાણા,WPC જનાબેન વાઘ,LRPC વિકીભાઈ ઝાલા,LRPCજેશાભાઈ ડાંગર,LRPC પૂજાબેન ધોળકિયા,WER નીલમબેન સિસોદીયા,Ŕગીતાબેન હીરાણી, WR અલ્કાબેન કરમૂર દ્વારા કરવામાં આવેલ છે.
પ્રજાજોગ સંદેશ
સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર અજાણ્યા વ્યક્તી સાથે વાતચીત કરવી નહીં અને બ્લેક્રમેઇલ કરતાં ઇસમોનો શિકાર થતાં બચો.
વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપનાર ઇસમોથી ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો. સજાગ રહી…….સુરક્ષિત રહો….સાયબર ક્રાઈમ જામનગર…..
અહેવાલ: અકબર બક્ષી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024